
આજે 05 સપ્ટેમ્બરના શુક્રવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
મહેસાણાના ધરોઈ ડેમમાંથી સાબરમતી નદીમાં 25000 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. રાત્રે 10 વાગે 25000 ક્યુસેક પાણી છોડાયું છે. ધરોઈ જળાશય ઉપરવાસમાં ભારે વરસાદની શક્યતાને પગલે, સાવચેતીના ભાગરૂપે ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે. ભારે વરસાદની આગાહીના પગલે પાણીની આવકની શક્યતા રહેલી છે. વરસાદી પાણીની આવકની શક્યતા વચ્ચે પાણી છોડાયું. હાલમાં ડેમની જળ સપાટી 618.48 ફૂટ છે. પાણી છોડવામાં આવતા સાબરમતી નદીના કાંઠા વિસ્તારો ધરાવતા 9 જિલ્લાના કલેક્ટરને લેખિત જાણ કરાઈ છે.
મહિસાગર નદીમા અજંતા હાઈડ્રો પાવરમાં ફસાયેલા પાંચ વ્યક્તિમાંથી એક વ્યક્તિનીનો મૃતદેહ મળ્યો છે. એનડીઆરએફ તેમજ બરોડાથી અને અમદાવાદથી આવેલ ફાયર વિભાગની ટીમને મળી મોટી સફળતા છે. છેલ્લા 24 કલાકથી ભારે જહેમતથી કરી રહ્યા હતા શોધખોળ .અંતે એક વ્યક્તિનીનો મળ્યો મૃતદેહ છે. છેલ્લા 24 કલાકથી જિલ્લાના ઉચ્ચ અધિકારી સહિત જિલ્લા પોલીસવાળા પણ ખડે પગે છે. ગોધરાના રણછોડપુરાના નરેશકુમાર લક્ષ્મણભાઈ સોલંકીનો મૃતદેહ મળી આવ્યો છે. નરેશભાઈ સોલંકી વાયરમેન તરીકે કામ કરતા હતા.
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનની તબિયત લથડતા તેમને મોહાલીની ફોર્ટિસ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. છેલ્લા બે દિવસથી બીમાર રહેલા મુખ્યમંત્રી પૂરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત પણ લઈ શક્યા ન હતા. આજે યોજાનારી કેબિનેટ બેઠક પણ આ કારણોસર મુલતવી રાખવામાં આવી હતી.
દ્વારકામા જગત મંદિર ઉપર ડ્રોન કેમેરો ઉડતુ હોવાનુ દ્વારકા પોલીસને જાણવા મળ્યું હતું. દ્વારકા મંદિર પોલીસે તાત્કાલિક જગત મંદિર પર ઉડતા ડ્રોનનો પીછો કરી ઝડપી પાડ્યું હતું. ગોધરાના કોઈ અજાણ્યા શખ્સે ડ્રોન ઉડાડ્યું હોવાનું સામે આવ્યું છે. જગત મંદિર આસપાસ ડ્રોન કેમેરો ઉડાડવા પ્રતિબંધ પર છે.
બોરીવલી જતી ટ્રેનમાં એક મુસાફર કિંમતી સામાન સાથેની એક બેગ ટ્રેનમાં જ ભૂલી ગયા હતા. આ બેગ ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષકના હાથ લાગતા તેમણે ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરને શોધીને લેપટોપ સહિત આશરે 2 લાખની કિંમતની ચીજવસ્તુ ભરેલ બેંગ પરત કરી હતી.
ટ્રેન નંબર 09208 માં, કોચ નંબર A/1, બર્થ નંબર 30 પર મુસાફરી કરતા મુસાફર સંદીપ પંડ્યા, જે અમદાવાદથી બોરીવલી જઈ રહ્યા હતા, પોતાની કાળી બેગ ટ્રેનમાં ભૂલી ગયા હતા. આ બેગ ફરજ પર કાર્યરત ઉપ મુખ્ય ટિકિટ નિરીક્ષક (Dy CTI) શકીલ અહમદને તપાસ દરમિયાન મળી હતી. તેમણે તાત્કાલિક કાર્યવાહી કરીને બેગ સુરક્ષિત રીતે મુસાફર સંદીપ પંડ્યાને પરત આપી. મુસાફર સંદિપ પંડ્યા દ્વારા ટ્રેનમાં જ ભૂલી જવાયેલ બેગમાં રખાયેલ કિંમતી સામગ્રી, જેમાં એક લેપટોપ તથા અન્ય કિંમતી વસ્તુઓ હતી, જેની અંદાજિત કિંમત લગભગ રૂપિયા 2 લાખ હતી, તે સલામત રીતે પરત સોપાઈ હતી.
