
આજે 06 મેને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
ભારતે પાકિસ્તાન સરહદ પર હવાઈ કાર્યવાહી માટે NOTAM જારી કર્યું છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ભારત આવતીકાલે પાકિસ્તાન સરહદ પર લશ્કરી કવાયત કરશે. NOTAM જારી થયા પછી, પાકિસ્તાન સરહદ નજીકના એરપોર્ટ પર ફ્લાઇટ્સ સ્થગિત રહેશે. સાથે જ આવતીકાલે દેશના 244 જિલ્લાઓમાં મોકડ્રીલ પણ યોજાવા જઈ રહી છે.
ગુજરાત ટાઈટન્સને બીજો ઝટકો, જોસ બટલર 30 રન બનાવી થયો આઉટ
ગુજરાત ટાઈટન્સને પહેલો ઝટકો, સાઈ સુદર્શન સસ્તામાં આઉટ, બોલ્ટે લીધી વિકેટ
મુંબઈ ઈન્ડિયન્સે ગુજરાત ટાઈટન્સને જીતવા 156 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ બોલ પર દીપક ચહરે જોરદાર બાઉન્ડ્રી ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સને આઠમો ઝટકો, કોર્બીન બોશ 27 રન બનાવી થયો આઉટ, જોસ બટલરે જોરદાર રનઆઉટ કર્યો
મુંબઈ ઈન્ડિયન્સને સાતમો ઝટકો, નમન ધીર માત્ર 7 રન બનાવી થયો આઉટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ લીધી વિકેટ, શુભમન ગિલે કર્યો કેચ, મુંબઈની હાલત ખરાબ
મુંબઈ ઈન્ડિયન્સને છઠ્ઠો ઝટકો, તિલક વર્મા માત્ર 7 રન બનાવી થયો આઉટ, ગેરાલ્ડ કોટ્ઝાએ લીધી વિકેટ, શુભમન ગિલે પકડી આસાન કેચ
મુંબઈ ઈન્ડિયન્સની અડધી ટીમ પોવેલિયન ભેગી, કેપ્ટન હાર્દિક પંડયા માત્ર 1 રન બનાવી થયો આઉટ, સાઈ કિશોર લીધી બીજી વિકેટ, કેપ્ટન શુભમન ગિલે પકડ્યો કેચ
મુંબઈ ઈન્ડિયન્સને ત્રીજો ઝટકો, સૂર્યકુમાર યાદવ 35 રન બનાવી થયો આઉટ, સાઈ કિશોર સૂર્યાને કર્યો આઉટ, વિલ જેકસે ફિફ્ટી પૂરી કરી
મુંબઈ ઈન્ડિયન્સનો સ્કોર 50 ને પાર, વિલ જેક્સ અને સૂર્યકુમાર યાદવે સંભાળી બાજી, સૂર્યકુમાર યાદવે અરશદ ખાનની ઓવરમાં ત્રણ બાઉન્ડ્રી ફટકારી
મુંબઈ ઈન્ડિયન્સને બીજો ઝટકો, રોહિત શર્મા માત્ર 7 રન બનાવી થયો આઉટ, અરશદ ખાને લીધી રોહિત શર્માની વિકેટ, પ્રસિદ્ધ કૃષ્ણાએ કર્યો કેચ, મુંબઈ ઈન્ડિયન્સને મોટો ઝટકો, રોહિત ફરી સસ્તામાં થયો આઉટ
મુંબઈ ઈન્ડિયન્સને પહેલો ઝટકો, રેયાન રિકલ્ટન માત્ર 2 રન બનાવી થયો આઉટ, મોહમ્મદ સિરાજે પહેલી જ ઓવરમાં ગુજરાત ટાઈટન્સને અપાવી સફળતા, સાઈ સુદર્શને પકડ્યો આસાન કેચ
ગુજરાત ટાઇટન્સે ટોસ જીતી લીધો છે. ટીમના કેપ્ટન શુભમન ગિલે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ આ મેચમાં પહેલા બેટિંગ કરશે.
ગુજરાતના રાજ્યકક્ષાના ગૃહપ્રધાન હર્ષ સંઘવીએ કહ્યું કે, આવતીકાલે 19 જિલ્લામાં સાંજે 4 વાગે યોજાશે મોકડ્રીલ, સાંજે 7.30 કલાકે બ્લેકઆઉટની મોકડ્રીલ યોજાશે. અડધો કલાક માટે મોકડ્રીલ યોજાશે. જેમાં 7.30થી 8 વાગ્યા સુધીનુ બ્લેકઆઉટનુ મોકડ્રીલ યોજાશે.
ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, ટ્રર્ફ, સાયક્લોનિક સરક્યુલેશનના પગલે ભર ઉનાળે આવેલા વાતાવરણના પલટાથી ગઈકાલ સોમવારે અનેક જિલ્લામા વરસાદ વરસ્યો છે. આજે મંગળવારે પણ સવારના છ વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીમાં 51 તાલુકામાં 30 મિલીમીટર સુધીનો વરસાદ વરસ્યો છે. ભાવનગર શહેર અને અમરેલીના લાઠીમાં 30, સુરતના મહુવામાં 22, કચ્છના નખત્રાણામાં 19, નવસારીના જલાલપોરમાં 16, અમરેલીના લિલીયામાં 16, સુરતના ઉમરપાડામાં 15, રાજકોટમાં 14 મિલીમીટર વરસાદ વરસ્યો છે.
અમદાવાદના ચંડોળા તળાવ વિસ્તારમાં રહેતા લોકો દ્વારા પુનર્વસન માટે કરાયેલી અરજીને હાઈકોર્ટે ફગાવી દીધી છે. ગુજરાત હાઇકોર્ટે 58 લોકોએ કરેલી અરજી ફગાવી દીધી છે. કોઈપણ સરકારી જગ્યા ઉપર ગેરકાયદે બાંધકામ ચલાવી લેવાય નહીં તેમ હાઈકોર્ટે અરજી ફગાવતા ઠરાવ્યું હતું.
છોટાઉદેપુર: નસવાડીના વાડિયા ગામે પાઈપલાઈનમાં ભંગાણ થયુ છે. કુપ્પા પાણી પુરવઠા યોજનાની પાણીની લાઈનમાં ભંગાણ થયું. યોજનાના લોકાર્પણ પહેલા જ ભંગાણ થતા કામગીરી સામે સવાલ ઊભા થયા છે. પાઈપલાઈનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો બગાડ થયો છે. 72 ગામને પીવાનું શુદ્ધ પાણી પહોંચાડવાની યોજના છે.
ખેડા: મિની વાવાઝોડાએ લીધો 3 લોકોનો ભોગ લીધો છે. ઠાસરાના ગુમડીયા ગામે વૃક્ષ ધરાશાયી થતા મહિલાનું મોત થયુ છે. નડિયાદની આડીનાર ચોકડી પાસે વૃક્ષ ધરાશાયીની બીજી ઘટના છે. વૃક્ષ ધરાશાયી થતા અન્ય એક વ્યક્તિનું મોત મોત થયું હતું. મહેમદાવાદના રૂદણ ગામે મકાન ધરાશાયીની ઘટના બની. કાટમાળ નીચે દબાતા 27 વર્ષીય યુવકનું મોત થયું. ભારે પવનને કારણે
મૂળિયાદ ગામે આશરે 100 જેટલા મકાનના પતરા ઉડ્યા હતા. લોકોએ પોતાના ઘરમાં થયેલા નુકસાનનું સમારકામ હાથ ધર્યું.
અરવલ્લી: માવઠાનો માર, કેરીના પાકને નુકસાન પહોંચ્યુ છે. મોડી રાત્રે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબક્યો હતો. મેઘરજ તાલુકામાં વરસાદથી આંબા પરથી કેરીઓ ખરી પડી. કેરીના પાકને નુકસાનથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. ભિલોડા, મોડાસા, બાયડ પંથકમાં પણ બાગાયતી પાકમાં નુકસાન પહોંચ્યુ છે. સરકાર સર્વે કરી સહાય આપે તેવી ખેડૂતોની માંગ છે.
રાજકોટમાં NEET પરીક્ષામાં વધુ માર્કસ અપાવવાના લાલચે છેતરપિંડીના કૌભાંડનો પર્દાફાશ થયો છે. ક્રાઇમ બ્રાન્ચે રાજકોટ, ધોરાજી, કર્ણાટક અને સુરતના પાંચ શખ્સો સામે ફરિયાદ નોંધાવી છે. જેમાં ધવલ સંઘવી (મૂળ રાજકોટ, હાલ ઉદયપુર), સુરતના વિપુલ તથા પ્રકાશ તેરૈયા, કર્ણાટકના બેલગામના મનજીત જૈન અને ધોરાજીના રાજેશ પેથાણીના નામ સામેલ છે. આરોપીઓએ NEETમાં વધારે માર્કસ અપાવવાનો લાલચ આપી ગત વર્ષે જેતપુરના ખેડૂત પાસેથી રૂ. 30 લાખ પડાવ્યા હોવાનો ખુલાસો થયો છે. ચાલુ વર્ષે પણ અનેક લોકો સાથે છેતરપિંડી કર્યાની આશંકા છે. આરોપીઓ વિરુદ્ધ છેતરપિંડી અને પૂર્વ આયોજિત કાવતરાં સહિતની કલમો હેઠળ ગુનો નોંધવામાં આવી રહ્યો છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.
