સંસદમાંથી નોટોના બંડલ મળ્યા બાદ સંસદમાં હોબાળો. ગઈકાલે કોંગ્રેસ નેતાના બેગમાંથી સિક્યુરિટી ચેકિંગ દરમિયાન નોટો મળી હતી. લોન ધારકો માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. સેન્ટ્રલ બેંકે વ્યાજ દર 6.5 ટકા યથાવત રાખ્યો છે. RBIએ સતત 11મી વખત વ્યાજ દરમાં કોઈ ફેરફાર ન કર્યો. પુષ્પા ધ રૂલે પહેલા દિવસે સૌથી વધુ કમાણીનો રેકોર્ડ તોડ્યો. 68 કરોડથી વધુનું કર્યુ કલેક્શન. પહેલા આ રેકોર્ડ જવાન ફિલ્મ પાસે હતો. જેણે પહેલા દિવસે 65.5 રૂપિયાનું કલેક્શન કર્યુ હતું. રાજકોટના રેલનગરમાં બસ ડ્રાયવરથી અકસ્માત સર્જાવા મામલે મનપા અને એજન્સીની બેદરકારી, ડ્રાઈવરની ઉંમર 66 વર્ષથી વધુ. અકસ્માતમાં એક મહિલાનું મોત પણ થયુ હતુ. સુરતમાંથી ઝડપાયેલો બોગસ તબીબ કોંગ્રેસનો નેતા હોવાનું ખુલ્યુ. રસેષ ગુજરાતી 2019માં સુરત ડોક્ટર સેલના ચેરમેન બન્યો હતો. અમદાવાદમાં સિવિલ હોસ્પિટલના કર્મચારીઓ માટે હેલ્મેટ ફરજિયાત. હોસ્પિટલ કેમ્પસમાં હેલ્મેટ વગર નહીં મળે પ્રવેશ. સુપ્રિટેન્ડેન્ટે પરિપત્ર જાહેર કર્યો.
ગુજરાતમાં નકલી તબીબ ડિગ્રી કૌભાંડના આરોપી રસેશ ગુજરાતી પર હવે જોરદાર રાજનીતિ શરૂ થઈ છે કોંગ્રેસ અને ભાજપના નેતાઓ એકબીજા પર આક્ષેપબાજી કરી રહ્યા છે. કોંગ્રેસ નેતા હેમાંગ વસાવડાએ ભાજપ પર આક્ષેપ કરતા કહ્યું કે.આટલા વર્ષોથી કૌભાંડ ચાલતું હતું તો તંત્રને કેમ જાણ ન થઈ? સાથે આરોપી રસેશના કોંગ્રેસમાં હોવા અંગે હેમાંગ વસાવડાએ કહ્યું કે 2021થી રસેશ કોંગ્રેસમાં કોઈ હોદ્દા પર નથી તો આજ મુદ્દે કોંગ્રેસ પર વળતો પ્રહાર કરતા ભાજપ પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે કોંગ્રેસ રાજકીય રોટલા શેકી રહી છે. આરોપી કોંગ્રેસમાં હતો તો કોંગ્રેસે આ અંગે કેમ ખુલાસો ન કર્યો? ભાજપના આ આક્ષેપનો જવાબ આપતા કોંગ્રેસ પ્રવક્તા મનિષ દોશીએ કહ્યું કે ગુનેગારને કોંગ્રેસમાં કોઈ સ્થાન નથી કોંગ્રેસે રસેશ ગુજરાતીને 2019-20માં ડૉક્ટર સેલના પ્રમુખમાંથી દૂર કર્યા હતા
મહેસાણાના નવી શેઢાવી ગામ નજીક રહેતા યુવકની મંજૂરી વગર નસબંધી કરાયાના આરોપમાં અડાલજ CHCના ઇન્ચાર્જ અધિક્ષકની પ્રતિક્રિયા સામે આવી છે. વિવાદિત ઑપરેશન અંગે ઈન્ચાજ અધિક્ષકે કહ્યું કે અડાલજ CHC ખાતે 29મી નવેમ્બરે કુલ 16 નસબંધી કરવામાં આવી હતી જેમાં CHCના માત્ર ઓપરેશન થિયેટરનો જ ઉપયોગ થયો હતો. દર્દીઓ મેલ હેલ્થ વર્કર લઇને આવ્યા હતા અને ઓપરેશન ખાનગી ડૉકટર દ્વારા કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે શેઢાવી ગામના યુવકનો આરોપ છે કે. એક મહિના બાદ તેના લગ્ન છે અને તેને જાણ કર્યા વગર મજૂરીએ જવાનું છે તેમ કહીને નસબંધી ઑપરેશન કરી નાંખ્યું.
રાજસ્થાનના ચિતૌડગઢમાં બિરાજમાન છે સાંવરિયા શેઠ, કે જેના ભક્તો ન ફક્ત રાજસ્થાનમાં છે. પરંતુ ગુજરાત અને મધ્ય પ્રદેશ સહિત દેશના અન્ય રાજ્યો તેમજ વિદેશમાં પણ છે અને આ ભક્તો સાંવરિયા શેઠ પર વરસાવી રહ્યા છે દાનનો અવિરત ધોધ. જેના પરિણામે સાંવરિયા શેઠ મંદિરને મળ્યું છે રેકોર્ડબ્રેક દાન. મંદિરમાં 30 નવેમ્બરથી દાન પેટી ખોલી મળેલા દાનની ગણતરી થઇ રહી છે. ગુરુવારે પાંચમા તબક્કાની ગણતરી હાથ ધરવામાં આવી. જે દરમિયાન 3 કરોડ 51 લાખથી વધુનું રોકડ દાન નોંધાયું છે અને પાંચેય તબક્કામાં કુલ મળીને 25.74 કરોડ રૂપિયાનું રેકોર્ડબ્રેક દાન મળ્યું છે. હજુ આજે ઓનલાઇન દાન તેમજ દાનપેટીમાંથી નીકળેલા સોના-ચાંદીના ચઢાવાની ગણતરી થશે. આથી દાનની રકમ હજુ વધી જશે.
