જામનગરના સાગરકાંઠા અને ટાપુ વિસ્તારોમાં વેસ્ટ એશિયાની તણાવપૂર્ણ સ્થિતિને પગલે દરિયાઈ સુરક્ષા વધુ સતર્ક કરવામાં આવી છે. ઝિંદ્રા, દંડીકા, મુંડીકા ટાપુ તેમજ સચાણા કોસ્ટલ વિસ્તારમાં મરીન કમાન્ડોની ટીમો દ્વારા પગપાળા અને બોટ મારફતે સઘન પેટ્રોલિંગ હાથ ધરાયું હતું. દરિયાઈ ઘૂસણખોરી અને ગેરકાયદેસર પ્રવૃત્તિઓને અટકાવવા શંકાસ્પદ બોટ, વ્યક્તિઓ અને હિલચાલ પર ચાંપતી નજર રાખવામાં આવી રહી છે. આગામી દિવસોમાં પણ દરિયાકાંઠા અને ટાપુ વિસ્તારોમાં સઘન દેખરેખ ચાલુ રાખવામાં આવશે.
કેપ્ટન સ્મિતના શૌર્ય અને સાહસને બિરદાવતા મોરારી બાપુએ તેમને ₹21 લાખની સન્માન રાશિ અર્પણ કરી છે. હનુમંત કૃપા પ્રસાદ રૂપે આ રકમ આપતા બાપુએ 180 મુસાફરોના જીવ બચાવનાર કેપ્ટન સ્મિતના સાહસિક કાર્યને ‘હનુમંત કાર્ય’ ગણાવ્યું હતું. મોરારી બાપુએ જણાવ્યું કે, કેપ્ટન સ્મિતે પોતાના શૌર્ય અને કર્તવ્યનિષ્ઠાથી સમગ્ર વિશ્વમાં ભારતનું નામ રોશન કર્યું છે.
આજે 05 ઓક્ટોબરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:29 am, Mon, 5 October 26