રાજ્યના 15 જિલ્લાઓમાં આવતીકાલે મોકડ્રીલ થશે. વડોદરા, સુરત, તાપી, અમદાવાદ, જામનગરમાં મોકડ્રીલ થશે. દ્વારકા, કચ્છ, ભરૂચ, ગાંધીનગરમાં મોકડ્રીલ થશે. ભાવનગર, મહેસાણા, નર્મદા, નવસારીમાં, ડાંગમાં પણ મોકડ્રીલ યોજાશે. કેન્દ્રીય ગૃહ સચિવની રાજ્યોના અધિકારીઓ સાથે બેઠક થઇ. ગુજરાતમાં IPS મનોજ અગ્રવાલને બનાવાયા મોકડ્રીલના ઈન્ચાર્જ બનાવાયા છે. CS પંકજ જોશી, પોલીસ વડા વિકાસ સહાય, મનોજ દાસ બેઠકમાં જોડાયા. બેઠક બાદ ગુજરાતના મોકડ્રીલને લઈને રૂપરેખા જાહેર કરાશે.
ગુજરાતમાં બે દિવસમાં પડેલા કમોસમી વરસાદ અને વાવાઝોડાના કારણે અનેક લોકોના ઘરની છત ધરાશાયી થવાની અને વૃક્ષો ધરાશાયી થવાની તેમજ વીજળી પડવાની ઘટના બની છે. જેમાં 17 લોકોના મોત થયા છે.
મહીસાગર જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ છવાયો છે. કેટલાક વિસ્તારોમાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો. ખાનપુર, કડાણા, વીરપુર, બાલાસિનોર, લુણાવાડામાં વરસાદ, સંતરામપુર સહિતના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ ખાબક્યો છે.
અરવલ્લી: સર્વજ્ઞાતિય સમૂહલગ્નના આયોજનમાં વરસાદનું વિઘ્ન નડ્યુ છે. બાયડમાં સમૂહલગ્નમાં ભારે પવન સાથે વરસાદ પડતા તારાજી સર્જાઇ. ભારે પવન ફૂંકાતા સમૂહલગ્ન સ્થળે મંડપને નુકસાન પહોંચ્યુ. લગ્ન માટે પહોંચેલા જાનૈયાઓ સહિત યુગલોને ભારે હાલાકી પડી રહી છે.
બિહારના કટિહારમાં ગમખ્વાર અકસ્માતમાં 8 લોકોના મોત થયા છે. કાર અને ટ્રેક્ટર વચ્ચે સામસામે ટક્કર થતા અકસ્માત સર્જાયો. ઢિબરા ગામના પૂર્ણિયા કોશકીપુર જવાના માર્ગે દુર્ઘટના બની. લગ્ન પ્રસંગથી પરત ફરી રહેલા જાનૈયાઓને અકસ્માત નડ્યો. કારમાં મોટી સંખ્યામાં જાનૈયાઓ સવાર હતા. ઘટનામાં 8 લોકોના મોત, અન્ય બે લોકો ઘાયલ થતા હોસ્પિટલ ખસેડાયા છે.
રાજ્યના 53 વિસ્તારોમાં કમોસમી વરસાદની કમઠાણ જોવા મળી રહી છે. સૌથી વધુ ભાવનગરના શિહોરમાં 1.46 ઇંચ કમોસમી વરસાદ વરસ્યો. ભાવનગર શહેરમાં અને માણસામાં 1-1 ઇંચ વરસાદ વરસ્યો. ખેડા, વડોદરા, દીયોદર અને સોજીત્રામાં પોણો-પોણો ઇંચ વરસાદ થયો. વાવાઝોડાને પગલે અમદાવાદમાં 23 વૃક્ષો ધરાશાયી થયા.
દાહોદ : દેવગઢબારીયામાં વૃક્ષ ધરાશાયી થતાં યુવતીનું મોત થયુ છે. દેવગઢબારીયાના રૂવાબારી ગામે વૃક્ષ ઘરની ઉપર પડતા 23 વર્ષીય યુવતીનું ઘટનાસ્થળે જ મોત થયુ, મૃતક યુવતીના લગ્ન માટે તૈયારીઓ ચાલતી હતી. આગામી 12 તારીખે યુવતીના લગ્ન હતા. યુવતીના મોતથી લગ્નનો પ્રસંગ માતમમાં ફેરવાયો છે.
અમરેલી : શેત્રુંજી નદીમાં 4 બાળકો ડૂબ્યા છે. અમરેલીના ગાવડકા નજીક ઘટના બની. ચારેય બાળકો નદીમાં નહાવા પડ્યા હતા. ફાયર ટીમે ચારેય બાળકોના મૃતદેહ બહાર કાઢ્યા. મૃતક બાળકો સ્થાનિક વિસ્તારના હોવાનું અનુમાન છે.
Published On - 7:28 am, Tue, 6 May 25