મહેસાણાના કડીના થોળમાં 5 વર્ષીય બાળકીનું કંકાલ મળ્યું. ગત શનિવારથી ગુમ પાયલનું શંકાસ્પદ મોત થયું છે. ઘરથી 1 કિલોમીટર દૂર ખેતરમાંથી અવશેષો મળ્યા. કપડાંના આધારે બાળકીની ઓળખ કરાઈ. CCTVમાં બાળકી રોડ કે ખેતર તરફ જતી દેખાઈ હતી. જંગલી પ્રાણીએ બાળકીનો શિકાર કર્યો હોવાની શંકા સેવાઈ રહી છે. અજગર બાળકીને ગળી હોવાની પણ આશંકા સેવાઈ છે. કંકાલનું અમદાવાદ સિવિલમાં ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાયું.
FSL અને DNA રિપોર્ટ બાદ મોતનું કારણ સ્પષ્ટ થશે. મહેસાણાના બાવળુ પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી.
ગીર સોમનાથના વેરાવળમાં રેલવે કોલોનીના જુગારધામ પર LCBનો દરોડો. 2 RPF હેડ કોન્સ્ટેબલ, 3 રેલવે કર્મચારી સહિત 6 ઝડપાયા. રેલવે કર્મચારીના પાડોશીના ક્વાર્ટરમાં ચાલતો હતો જુગારધામ. LCB પશ્ચિમ રેલવે રાજકોટની ટીમે દરોડો પાડ્યો. રૂ.2.15 લાખનો મુદ્દામાલ કબજે કર્યો. રૂ.58,300 રોકડ અને રૂ.1.57 લાખના 6 મોબાઇલ જપ્ત કર્યાં છે. વેરાવળ રેલવે પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.
નેશનલ સેન્ટર ફોર સિસ્મોલોજી (NCS) અનુસાર, આજે સવારે 5:07 વાગ્યે ઇન્ડોનેશિયામાં 10 કિલોમીટરની ઊંડાઈએ 5.2ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
An earthquake of magnitude 5.2 struck Indonesia at 05:07 hours today at a depth of 10 km, according to the National Center for Seismology (NCS). https://t.co/vOXVKt9yqA
— ANI (@ANI) October 4, 2026
આજે 04 ઓક્ટોબરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:19 am, Sun, 4 October 26