આજે ભાદરવી પૂનમના મેળાનો પાંચમો દિવસ છે. મેળાના પાંચમા દિવસે અંબાજી ખાતે 7.57 લાખ શ્રદ્ધાળુઓ એ માં અંબાના દર્શન કર્યાં છે. પાંચમા દિવસે મંદિરના શિખરે 546 ધજાઓ ચડી છે. મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રસાદ તરીકે મોહનથાળના 3.35 લાખ પેકેટનું વિતરણ થયું છે. મંદિર ટ્રસ્ટને વિવિધ કાઉન્ટર ઉપર થી રૂપિયા 42.46 લાખની આવક થવા પામી છે.
મેળા દરમિયાન આ સમાચાર લખાય છે ત્યા સુધીમાં 30 લાખ જેટલા શ્રદ્ધાળુઓ અંબાજી પહોચ્યા છે.
જૂનાગઢની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલનો વધુ એક વીડિયો વાયરલ થતા, કલેકટરે એક ખાસ તપાસ સમિતિની રચના કરી છે. સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટના અધ્યક્ષસ્થાને રચાયેલ કમિટીમાં બાળ સુરક્ષા અધિકારી, ડેપ્યુટી મ્યુ. કમિશનર, જિલ્લા પોલીસ વડા, શિક્ષણ વિભાગના અધિકારીની નિમણૂક કરવામાં આવી છે. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલની હોસ્ટેલમાં એક વિદ્યાર્થીને અન્ય વિદ્યાર્થીઓએ ભેગા થઈને માર મારતા હોવાનો વીડિયો વાયરલ થયો હતો. આવો જ વધુ એક વીડિયો વાયરલ થયો હોવાનું કહેવાય છે. ત્યાર બાદ આ સમિતિનું ગઠન કરવામાં આવ્યું છે. આ ઘટના માં તમામ સગીર વયના વિધાર્થી હોય જુવેનાઇલ એક્ટ મુજબ તમામના જવાબ લેવામાં આવશે. સ્કૂલ સંચાલક તેમજ હોસ્ટેલ સંચાલકનો જવાબ લેવામાં આવશે.
સુરેન્દ્રનગરના થાનગઢ શહેરમાંથી રૂપીયા 500ની નકલી ચલણી નોટો સાથે યુવક ઝડપાયો છે. ખાખરાળી ચોકડી નજીકથી શંકાસ્પદ રીતે હિલચાલ કરતા યુવકને ઝડપીને આકરી પુછપરછ હાથ ધરાતા નકલી ચલણી નોટનું કૌભાંડ બહાર આવ્યું છે. આરોપી આશીષ મોરી નામના યુવકના પાસેથી રૂપીયા 500 ના દરની 97 નોટ મળી આવી છે. આરોપીએ પ્રાથમિક તપાસમાં કબુલાત આપી કે તે થાનગઢ બજારમાં અલગ અલગ વેપારી પાસે ડુપ્લીકેટ નોટો વટાવતો હતો. પોલીસ એ આરોપીને ઝડપી પુછપરછ હાથ ધરી કે આરોપી ડુપ્લીકેટ નોટ કયાથી લાવ્યો અને આજ દિવસ સુધી કેટલી આવી નકલી ચલણી નોટ વટાવી છે.
સરદાર સરોવર નર્મદા ડેમમાંથી સાંજે 5 કલાકે, 4,06,592 ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જો કે સરદાર સરોવર નર્મદા ડેમમાં, પાણીની આવક 4,90,146 ક્યુસેક છે. આ સાથે સરદાર સરોવર નર્મદા ડેમની જળ સપાટી 136.10 મીટરે પહોચી ગઈ છે. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે. આ વર્ષે અત્યાર સુધીમાં સરદાર સરોવર નર્મદા ડેમમાં 91.46 % પાણીનો જથ્થો સંગ્રહાયેલો છે. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી નર્મદા કેનાલમાં 24007 ક્યુસેક પાણીની જાવક થઈ રહી છે.
