
આજે 06 ફેબુઆરીને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મહારાષ્ટ્રના આરોગ્ય વિભાગે GBS કેસ અંગે મોટું અપડેટ આપ્યું છે. આરોગ્ય વિભાગે જણાવ્યાનુસાર અત્યાર સુધીમાં કુલ 6 લોકોના મોત થયા છે. આજે 3 નવા શંકાસ્પદ કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં કુલ 173 શંકાસ્પદ દર્દીઓ મળી આવ્યા છે, જેમાંથી 140 દર્દીઓમાં જીબીએસની પુષ્ટિ થઈ છે. અત્યાર સુધીમાં 6 મૃત્યુ થયા છે, જેમાંથી 1 જીબીએસના કારણે થયાની પુષ્ટિ થઈ છે, જ્યારે 5 મૃત્યુ શંકાસ્પદ માનવામાં આવે છે. અત્યાર સુધીમાં 72 દર્દીઓને રજા આપવામાં આવી છે. 55 દર્દીઓ ICUમાં છે, જ્યારે 21 દર્દીઓ વેન્ટિલેટર પર છે.
સ્ટેટ જીએસટી વિભાગે, અમદાવાદ જિલ્લામાં પાન મસાલા અને તમાકુના પાઉચની હેરાફેરી કરતા 6 વાહનોની કરેલ ચકાસણીમાં મોટી કરચોરી થઈ રહી હોવાનું સામે આવ્યું હતું. વાહનોની તપાસ દરમિયાન મળી આવેલ દસ્તાવેજોની સઘન ચકાસણી કરતા 42 લાખ 12 હજારનો માલસામાન બિનહિસાબી જાણાયો હતો. જેમાં રૂપિયા 2 કરોડ 55 લાખની જીએસટીની ચોરી હોવાનું સામે આવ્યું હતું.
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે દારુની હેરાફેરી કરતી 14 મહિલાની ધરપકડ કરી છે. આ મહિલાઓ રાજસ્થાનથી અમદાવાદ દારૂની હેરાફેરી કરતી હતી. મહિલાઓ રાજસ્થાનથી ખાનગી બસમાં પેસેન્જર બની દારૂની હેરાફેરી કરતી હતી. મહિલાઓ પોતાના સામાનમાં દારૂનો જથ્થો ભરીને અમદાવાદ લાવતી હતી. પોલીસે મંજુ ચુનારા સહિત 13 મહિલાઓની ધરપકડ કરી છે. મહિલાઓ પાસેથી કુલ 99400 ની કિંમતની 899 દારૂની બોટલ કબજે કરી છે.
સુરેન્દ્રનગરમાં ખનીજ માફિયાઓની દાદાગીરીનો કિસ્સો સામે આવ્યો છે. ખાણ ખનીજ વિભાગની ટીમના કબજામાંથી, ખનિજ માફિયાઓ ગેરકાયદે ખનિજ ભરેલ ટ્રક છોડાવી ગયા. આ ઘટના અંગે ખાણ ખનિજ વિભાગે, મૂળી પોલીસ મથકે ખનિજ માફિયા વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
અમદાવાદમાં એન.આર.આઈ વ્યક્તિનો પ્લોટ ખોટી રીતે બીજાને વેંચીને છેતરપિંડી કરી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. શહેરના પોશ વિસ્તારમાં આવેલી પ્લોટની સ્કીમમાંથી વર્ષોથી પડતર રહેલા એક પ્લોટને, ચેરમેન સહિત અન્ય લોકોએ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ કરી દેવાની ફરિયાદ સોલા પોલીસ મથકમાં નોંધાઈ છે. ફરિયાદને આધારે પોલીસે ત્રણ આરોપીઓની ધરપકડ કરી છે. પોલીસ તપાસ પણ કરી રહી છે કે અન્ય લોકોના પ્લોટ પણ ખોટા દસ્તાવેજો બનાવી વેચાણ થયા છે કે કેમ
હિંમતનગરના હુસેની ચોકમાં આવેલ એક ફ્રાય સેન્ટરના રસોડામાં ગુરૂવારે સાંજના સુમારે અચાનક ગેસ સિલેન્ડર લીકેજ થવાને કારણે આગ ભભૂકી ઉઠી હતી. જેને લઇ ફ્રાય સેન્ટરના પાછળના ભાગે આવેલ રસોડામાં ધડાકો થતા અંદર રખાયેલ સામાન વેરવિખેર થઇ ગયો હતો. તો બીજી તરફ આગ લાગવાને કારણે દાઝેલા 6 જણા બુમો પાડતા બહાર દોડી આવ્યા હતા. ત્યારબાદ તરત જ હિંમતનગર ફાયર બ્રિગેડ અને 108 એમ્બ્યુલન્સને બોલાવાઇ હતી અને ઇજાગ્રસ્તોને સારવાર માટે હિંમતનગર સિવિલમાં લઇ જવાયા હતા.
