
આજે 04 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અંબાજી પંથકમાં ભારે વરસાદ વરસ્યો. બપોર બાદ ધીમી ધારે શરૂ થયેલો વરસાદ સાંજ થતા સુધીમાં ધમાકેદાર એન્ટ્રી કરી હતી. ભારે વરસાદને પગલે અંબાજીના માર્ગો પાણી પાણી થયા છે. બજારોમાં નદીઓ જોવા મળી છે. હાઈવે પાણીમાં ગરકાવ થયા છે. અનેક વાહનચાલકો એને રાહદારીઓ મુશ્કેલીમાં મુકાયા છે. બજારોમાં પણ કેટલીક દુકાનોમાં પાણી ભરાઈ જતા દુકાનો બંધ કરવી પડી હતી. પાછોતરા વરસાદને કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે. ખેડૂતોનો પાક ખેતરમાં લહેરાઈ રહ્યો છે. ત્યારે હાલ પડી રહેલા વરસાદને કારણે ઉભા પાકને નુકસાનીની ભીતિ સેવાઈ રહી છે.
સુરતઃ અડાજણમાં લાંચીયો સબ રજીસ્ટ્રાર ઝડપાયો છે. ACBએ છટકું ગોઠવી લાંચ લેતા રંગે હાથ પકડ્યો. ફરિયાદીને સબ રજિસ્ટ્રાર કચેરી ખાતે પૈસા લઈ બોલાવ્યો હતો. જમીનના દસ્તાવેજમાં વાંધો નહીં કાઢવા 2.5 લાખની લાંચ માગી હતી. ફરિયાદીએ ACBનો સંપર્ક કરતા સબ રજીસ્ટ્રાર ઝડપાયો છે. ACBએ લાંચીયા અધિકારીને ઝડપી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
આણંદના વિદ્યાનગરમાં અસામાજિક તત્વોએ આતંક મચાવ્યોઅને સામાન્ય ઝઘડામાં રહેણાંક વિસ્તારને બાનમાં લીધો છે. વિદ્યાનગર સોસાયટીમાં રખડતાં શ્વાન બાબતે થયેલી બાલાચાલી એટલી ઉગ્ર બની કે લુખ્ખા તત્વોએ લાકડી-દંડા વડે મારામારી કરી 2 વાહનોમાં તોડ ફોડ કરી હતી. આરોપ લાગી રહ્યા છે કે ભાડૂતી ગુંડા બોલાવી આતંક મચાવ્યો હતો. અને પરિવાર પર હુમલો પણ કર્યો ત્યારે વિદ્યાનગરમાં લુખ્ખા તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેવા આરોપ લાગી રહ્યા છે.
સંસ્કારીનગરી વડોદરાના વકીલની દુષ્કર્મના આરોપમાં કરાઇ છે ધરપકડ. યુવતીએ દુષ્કર્મનો આરોપ લગાવતી ફરિયાદ નોંધાવ્યા બાદ ગોરવા પોલીસ એક્શનમાં આવી અને ગણતરીના કલાકોમાં નરાધમ એવા વકીલ કૃણાલ પરમારની ધરપકડ કરી છે. યુવતીના ધરમના ભાઇએ નોકરી માટે આરોપી વકીલ સાથે ઓળખાણ કરાવી હતી. જોકે નોકરીની લાલચે આરોપી વકીલે યુવતીને વારંવાર પોતાની હવસનો શિકાર બનાવી. આખરે હિંમત હારી ગયેલી યુવતીએ ગોરવા પોલીસને જાણ કરતા નરાધમ વકીલનો ભાંડો ફૂટ્યો અને આવ્યો જેલની હવા ખાવાનો વારો. તપાસમાં ખુલાસો થયો છે કે આરોપી વકીલે વિરુદ્ધ અગાઉ તેની જ પત્નીએ ઘરેલુ હિંસાની ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી એડવોકેટ કૃણાલ પરમારની મેડિકલ તપાસ પણ હાથ ધરી હતી. પીડિતા ફેબ્રુઆરી મહિનામાં આરોપીના ત્યાં નોકરીએ લાગી હતી.
ગુજરાતમાં દારૂ લાવવા માટે બુટલેગરોના કીમિયો અપનાવ્યો છે. વલસાડ રૂરલ પોલીસે સુગર ફેક્ટરીના બ્રિજ પાસેથી દારૂનો જથ્થો જપ્ત કર્યો છે.
CNG સિલિન્ડરની અંદર દારૂનો જથ્થો છુપાવ્યો હતો. કારની CNG કીટમાં છુપાવેલા દારૂના જથ્થાનો પર્દાફાશ થયો છે. 1.15 લાખના મુદ્દામાલ સાથે પોલીસે કારચાલકની ધરપકડ કરી છે.