અમદાવાદ બ્લાસ્ટ કેસ મામલે હાઇકોર્ટમાં ચાલતી પ્રક્રિયામાં વીડિઓ કોન્ફરન્સ-ઓનલાઈન માટેની અપીલ સુપ્રીમ કોર્ટે ફગાવી દીધી છે. હવે ગુજરાત હાઇકોર્ટમાં નિયમિત રીતે ચાલશે અમદાવાદ બ્લાસ્ટ કેસ. સંબધિત કેસમાં VC દ્વાર અનેક મામલે જોખમ ઉભું થવાની શક્યતા હોવાનું સુપ્રીમ કોર્ટે ઠરાવ્યું છે. દોષિત દ્વારા ફાંસીની સજા પર ચાલતી પ્રક્રિયામાં વકીલ દ્વારા ઓનલાઈન જોડાવવા માટે મંજૂરી આપવા થઈ હતી અરજી. અમદાવાદ બ્લાસ્ટમાં 56 લોકોના મોત થયા હતા અને 246 લોકોને થઈ હતી ઇજા. હાઇકોર્ટના ન્યાયાધીશ અને સાક્ષીઓને નુકસાન હોવાની પણ સોલિસિટર જનરલએ વ્યક્ત કરી હતી ભીતિ. બ્લાસ્ટ કેસના આરોપીઓને વિશેષ કોર્ટે સંભળાવી છે ફાંસીની સજા. 38 દોષિતોને ફાંસીની ઐતિહાસિક સજા સામે હાઇકોર્ટમાં ચાલી રહી છે કાર્યવાહી. ફાંસીની કન્ફર્મેશન પર હાઇકોર્ટે ડે ટુ ડે કેસ ચલાવવાનો લીધો છે નિર્ણય. સમગ્ર પ્રક્રિયા ઑનલાઇન ન કરવામાં આવતા સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો નિર્ણય.
ભારતીય હવામાન વિભાગે જાહેર કર્યું નાવકાસ્ટ જાહેર કરીને 19 જિલ્લામાં વરસાદની આગાહી કરી છે. આગામી 3 કલાક રાજ્યમાં હળવાથી ભારે વરસાદની વકી હોવાનું હવામાન વિભાગે જણાવ્યું છે. ઉત્તર, પૂર્વ અને દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ વરસશે. ગુજરાતના 19 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે. જેમાં બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, વડોદરા, ભરૂચ, તાપી, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી, અમરેલી ભાવનગરનો સમાવેશ થાય છે.
રાજકોટમાં પૂર્વ ધારાસભ્ય પોપટ લાખા સોરઠીયાની હત્યા કેસના આરોપી અનિરુદ્ધસિંહ જાડેજાના સમર્થનમાં મળ્યું ક્ષત્રિય સંમેલન. રાજકોટના સાંસદ પરશોત્તમ રુપાલા વિરુદ્ધ ચાલેલા ક્ષત્રિય આંદોલનના ચહેરા કરણસિંહ ચાવડા, પી.ટી.જાડેજા આજના સંમેલનમાં ઉપસ્થિત રહ્યા હતા. ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો ઉપસ્થિત રહ્યા. ગુજરાત સરકાર અનિરુદ્ધસિંહની સજા માફી કરે તેવી ઉઠી માંગ. અનિરુદ્ધસિંહ જાડેજાએ 18 વર્ષ જેલ સજા ભોગવી છે. તમામ પ્રક્રિયા પૂર્ણ કરીને સજા માફી આપવામાં આવી છે. સરકારની કમિટી માફી આપે તેવી માંગ કરી. મહત્વનું છે કે અનિરુદ્ધસિંહ જાડેજાને હત્યા કેસમાં થયેલી આજીવન કેદની સજા માફી હાઇકોર્ટે રદ્દ કરી હતી. સુપ્રિમ કોર્ટે પણ હાઇકોર્ટના ચુકાદાને ગ્રાહ્ય રાખીને 18 તારીખ સુધીમાં સરેન્ડર થવા આદેશ કરાયો છે.
અંકલેશ્વરના મીરાનગરમાં ગણેશ પંડાલમાં અશ્લીલ ડાન્સનો મામલે પોલીસે આકરી કાર્યવાહી કરી છે. ધાર્મિક લાગણી દૂભાયાની ફરિયાદના આધારે, પોલીસે ત્રણ આયોજકની ધરપકડ કરી છે. અંકલેશ્વર GIDC પોલીસે આયોજકો વિરુદ્ધ ગુનો દાખલ કર્યો હતો. સત્યમ શર્મા, બ્રિજેશ મોર્યા અને રોશન શાહે ધરપકડ બાદ માફી માંગી હતી. ગણેશ ઉત્સવ સમિતિએ ધાર્મિક લાગણી દુભાવવા મામલે વિરોધ નોંધાવ્યો હતો.