ભરૂચ: હાઈ ટેન્શન લાઈન નાંખવાની કામગીરીનો ખેડૂતો દ્વારા વિરોધ કરવામાં આવ્યો. પાવર ગ્રીડ કોર્પોરેશન અને જેટકો દ્વારા કામગીરીથી જમીનને નુકસાનીનો દાવો છે. ખેડૂતોની જમીનને નકારાત્મક અસર થતી હોવાનો આક્ષેપ કરાયો. તાત્કાલિક ધોરણે કામગીરી અટકાવવા અંગે માગ કરાઈ. કામગીરી બંધ નહીં કરાય તો આંદોલન કરવાની ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી.
બનાસકાંઠા: આવતીકાલે બનાસ બેંકમાં ચૂંટણી યોજાશે. ચેરમેન અને વાઈસ ચેરમેન પદ માટે ચૂંટણી થશે. ચાર માસ અગાઉ ટર્મ પૂર્ણ થઈ પણ વિવાદોના કારણે ચૂંટણી ન થઈ. ચૂંટણી પૂર્વે ભાજપ પ્રદેશ ઉપ પ્રમુખ કૌશલ્ય કુંવરબાએ લીધી સેન્સ. પાલનપુરના ચડોતરમાં કમલમ ખાતે 18 ડિરેક્ટર્સની સેન્સ પ્રક્રિયા થઇ.
રાજકોટ : ટીઆરપી ગેમઝોન અગ્નિકાંડનો મામલામાં સસ્પેન્ડેડ ડેપ્યુટી ચીફ ફાયર ઓફિસર ભીખા ઠેબાની જામીન અરજી રદ થઇ છે. સેશન્સ કોર્ટે ભીખા ઠેબાની જામીન અરજી રદ કરી છે.
કચ્છમાં વધુ એક વખત ભૂકંપના આંચકા અનુભવાયા છે. 1:59 કલાકે 2.8 ની તીવ્રતાનો આંચકો અનુભવાયો છે. ભૂકંપનું કેન્દ્રબિંદુ રાપરથી 12 કિમી દૂર હોવાનું સામે આવ્યુ છે.
રોકાણના નામે રાજ્યભરમાં 6 હજાર કરોડના કૌભાંડનો કેસમાં BZ ગ્રુપ સાથે સંકળાયેલા 6 આરોપીઓ કોર્ટની શરણે પહોંચ્યા છે. પકડાયેલા 6 આરોપીઓએ જેલ મુક્ત થવા માટે અરજી કરી છે. વિશાલ ઝાલા, દિલીપ સોલંકી, આશિક ભરથરીએ અરજી કરી છે. સંજય પરમાર, રાહુલ રાઠોડ, રણવીર ચૌહાણે અરજી કરી છે. તમામ આરોપીઓ BZ ગ્રુપમાં વિવિધ જગ્યાએ કામ કરતા હતા. 5 આરોપીઓના જામીન અંગે રાજ્ય સરકારે વિરોધ કર્યો છે.
બનાસકાંઠા: ફરી એકવાર શિક્ષક હેવાન બન્યો છે. વિદ્યાર્થીના અક્ષર સારા ન હોવાથી ઢોર માર માર્યો હોવાનું સામે આવ્યુ છે. ભાભરના રૂની ગામની દેરિયાવાળા પ્રા. શાળાનો આ બનાવ છે. આચાર્ય ચિંતન પટેલે વિદ્યાર્થીને ઢોર માર માર્યાનો આરોપ છે. વિદ્યાર્થીને સોટીથી ફટકાર્યાની વાલીએ પોલીસ ફરિયાદ નોંધાવી છે.
કેન્દ્ર શાસિત પ્રદેશ દીવમાં ફરી એકવાર સિંહ જોવા મળ્યો છે. સામાન્ય રીતે સિંહનો વસવાટ ગીરના જંગલમાં હોય છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી સિંહનું એક જૂથ દિવમાં દેખાયું છે. દિવના જંગલ વિસ્તારમાં સિંહની લટાર કેમેરામાં કેદ થઈ છે. શિકારની શોધમાં ફરતા સિંહના આટાફેરાથી સ્થાનિકોમાં ભય ફેલાયો છે.
રાજકોટ: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની બી.ફાર્મની સેમેસ્ટર-3ની પરીક્ષામાં છબરડો સામે આવ્યો છે. એક જ પરીક્ષાના બે ઓનલાઈન પરિણામથી વિદ્યાર્થીઓ અસમંજસમાં મુકાયા. 4 ડિસેમ્બરે પરીક્ષાના નવા ઓનલાઈન પરિણામમાં પાસ થયેલા વિદ્યાર્થીઓ પણ નાપાસ થયા. 21 જુલાઈએ આપેલા પરિણામમાં તમામ વિદ્યાર્થીઓ પાસ થયા હતા. બીજી વાર આ જ પરીક્ષાનું પરિણામ જાહેર કરાયું જેમાં 3 વિદ્યાર્થી નપાસ થયા. પાસ થયેલા 3 વિદ્યાર્થીનું બીજી વખત પરિણામ નપાસ આવતા અસમંજસ ઊભી થઇ.
Published On - 12:02 pm, Fri, 6 December 24