કચ્છઃ રાપરના ચિત્રોડ ગામે તંત્ર દ્વારા ડિમોલિશન ડ્રાઈવ હાથ ધરવામાં આવી છે. જેમા 4 ગેરકાયદે દુકાનો પર બુલડોઝર ફરી વળ્યું છે. હિસ્ટ્રીશીટરો સામે પોલીસે કાર્યવાહી શરૂ કરી છે. સરકારી જગ્યા પર ગેરકાયદે દુકાનો બનાવી હતી. પોલીસ બંદોબસ્ત સાથે આ દુકાનોને જમીનદોસ્ત કરવામાં આવી છે.
મોરબી શહેરમાં સાયકલ ચોરે આતંક મચાવ્યો છે. ધોળે દહાડે ઘરમાંથી સાયકલની ચોરી કરી ફરાર થઈ ગયો. ચોરીની ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. સરદારબાગ વિસ્તારમાંથી સાયકલની ચોરી થઈ હતી. છેલ્લા 15 દિવસમાં સાયકલ ચોરીનો ચોથો બનાવ બન્યો છે. ઉલ્લેખનીય છે કે, આ ચોર મોરબી શહેરમાં અગાઉ પણ સાયકલની ચોરીને અંજામ આપી ચૂક્યો છે. છેલ્લા 15 દિવસમાં તસ્કરે કેનાલ રોડ, સતાધાર પાર્ક, એવન્યુ પાર્ક સહિતના વિસ્તારોમાંથી મોંઘીદાટ સાયકલોની ચોરી કરી હતી. જેના CCTV ફૂટેજ સામે આવ્યા હતા અને હવે સરદાર બાગ વિસ્તારમાં પણ સાયકલની ચોરી કરી તે દ્રશ્યો પણ CCTV કેમેરામાં કેદ થયા. તસ્કર પણ એવી સાયકલોને નિશાન બનાવી રહ્યો છે, જેને લોક ન કર્યું હોય. જેથી તેની સરળતાથી ચોરી કરી શકાય.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે.. અરબી સમુદ્રમાં બનેલું ડિપ્રેશન.. ગુજરાતના દ્વારકાથી લગભગ 240 કિલોમીટર અને પોરબંદરથી લગભગ 270 કિલોમીટર દૂર હતું. પરંતુ, હવે તે વધુ શક્તિશાળી બની શકે છે. અને આવનારા 24 કલાકમાં “સિવિયર સાયક્લોનિક સ્ટોર્મ”નું રૂપ ધારણ કરી શકે છે.. જેવું તે ગંભીર ચક્રવાતનું રૂપ ધારણ કરશે.. તેવું જ તેને ‘શક્તિ’ નામ આપવામાં આવ્યું છે. 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા IMDએ ચેતવણી આપી છે. સૌરાષ્ટ્ર-કચ્છના કાંઠા વિસ્તારોમાં ધોધમાર વરસાદ પડી શકે છે. કાંઠા વિસ્તારોમાં 125 કિમી ની ઝડપે પવન ફુંકાઈ શકે છે.
આણંદઃ વિદ્યાનગરમાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે. રહેણાંક વિસ્તારમાં લાકડી દંડા વડે મારામારી કરી છે. રખડતાં શ્વાનને લઈને થયેલી બોલાચાલી ઉગ્ર બની હતી. ભાડૂતી ગુંડાઓ બોલાવી હુમલો કરાવ્યાનો આરોપ થયો છે. બે વાહનમાં તોડફોડ કરી પરિવાર પર હુમલો કર્યાનો આક્ષેપ થયો છે.
દાહોદ: પરિણીતાએ બાળકો સાથે આપઘાત કરી લેતા ચકચાર મચી ગઈ છે. લીમખેડાના પટવાણ ગામે પરિણીતાએ બે બાળક સાથે આપઘાત કર્યો. પતિ, સાસુ અને સસરા શારીરિક, માનસિક ત્રાસ આપતા હોવાનો આક્ષેપ કરાયો છે. સાસરીયા પક્ષના ત્રાસથી કંટાળીને આપઘાત કર્યો હોવાનો આક્ષેપ કરાયો છે. ટ્રેનની સામે ઝંપલાવી મહિલાએ બાળકો સાથે જીવન ટૂંકાવ્યું છે. ઘટનાની જાણ થતા પોલીસે સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે.