વડોદરાના શિનોરમાં અનસૂયા માતાજી મંદિર સુધી નર્મદાના નીર આવી પહોચ્યાં છે. શિનોર વહીવટી તંત્ર દ્રારા સાવચેતીના ભાગરૂપે અનસૂયા માતાજી મંદિરે આવેલ પથારા સહિત દુકાન ધારકોને દુકાનો ખાલી કરવા સૂચના અપાઈ છે. માતાજી મંદિર પાસે આવેલ તમામ દુકાનો ખાલી થઈ છે.
સુરત દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને પગલે ઉપરવાસમાંથી પાણીની નોંધપાત્ર આવક થઈ છે. જેના પગલે, ઉકાઈ ડેમમાંથી 1.63 લાખ ક્યુસેક પાણી છોડાયું છે. વીયર કમ કોઝવે 9.63 મીટરની સપાટીથી ઓવરફ્લો થયો છે. તાપી નદીના રોદ્ર સ્વરૂપના આકાશી દૃશ્યો સામે આવ્યા. ડક્કા ઓવરો અને નાવડી ઓવારાના આકાશી દ્રશ્યો સામે આવ્યા. ડક્કા ઓવારા નજીક આવેલું મંદિર અને કૃત્રિમ તળાવ પણ પાણીમાં ગરકાવ થયું છે.
સુરત જિલ્લામાં ધોધમાર વરસાદને પગલે જિલ્લાની નદીઓમાં ઘોડાપૂર વહી રહ્યાં છે. જિલ્લાની મોટા ભાગની નદીઓ થઈ છે બે કાંઠે. સલામતીના ભાગરૂપે સુરત જિલ્લા પોલીસ દ્વારા અપીલ કરાઈ છે. ગણેશ વિસર્જન દરમિયાન નદીઓમાં ગણપતિ વિસર્જન કરતી વેળા સાવચેતી રાખવા કરાઇ અપીલ. નદીઓમાં પાણીની ભારે આવક થઈ છે ત્યારે કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે કરાઇ અપીલ. વિસર્જન સ્થળો ઉપર સાવચેતીના ભાગરૂપે પૂરતો પોલીસ બંદોબસ્ત પણ મુકાશે. કામ વગર નદીઓમાં ન ઉતરવા જિલ્લા પોલીસની સલાહ. કૃત્રિમ તળાવમાં ગણેશ વિસર્જન કરવા જિલ્લા પોલીસની અપીલ. હવામાન વિભાગ દ્વારા હજુ પણ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. નદીઓના જળ સ્તરમાં હજુ પણ વધારો થઈ શકે છે.
પરિસ્થિતિને પહોંચી વળવા જિલ્લા પોલીસ સજ્જ થઈ છે.
છોટાઉદેપુરના સંખેડા તાલુકાનું કાંટેશ્વર ગામ રોડ માર્ગે બન્યું સંપર્ક વિહોણું. કંટેશ્વર ગામની ફરતે ઢાઢર નદીનું પાણી વહી રહ્યું છે. ઢાઢર નદીનું પાણી ખેતરોમાં પણ ઘૂસ્યું છે. કંટેશ્વર ગામ એ સંખેડાને જોડે છે. ગામથી એક કિમી દૂર સુધી ઢાઢરના પાણી ફરી વળ્યાં છે. ગામમાં આવવા કે જવા માટનો બીજો કોઈ માર્ગ નથી. સંખેડા તરફથી કાંટેશ્વર જવા માટે પાણી ઉતારવાની ગામના લોકો રાહ જોઈ રહ્યાં છે.
દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે કરુણ બનાવ બન્યો છે. નળુ ગામમાં ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો હતો. અદલવાડા ડેમમાં ગણપતિ વિસર્જન કરવા જતા યુવક ડૂબ્યો હતો. નળુ ગામનો રણજીત બાબુભાઈ બારીયા નામનો યુવક પાણીમાં ગરકાવ થયો હતો. દેવગઢબારિયા ફાયર વિભાગે વહેલી સવારે શોધખોળ હાથ ધરી હતી. વહેલી સવારથી જ યુવકના પરિવારજનો તેમજ પોલીસ ઘટના સ્થળે. પોલીસે લાશને પીએમ અર્થે મોકલી વધુ તપાસ હાથ ધરી.
