06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટનો નિર્ણય, 100 વધારાની ફ્લાઇટ ચલાવાશે

આજે 06  ડિસેમ્બરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

06 ડિસેમ્બરના મહત્વના સમાચાર : ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટનો નિર્ણય, 100 વધારાની ફ્લાઇટ ચલાવાશે
| Edited By: | Updated on: Dec 06, 2025 | 9:28 AM

LIVE NEWS & UPDATES

  • 06 Dec 2025 09:28 AM (IST)

    વલસાડઃ પારડીના ઉમરસાડીમાં ભારે આગ

    વલસાડ જિલ્લાના પારડી તાલુકાના ઉમરસાડી વિસ્તારમાં આજે ભારે આગનો કિસ્સો સામે આવ્યો છે. બી એન ઇન્ડસ્ટ્રીઝના યુનિટ–2માં અચાનક આગ લાગી હોવાથી ભારે દોડધામ મચી ગઈ. એલ્યુમિનિયમનો પાવડર બનાવતી આ કંપનીમાં આગે ઝડપથી વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું. ઘટનાની જાણ થતાં જ પારડી, વલસાડ, અતુલ તેમજ વાપીની ફાયર ટીમો તરત જ સ્થળ પર પહોંચી ગઈ અને આગ પર કાબૂ મેળવવા પ્રયાસો શરૂ કર્યા. સદનસીબે, સમયસરની તત્કાળ કાર્યવાહીથી મોટી જાનહાનિ ટળી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળ્યું છે.

  • 06 Dec 2025 08:38 AM (IST)

    આજે પણ ઇન્ડિગોની અનેક ફલાઇટ રદ

    આજે પણ ઇન્ડિગોની અનેક ઉડાનો રદ છે. અમદાવાદ એરપોર્ટ પરની 19 ફલાઇ્ટ કેન્સલ થઇ છે. અમદાવાદ એરપોર્ટ પરથી જનારી 12 અને આવનારી 7 ઉડાન રદ થઇ છે.


  • 06 Dec 2025 07:54 AM (IST)

    કેરળઃ SCની અનુમતિ પર ECએ વધારી SIRની સમયમર્યાદા

    કેરળમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા અંગે આજે મહત્વનો નિર્ણય આવ્યો છે. સુપ્રીમ કોર્ટની અનુમતિ બાદ ચૂંટણી આયોગ (EC)એ SIR પૂર્ણ કરવાની સમયમર્યાદામાં એક સપ્તાહનો વધારો કર્યો છે. હવે આ પ્રક્રિયા માટેનો સમય 18 ડિસેમ્બર સુધી લંબાવવામાં આવ્યો છે. કેરળ સરકારે સમયમર્યાદા વધારવાની માંગ સાથે સુપ્રીમ કોર્ટમાં અરજી કરી હતી, જેને મંજૂરી મળ્યા પછી આ વધારાનો અમલ કરવામાં આવ્યો છે. આ નિર્ણયથી રાજ્યમાં ચાલી રહેલી SIR પ્રક્રિયા વધુ સુવ્યવસ્થિત રીતે પૂર્ણ કરવાની તક મળશે.

  • 06 Dec 2025 07:53 AM (IST)

    ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે વિભાગ દોડાવશે વધુ ટ્રેનો

    ઇન્ડિગો ફ્લાઇટ સંકટ વચ્ચે રેલવે વિભાગ સંપૂર્ણ રીતે સજ્જ થઈ ગયું છે. મુસાફરોને કોઈપણ પ્રકારની અશુવિધા ન થાય તે માટે રેલવેની અસંખ્ય સ્પેશિયલ ટ્રેનો દોડાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. દરભંગા–આનંદ વિહાર રૂટ પર એક સ્પેશિયલ ટ્રેન તેમજ પટના–આનંદ વિહાર રૂટ પર બે સ્પેશિયલ ટ્રેનો દોડાવવામાં આવશે. ઉપરાંત, અમદાવાદ સહિતના મહત્વના રૂટ પર પણ જરૂરીયાત મુજબ વિશેષ ટ્રેનો શરૂ કરવાની તૈયારી છે. આ તમામ સ્પેશિયલ ટ્રેનોને સુપરફાસ્ટ ટ્રેન સમકક્ષ પ્રાથમિકતા આપીને સમયસર અને સુગમ મુસાફરી સુનિશ્ચિત કરવામાં આવશે.

  • 06 Dec 2025 07:34 AM (IST)

    ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટનો નિર્ણય

    ઇન્ડિગો સંકટ વચ્ચે સ્પાઇસ જેટે મોટો નિર્ણય લીધો છે. સ્પાઇસ જેટનો વધારાની 100 ફ્લાઇટ ચલાવવાનો નિર્ણય લીધો. દિલ્લીથી મુંબઇ, કોલકાતા માટે સ્પાઇસજેટની ફ્લાઇટ ઉડશે. મુંબઇથી બેંગાલુરૂ અને દિલ્લી માટે વધારાની ફ્લાઇટ ગોઠવાશે.

આજે 06  ડિસેમ્બરને  શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:32 am, Sat, 6 December 25