05 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન, ધાર્મિક સંસ્થાઓ, AMC ઈમારત પર લાગશે સોલાર પેનલ

આજે 05 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

05 નવેમ્બરના મહત્વના સમાચાર : અમદાવાદ શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન, ધાર્મિક સંસ્થાઓ, AMC ઈમારત પર લાગશે સોલાર પેનલ
| Edited By: | Updated on: Nov 05, 2026 | 7:52 AM

LIVE NEWS & UPDATES

  • 05 Nov 2026 07:52 AM (IST)

    અમદાવાદમાં સૌરઊર્જાને પ્રોત્સાહન આપવા AMCનો મોટો નિર્ણય,

    અમદાવાદ શહેરમાં સૌરઊર્જાના ઉપયોગને પ્રોત્સાહન આપવા મહાનગરપાલિકા દ્વારા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. શહેરની ધાર્મિક સંસ્થાઓ તેમજ AMCની ઇમારતો પર સોલાર પેનલ લગાવવામાં આવશે. આ ઉપરાંત સરકારી મકાનો માટે પણ સોલાર પેનલ ફરજિયાત બનાવવાની દિશામાં તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે. નવી નીતિ અંતર્ગત ‘સોલાર નહીં તો BU નહીં’નો અભિગમ અપનાવવામાં આવશે. એટલે કે સોલાર પેનલ લગાવ્યા વિના બિલ્ડિંગ યુઝ (BU) પરવાનગી નહીં મળે. સોલાર પેનલ લગાવવા માટે અત્યાર સુધીમાં 345 ધાર્મિક સંસ્થાઓ દ્વારા અરજી કરવામાં આવી છે, જેમાંથી 200 ધાર્મિક સંસ્થાઓમાં સોલાર પેનલ લગાવવાની કામગીરી પૂર્ણ થઈ ચૂકી છે. આ પહેલથી શહેરમાં સ્વચ્છ ઊર્જાના વપરાશને વેગ મળશે અને વીજળીની બચત કરવામાં પણ મદદ મળશે.

  • 05 Nov 2026 07:48 AM (IST)

    ખાનગી બસ સંચાલકોની લૂંટ સામે ST આશીર્વાદરૂપ, તહેવારોમાં મુસાફરોની પહેલી પસંદ બની સરકારી બસ

    દિવાળીના તહેવારો દરમિયાન ખાનગી બસ સંચાલકો દ્વારા મુસાફરો પાસેથી ઊંચા ભાડાં વસૂલવામાં આવતા ST બસ મુસાફરો માટે આશીર્વાદરૂપ બની છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ તહેવારોમાં વતન જવા માટે મુસાફરોની પહેલી પસંદ સરકારી ST બસ બની છે. મુસાફરોની વધતી સંખ્યાને ધ્યાનમાં રાખીને ST વિભાગ દ્વારા વધારાની બસોની વ્યવસ્થા કરવામાં આવી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત તરફ જવા માટે 2500થી વધુ વધારાની બસો દોડાવવામાં આવી રહી છે. બીજી તરફ, ધારાસભ્ય કિશોર કાનાણીએ મુસાફરોને વધુમાં વધુ સરકારી બસનો ઉપયોગ કરવા અપીલ કરી છે. ST બસની સુવિધાને લઈને સુરતના રત્નકલાકારો અને અન્ય મુસાફરોએ પણ સંતોષ વ્યક્ત કર્યો છે. ખાનગી બસોના ઊંચા ભાડાં વચ્ચે સરકારી બસની સુવિધા સામાન્ય મુસાફરો માટે રાહતરૂપ સાબિત થઈ રહી છે.


  • 05 Nov 2026 07:46 AM (IST)

    દિવાળી પહેલા જનતાને મોંઘવારીનો વધુ એક માર, અદાણી CNGના ભાવ રૂ.100ને પાર

    દિવાળીના તહેવાર પહેલા જ જનતાને મોંઘવારીનો વધુ એક ઝટકો લાગ્યો છે. અદાણી દ્વારા CNGના ભાવમાં ફરી એકવાર વધારો કરવામાં આવ્યો છે. CNGના ભાવમાં પ્રતિ કિલોએ રૂ.2.30નો વધારો ઝીંકવામાં આવતા અદાણી CNGનો નવો ભાવ રૂ.100.77 થયો છે. આ ભાવ વધારા સાથે જ CNGના ભાવ રૂ.100ને પાર પહોંચ્યા છે. CNGના ભાવમાં વધારાની સીધી અસર વાહનચાલકોના ખિસ્સા પર પડશે. ખાસ કરીને CNGથી ચાલતા ઓટો રિક્ષાચાલકોનો ખર્ચ વધશે, જેના પગલે આગામી દિવસોમાં ઓટો રિક્ષાનાં ભાડાંમાં પણ વધારો થવાની શક્યતા છે. આમ, દિવાળીના તહેવાર પહેલા જ મોંઘવારીના વધારાથી સામાન્ય જનતાનું બજેટ ખોરવાઈ શકે છે.

આજે 05 નવેમ્બરને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:43 am, Thu, 5 November 26

Follow Us
Loading...
Unable to load recommendations.