પંચમહાલ: ગોધરામાં રખડતા શ્વાનનો આતંક જોવા મળી રહ્યો છે.રખડતા શ્વાને 8થી 10 લોકો પર હુમલો કર્યો. બાળકો, મહિલા અને યુવકોને શ્વાને બચકાં ભર્યા. ઈજાગ્રસ્તોને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.
પંચમહાલઃ કાલોલ GIDCની ખાનગી કંપનીમાં દુર્ઘટના બની છે. ગરમ પાણીનો વાલ્વ ખુલી જતાં 5 કામદાર દાઝ્યા છે. ઇજાગ્રસ્તોને ગોધરા સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. ખાનગી કંપનીમા ગરમ પાણીથી ડ્રમ ધોવાની કામગીરી દરમિયાન ટાંકીનો વાલ્વ ખુલી જતા ગરમ પાણી કામદારોના શરીર ઉપર પડતા દાઝી જવાની બની ઘટના છે.
અમદાવાદના માધુપુરા ક્રિકેટ સટ્ટા કેસમાં મુખ્ય આરોપી હર્ષિત જૈનની SMCએ દુબઈથી ધરપકડ કરી છે. હર્ષિત પર રૂ. 2,323 કરોડના સટ્ટાકાંડનો આરોપ છે અને તેણે દુબઈના મીના બજારમાં રહી આ નેટવર્ક ચલાવતું હોવાનું ખુલ્યું છે. હર્ષિત જૈન વિરુદ્ધ લૂકઆઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી અને SMCએ તેની વિરુદ્ધ કાર્યવાહી ઝડપી બનાવી હતી. વર્ષ 2023માં PCBએ માધુપુરા વિસ્તારમાં દરોડા પાડી સટ્ટાકાંડના ભાંડો ફોડી કાઢ્યો હતો. ત્યારપછી કેસની તપાસ SMCને સોંપવામાં આવી હતી. અત્યાર સુધીમાં કુલ 36 આરોપીઓની ધરપકડ થઈ ચૂકી છે અને જણાવવામાં આવી રહ્યું છે કે કરોડોના સટ્ટાકાંડમાં હજુ વધુ ખુલાસાઓ થવાની સંભાવના છે.
બનાસકાંઠાના અંબાજી ખાતે ચાલી રહેલા ભાદરવી પૂનમના મેળામાં આજે પાંચમો દિવસ છે અને ભક્તોનો ઘોડાપૂર જોવા મળ્યો છે. મેળાને હવે માત્ર બે દિવસ બાકી છે. પૂનમના દિવસે ચંદ્રગ્રહણ હોવાથી મંદિર બપોરે 12:30 કલાકે બંધ કરવામાં આવશે અને ત્યારબાદ શ્રદ્ધાળુઓ ધજા રોહણ કરી શકશે નહીં. સાંજના પાંચ વાગ્યા સુધી જ ભક્તો જાળીમાંથી દર્શન કરી શકશે, ત્યારપછી મંદિર દર્શન માટે સંપૂર્ણપણે બંધ રહેશે. છેલ્લા ચાર દિવસમાં 22.43 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજી મંદિરના દર્શન કર્યાં છે અને મંદિરના શિખર પર 1600 ધજાઓ ચઢાવવામાં આવી છે. તેમજ 2.85 લાખથી વધુ ભક્તોએ નિઃશુલ્ક ભોજનનો લાભ લીધો છે અને 15 લાખ જેટલા પ્રસાદના પેકેટોનું વિતરણ કરવામાં આવ્યું છે. આ મેળામાં મંદિર ટ્રસ્ટને કુલ 1.47 કરોડ રૂપિયાની આવક થઇ છે.
હિમાચલ પ્રદેશઃ કુલ્લુમાં આકાશી આફત જોવા મળી રહી છે. ફરી એકવાર સર્જાઇ વાદળ ફાટવાની ઘટના બની છે. વાદળ ફાટતા અચાનક આવ્યું પૂર. પૂરના પાણી ફરી વળતા રહીશોમાં અફરાતફરી જોવા મળી રહી છે.
