05 ઓગસ્ટના મહત્વના સમાચાર : બાંધકામ તોડી પડાવવાની ધમકી આપીને રૂપિયા 3.50 લાખ પડાવનાર પત્રકાર સામે નોંધાયો ખંડણીનો ગુનો

Gujarat Live Updates આજ 05 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

05 ઓગસ્ટના મહત્વના સમાચાર : બાંધકામ તોડી પડાવવાની ધમકી આપીને રૂપિયા 3.50 લાખ પડાવનાર પત્રકાર સામે નોંધાયો ખંડણીનો ગુનો
| Edited By: | Updated on: Aug 05, 2026 | 9:12 AM

LIVE NEWS & UPDATES

  • 05 Aug 2026 09:11 AM (IST)

    બાંધકામ તોડી પડાવવાની ધમકી આપીને રૂપિયા 3.50 લાખ પડાવનાર પત્રકાર સામે નોંધાયો ખંડણીનો ગુનો

    સુરતમાં બાંધકામ તોડાવી નાખવાની ધમકી આપીને રૂપિયા સાડા ત્રણ લાખ લઈ લેનારા ફરિયાદ પત્રકાર પરવાના પઠાણ સામે ખંડણીની નોંધાઈ છે. લિંબાયત પોલીસ સ્ટેશનમાં ખંડણીનો ગુન્હો નોંધાયો. ફરિયાદીને વર્ષ 2025માં બાંધકામ તોડી દેવાની ધમકી આપી. જે ધમકીના આધારે રૂપિયા 3.50 લાખ પડાવ્યા હતા. રૂપિયા માંગતી વખતે આરોપીએ મકાન માલિકને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. બાંધકામ સ્થળે લોખંડનો સળિયો મુસ્તાકના ગળા પર મૂકીને ધમકાવ્યો હતો.

  • 05 Aug 2026 09:01 AM (IST)

    સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ આપવા સાંસદ, ધારાસભ્ય, ભાજપના શહેર પ્રમુખને, રાજકોટ બાર એસોસિએશને કરી રજૂઆત

    સૌરાષ્ટ્રને હાઇકોર્ટની બેંચ મળે તે માટે રાજકોટ બાર એસોસિએશનને સાંસદ પરશોત્તમ રૂપાલા અને ધારાસભ્ય રમેશ ટીલાળાને રજુઆતો કરી હતી. બે દિવસ પહેલા રાજ્યના મુખ્યમંત્રીને પણ રજૂઆત કરી હતી. વકીલોએ રાજકોટના મેયર શહેર ભાજપ પ્રમુખને પણ આવેદનપત્ર પાઠવી રજૂઆત કરી. સૌરાષ્ટ્રની હાઇકોર્ટની બેંચ મળે તે માટે સાંસદ પરસોતમભાઈ રૂપાલાએ કેન્દ્રીય કાયદામંત્રી અર્જુન રામ મેઘવાળને પત્ર લખ્યો છે. રાજકોટ બાર એસોસિએશન દ્વારા અલગ અલગ રાજકીય અગ્રણીઓનું સમર્થન મળે તે માટેના પ્રયાસો.


  • 05 Aug 2026 08:14 AM (IST)

    CM ભૂપેન્દ્ર પટેલની અધ્યક્ષતામાં યોજાશે કેબિનેટ બેઠક, ખેતી, ચોમાસુ સત્ર, વરસાદથી નુકસાન અંગે થઈ શકે છે ચર્ચા

    મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં આજે સવારે 10.00 વાગ્યે સ્વર્ણિમ સંકુલ 1 ખાતે કેબિનેટ બેઠકનું આયોજન છે. આ બેઠકમાં રાજ્યની પ્રવર્તમાન પરિસ્થિતિ જેવી કે, ભારે વરસાદથી નુકસાની અંગે ચર્ચા કરાશે. વરસાદી સ્થિતિ ઉપર, જળાશયોના જળસ્તર અંગે, પાકના આંકડા પર ચર્ચા કરાશે. ખાતર અને બિયારણ ઉપલબ્ધતાનો કૃષિ વિભાગ દ્વારા અહેવાલ રજૂ થશે. વિધાનસભાના આગામી સત્રની તૈયારી અંગે ચર્ચા.ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને વિકાસ પ્રકલ્પો પ્રગતિની સમીક્ષા. તેમજ સ્વાતંત્ર્ય પર્વની તૈયારીઓ અંગે સમીક્ષા હાથ ધરવામાં આવશે. કોમનવેલ્થ ગેમ્સ મૂદે ચર્ચા થાય તેવી સંભાવના છે. નાયબ મુખ્યમંત્રી ગ્લાસગો ખાતે કોમનવેલ્થ ગેમ્સમાં હાજરી આપીને બેટન અને ધ્વજ લાવ્યા છે તે મુદે ચર્ચા. આગામી કોમનવેલ્થ ગેમ્સના આયોજન મુદે ચર્ચા.

  • 05 Aug 2026 08:04 AM (IST)

    મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ થયો

    મહેસાણાના નુગર ગામના સરકારી ચિલ્ડ્રન હોમમાંથી સગીર ગુમ થતા તંત્રે દોડધામ મચાવી દીધી છે.  દિલ્હીનો 13 વર્ષનો કિશોર સરકારી ચિલ્ડ્રન હોમમાંથી અચાનક લાપતા થઈ ગયો. રાત્રે અઢી વાગ્યે વોચમેનને શૌચાલય જવાનું કહ્યું હતું. શૌચાલય જવાનું કહીને ગયા બાદ પરત ફર્યો નથી. સંસ્થાના કર્મચારીઓએ આજુબાજુના વિસ્તારમાં ભારે શોધખોળ હાથ ધરી. ક્યાંય પત્તો ન મળતા આખરે પોલીસ ફરિયાદ નોંધાવાઈ. મહેસાણા તાલુકા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ આદરી.

  • 05 Aug 2026 08:02 AM (IST)

    ગ્લાસગોથી કોમનવેલ્થ ગેમ્સના ધ્વજ-બેટન સાથે યબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી અમદાવાદ પહોંચ્યા

    નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગ્લાસગોથી અમદાવાદ પરત આવી પહોંચ્યા છે. કોમનવેલ્થ ગેમ્સના ધ્વજ અને બેટન સાથે હર્ષ સંઘવી ભારત ફર્યા. 2030માં કોમનવેલ્થ ગેમ્સનું યજમાન પદ છે અમદાવાદ પાસે. PMએ રમતગમત ક્ષેત્રના બજેટમાં વધારો કર્યો છે. જે દર્શાવે છે તે તેઓ રમતગમત ક્ષેત્રે કેટલા ઉત્સાહી છે. આવનારી કોમનવેલ્થ ગેમ્સ અમદાવાદ માટે ખૂબજ ઐતિહાસિક રહેવાની છે.

  • 05 Aug 2026 07:15 AM (IST)

    કોડીનારના છારા ગામના દરિયામાં બે કિશોર ડૂબ્યા

    કોડીનારના છારા ગામે દરિયામાં બે કિશોર ડૂબ્યા હતા. જેમાંથી એકનો મૃતદેહ મળ્યો છે. જ્યારે બીજાની શોધખોળ હાથ ધરી છે. 17 વર્ષિય ભાવેશભાઈ ચુડાસમાનો મૃતદેહ શાપુરજી કંપની ની જેટી નજીકના દરિયામાંથી મળ્યો હતો. અન્ય કિશોર નિર્મળ હજુ લાપતા છે જેની શોધખોળ હજુ ચાલી રહી છે.

આજે 05 ઓગસ્ટને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

 

Published On - 7:14 am, Wed, 5 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.