સુરેન્દ્રનગર જિલ્લાના ચુડાના PI, PSI અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે. LCB ટીમે ચુડાના કંથારીયાગામે જુગારની રેડ કરી હતી. આ દરોડામાં રૂ. 2.11 લાખ વાહન, મોબાઇલ સહીત 6.85 લાખનો મુદામાલ ઝડપાયો હતો. સુરેન્દ્રનગર
જિલ્લા પોલીસ વડા ગીરીશકુમાર પંડયા દ્રારા ચુડાના PI એમ.આર. શેઠ , PSI એચ.એચ જાડેજા અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી દેવાયા છે.
ગુજરાતની સૌથી જૂની અને મોટી સાયન્સ કોલેજ, એમ જી સાયન્સ કોલેજે પ્રથમ વર્ષની બેઠકો ઘટાડવા અરજી કરી છે. એમ જી સાયન્સ કોલેજે BSC ની ગ્રાન્ટેડ બેઠકો 572 થી ઘટાડી 430 કરવા યુનિવર્સિટી સમક્ષ રજૂઆત કરી છે. છેલ્લા એક વર્ષથી સરકાર સમક્ષ રજૂઆત કરવા છતા, પ્રોફેસરો આપવામાં આવ્યા ન હોવાનું કોલેજ સત્તાવાળા જણાવી રહ્યાં છે. કોલેજમાં 95 ના મહેકમ સામે માત્ર 50 જ અધ્યાપકો હોવાનું કહેવામાં આવ્યું છે. જો કે વિદ્યાર્થી સંગઠન એવો આક્ષેપ કર્યો છે કે, કોલેજ સત્તાવાળા ગ્રાન્ટેડ બેઠકોમાં ઘટાડો કરી કોલેજના ખાનગીકરણ કરવામાં આવી રહ્યું છે.
મ્યુનિસિપલ કમિશનરે, વર્ષ 2025-26 માટે અમદાવાદ મહાનગરપાલિકાનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું છે. મ્યુનિસિપલ કમિશનર દ્વારા રૂપિયા 14001 નું ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે. ગયા વર્ષ કરતા આગામી વર્ષના ડ્રાફ્ટ બજેટમાં રૂ 3200 કરોડ નો વધારો દર્શાવવામાં આવ્યો છે. વર્ષ 2024-2025નુ ડ્રાફ્ટ બજેટ 10801 કરોડનું હતું
સુરતના વરિયાવ ખાતે એક બાળક ગટરમાં ગરકાવ થયો હતો. 5 ફેબ્રુઆરીના સાંજે ગટરમાં પડેલ બાળકની સતત શોધખોળ કરવામાં આવી હતી. ઘટનાના 24 કલાક બાદ, પંપિગ સ્ટેશનમાંથી બાળકનો મૃતદેહ મળી આવ્યો હતો.
કોંગ્રેસ પાસેથી દરેકના સહયોગ અને વિકાસની આશા રાખવી એ મોટી ભૂલ હશે. કારણ કે આ તેમના વિચાર અને સમજ બંનેની બહાર છે. મોટો પક્ષ હોવા છતા, કોંગ્રેસ એક પરિવારને સમર્પિત પાર્ટી છે. આવી સ્થિતિમાં સૌનો સાથ અને સૌનો વિકાસ શક્ય નથી. રાષ્ટ્રપતિના સંબોધન પરની આભાર પ્રસ્તાવ પરની ચર્ચાનો જવાબ રાજ્યસભામાં આપતા પીએમ મોદીએ કોંગ્રેસ પક્ષ પર પ્રહાર કર્યા હતા.
ગુજરાત સરકારે માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શાળાને લગતા નિયમોમાં સુધારો કરવાનો નિર્ણય કર્યો છે. જેના અનુસંધાને, રાજ્ય સરકારે 9 સભ્યોની એક સમિતીની રચના કરી છે. આ સમિતીમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડના અધ્યક્ષના અધ્યક્ષસ્થાને કાર્યરત રહેશે.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં યોજાઈ રહેલા કુંભમેળામાં ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન માટે 7મી ફેબ્રુઆરીએ જશે. તેઓ આવતીકાલે શુક્રવારે બપોરે 12:30 કલાકે ત્રિવેણી સંગમ ખાતે પવિત્ર સ્નાન કરશે. આ પૂર્વે તેઓ સવારે 9:30 કલાકે પ્રયાગરાજ પહોંચીને બડે હનુમાનજી મંદિરના દર્શન-પૂજન પણ કરવાના છે. તેઓ પ્રયાગરાજના પ્રવાસ દરમિયાન ગુજરાત સરકારના પ્રવાસન વિભાગ દ્વારા પ્રયાગરાજમાં ઊભા કરવામાં આવેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત કરશે અને સાંજે ગાંધીનગર પરત આવશે.
અમેરિકાથી પરત ફરેલા ભારતીયો મામલે સરકારે નિવેદન આપ્યુ છે. રાજ્યસભામાં વિદેશપ્રધાન એસ. જયશંકરે જણાવ્યુ કે ભારતીયો અમાનવીય હાલાતમાં ફસાયેલા હતા.ગેરકાયદેસર રહેતા લોકોને પરત લાવવામાં આવ્યા છે. વર્ષ 2012માં 513 ભારતીયો ગયા હતા. તો વર્ષ 2020માં 1889 લોકો ગયા હતા. નિયમો અંતર્ગત ભારતીયોને અમેરિકાથી પરત મોકલવામાં આવ્યા છે. એસ. જયશંકરે કર્યુ કે ભારતીયોના પરત આવવાની આ પ્રક્રિયા નવી નથી.