વડોદરા જિલ્લાના ડભોઈના ચાંદોદમાં નર્મદા નદી ફરીથી બે કાંઠે વહેતી જોવા મળી રહી છે, કારણ કે નર્મદા ડેમમાંથી 4.50 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. જેના કારણે મલ્હારરાવ ઘાટના 92 પગથિયા પાણીમાં ગરકાવ થયા છે અને નર્મદા નદીની જળ સપાટી ધીમી ગતિએ સતત વધી રહી છે. હાલના પરિસ્થિતિને ધ્યાનમાં રાખી તંત્ર દ્વારા ડભોઈ તાલુકાના ચાંદોદ, કરનાડી, નંદેરીયા અને ભીમપુરા જેવા ગ્રામ્ય વિસ્તારોમાં એલર્ટ જાહેર કરવામાં આવ્યો છે. ચાલુ સિઝનમાં આ ત્રીજીવાર છે જ્યારે ચાંદોદ ખાતે નર્મદા નદી બે કાંઠે વહે છે. આ સાથે ચાંદોદ પંથકમાં રાત્રિથી ધોધમાર વરસાદ ચાલુ છે અને ઉમા સોસાયટી તથા અંબિકા સોસાયટીમાં પાણી ભરાઈ ગયા છે.
રાજ્યમાં થયેલી વરસાદી આગાહી મુજબ દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં નોંધપાત્ર વરસાદ ખાબક્યો છે. સુરત જિલ્લાના ઉમરપાડા તાલુકામાં સૌથી વધુ 8.11 ઇંચ વરસાદ નોંધાયો છે. તેના પછી પંચમહાલના જાંબુઘોડામાં 6.89 ઇંચ, છોટાઉદેપુરના બોડેલીમાં 6.46 ઇંચ અને પાવીજેતપુરમાં 5.71 ઇંચ વરસાદ નોંધાયો છે. ભરૂચ તાલુકામાં 5.39 ઇંચ, નેત્રંગમાં 5.35 ઇંચ અને અંકલેશ્વરમાં 4.96 ઇંચ વરસાદ પડ્યો છે. રાજ્યના કુલ 12 તાલુકાઓમાં 4 ઇંચથી વધુ, 26 તાલુકાઓમાં 3 ઇંચથી વધુ અને 49 તાલુકાઓમાં 2 ઇંચથી વધુ વરસાદ થયો છે, જ્યારે કુલ 97 તાલુકાઓમાં 1 ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના કુલ 195 તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ પડ્યો છે.
સંયુક્ત રાષ્ટ્રમાં ભારતના કાયમી પ્રતિનિધિ પર્વતાનેની હરીશે કહ્યું, “ભારત યુક્રેનની પરિસ્થિતિ અંગે ચિંતિત છે. અમારું માનવું છે કે નિર્દોષ લોકોના જીવ ગુમાવવા અસ્વીકાર્ય છે અને યુદ્ધના મેદાનમાં કોઈ ઉકેલ શોધી શકાતો નથી. ભારતે સતત ભાર મૂક્યો છે કે યુક્રેનમાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવાનો એકમાત્ર રસ્તો વાતચીત અને રાજદ્વારી છે, ભલે આ માર્ગ ગમે તેટલો મુશ્કેલ લાગે. સ્થાયી શાંતિ માટે તમામ હિસ્સેદારોની સંપૂર્ણ ભાગીદારી અને પ્રતિબદ્ધતા અત્યંત મહત્વપૂર્ણ છે. ભારત આ દિશામાં તાજેતરના સકારાત્મક વિકાસનું સ્વાગત કરે છે.”
સુરતઃ માંગરોળના કોસાડી ગામમાં કીમ નદીના પાણી ઘૂસ્યા છે. ભારે વરસાદને પગલે કીમ નદીમાં ઘોડાપૂરની સ્થિતિ જોવા મળી રહી છે. ગામના નિચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થયા. નદીના પાણીનું જળસ્તર વધતા ગ્રામજનો ચિંતામાં મુકાયા.
આજે સવારે 03.16 વાગ્યે અફઘાનિસ્તાનમાં 4.9 ની તીવ્રતાનો ભૂકંપ: રાષ્ટ્રીય ભૂકંપશાસ્ત્રીય કેન્દ્ર
An earthquake of magnitude 4.9 occurred in Afghanistan at 03.16 IST today: National Centre for Seismology pic.twitter.com/jE5wqS2h9d
— ANI (@ANI) September 4, 2025
Published On - 7:38 am, Fri, 5 September 25