મહેસાણા: અમેરિકાથી ડિપોર્ટ કરાયેલ જિલ્લાના 9 લોકો વતન પહોંચ્યા છે. SOG પોલીસે તમામ લોકોને પોતાના વતને પહોંચાડ્યાં. ગુપ્ત રીતે પોલીસે તમામ લોકોને પરિવારને સોંપ્યાં છે. પોલીસ કે ડિપોર્ટ કરાયેલા લોકોના પરિવારજનો કંઈ જ બોલવા તૈયાર નથી. પરિવારજનોએ આ અંગે બોલવાનો ઈન્કાર કર્યો છે.
અમેરિકાથી ડિપોર્ટ થયેલા ગેરકાયદે ભારતીયો મામલે સંસદ પરિસરમાં વિપક્ષના સાંસદોનું વિરોધ પ્રદર્શન થઇ રહ્યુ છે. હાથમાં પ્લે કાર્ડ અને સૂત્રોચ્ચાર સાથે વિરોધ કર્યો. પરત ફરેલા ભારતીયો સાથે થયેલા દુર્વ્યવહાર પર સરકાર જવાબ આપે તેવી માગ કરવામાં આવી.
જામનગરના પડાણા પાટીયા પાસે ત્રિપલ અક્સ્માત સર્જાયો છે. ટ્રક , કાર અને રીક્ષા વચ્ચે અકસ્માતમાં 2 લોકોના મોત થયા છે. રીક્ષામાં સવાર 2 લોકોનું અકસ્માતમાં મોત થયુ છે.
રાજકોટ સિવિલ હોસ્પિટલની ગંભીર બેદરકારી સામે આવી છે. દર્દીના બેડ નજીક ઉંદરના ત્રાસનો વીડિયો વાયરલ થયો. સિવિલના વોર્ડમાં ઉંદરના આતંકના દ્રશ્યો સામે આવતા ચકચાર મચી છે. સારવાર માટે આવતા દર્દીઓની તબિયત વધુ બગડી શકે. ઉંદરનો વીડિયો સામે આવતા હોસ્પિટલ તંત્ર સામે અનેક સવાલ ઊભા થયા છે.
સુરત: હજીરામાં ડમ્પર અને ખાનગી કંપનીની બસ વચ્ચે અકસ્માત સર્જાયો છે. અકસ્માતમાં એકનું મોત થયુ છે, તો 30થી વધુ લોકો ઘવાયાં છે. 108 અને ખાનગી એમ્બ્યુલન્સ દ્વારા ઘાયલોને સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ બસ અને ડમ્પર બંને પલટી મારી ગયા હતા. બસમાં 50 થી વધુ લોકો સવાર હતા.
સુરત: ઓલપાડ વિસ્તારમાં તંત્રએ બુલડોઝર ફેરવ્યું છે. કાંઠા વિસ્તારમાં આવેલા દબાણો તોડી પડાયા. સરકારી જમીન, ઝીંગા તળાવ પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ આ કામગીરી કરી છે. ઝીંગા તળાવ પર દબાણ થતા પાણીનો ભરાવો થતો હતો.
દાહોદ: વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકનો આપઘાતનો પ્રયાસ કર્યો છે. મોચી ધાંચિવાડના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજખોરના ત્રાસથી કંટાળી યુવકે ગટગટાવી ઝેરી દવા પીધી. મુજમમા મકસુદ શેખ નામના યુવકે આપઘાતનો પ્રયાસ કર્યો. વ્યાજના રૂપિયા ન ચૂકવી શકતા વ્યાજખોરો ધમકાવતા હોવાનો આરોપ છે. યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
સુરત: ઓલપાડ વિસ્તારમાં તંત્રએ બુલડોઝર ફેરવ્યું. કાંઠા વિસ્તારમાં આવેલા દબાણો તોડી પડાયા છે. સરકારી જમીન, ઝીંગા તળાવ પરના દબાણ દૂર કરવામાં આવ્યા છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે મનપાએ આ કામગીરી કરી છે. ઝીંગા તળાવ પર દબાણ થતા પાણીનો ભરાવો થતો હતો.
US થી ડિપોર્ટ થયેલા તમામ ગુજરાતીઓ અમૃતસરમાં ગઇકાલે ઉતરાણ કર્યા બાદ આજે એરપોર્ટ પહોંચ્યા છે. તમામને ઘર સુધી પહોંચાડવા માટે પોલીસે વ્યવસ્થા કરી છે. મહિલા યાત્રીઓ માટે મહિલા પોલીસની ટીમ અને પોલીસની ગાડીની વ્યવસ્થા કરવામાં આવી છે.
Published On - 7:21 am, Thu, 6 February 25