મોરબીઃ હળવદમાં ભાજપ નેતાના પતિએ આપઘાત કર્યો છે. જિલ્લા ભાજપ મહિલા મોરચાના મહામંત્રીના પતિએ આપઘાત કર્યો છે. અગમ્ય કારણોસર ટ્રેન નીચે પડતું મૂકી જીવન ટૂંકાવ્યું છે. હળવદ પોલીસે મૃતદેહ પી.એમ માટે ખસેડ્યો છે. પોલીસે આપઘાતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે.
ભાવનગર: સિહોરમાં નકલી માવો બનાવવાનો પર્દાફાશ થયો છે. દેવગણા ગામેથી નકલી મોળો માવો બનાવતો શખ્સ ઝડપાયો છે. LCBની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે. 30 કિલોથી વધુનો અખાદ્ય માવાનો જથ્થો જપ્ત કરાયો છે. દરોડામાં 29 બોરી અમુલ મિલ્ક પાવડર જપ્ત કરાયો છે. કુલ 1,220 કિલો જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો છે.
બનાસકાંઠા: ડીસાના પમરું ગામે શાળાને વાલીઓએ તાળાબંધી કરી હતી. છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા લોકોમાં રોષ ફેલાયો છે. શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી કરવામાં આવી છે. વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકો પણ ગેટની બહાર રહ્યા છે. આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી છે.
ગીર સોમનાથ: કોડીનારના દૂદાણા ગામે બે હડકાયા શ્વાનનો આતંક સામે આવ્યો છે. અત્યાર સુધી કુલ 9 લોકોને શ્વાને બચકા ભરતા ગામમાં ભયનો માહોલ ફેલાયો છે. લોકોએ લાકડી અને ધોકા લઈ શ્વાનોની શોધખોળ હાથ ધરી છે. એક શ્વાનનું મોત થયુ હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. ઈજાગ્રસ્તોને વેક્સિનેશન માટે કોડીનાર હોસ્પિટલ ખસેડાયા છે. CCTVમાં દેખાય છે કે કેવી રીતે શ્વાન એક વૃદ્ધ પર હુમલો કરી દે છે. જોકે અત્યાર સુધી ગામના 9 લોકોને શ્વાને બચકા ભરતા સમગ્ર ગામમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે. ગામના લોકોએ જાતે જ શ્વાનોને શોધવાની કામગીરી હાથ ધરી છે.
મોરબી: ઘુનડા રોડ પાસે રહેતા સ્થાનિકોએ ચક્કાજામ કર્યો છે. રસ્તા સહિત પ્રાથમિક સુવિધાઓનો અભાવ હોવાની રાવ ઉઠી છે. રંગધરતી સોસાયટી સહિત આસપાસના રહીશોએ વિરોધ નોંધાવ્યો છે. કેનાલ ચોકડી પાસે ચક્કાજામ કરીને લોકોએ વિરોધ કર્યો. મનપા તાત્કાલિક ધોરણે પ્રાથમિક સુવિધાઓ આપે તેવી માગ કરવમાં આવી છે.
કચ્છ: વેલ્ડિંગ કામગીરી દરમિયાન દુર્ઘટના, 2 શ્રમિકોના મોત થયા છે. ઉપરતી નીચે પટકાતા બંને શ્રમિકને ગંભીર ઈજા થઈ છે. ગાંધીધામના પડાણા ગામની રૂદ્રાક્ષ કંપનીનો બનાવ છે. એક શ્રમિકનું સ્થળ પર, બીજાનું સારવાર હેઠળ મોત થયુ છે. શ્રમિકો સેફ્ટી સાધનો વિન કામ કરતા હોવાની ચર્ચા છે.
અમદાવાદ: એરપોર્ટ રોડ પર જાહેરમાં જીવલેણ હુમલાનો બનાવ સામે આવ્યો છે. સોસાયટીમાં લઘુશંકા કરવાની ના પાડતા યુવક પર હુમલો કરાયો. કારમાં આવેલા શખ્સોએ બબાલ કરી છરીથી યુવક પર હુમલો કર્યો. ઈજાગ્રસ્ત યુવકને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયો. પોલીસે અજાણ્યા લોકો સામે ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
ભાવનગર: સિહોરમાં નકલી માવો બનાવવાનો પર્દાફાશ થયો છે. દેવગણા ગામેથી નકલી મોળો માવો બનાવતો શખ્સ ઝડપાયો છે LCBની ટીમે એક શખ્સની ધરપકડ કરી છે. 30 કિલોથી વધુનો અખાદ્ય માવાનો જથ્થો જપ્ત કરાયો છે. દરોડામાં 29 બોરી અમુલ મિલ્ક પાવડર જપ્ત કરવામાં આવ્યો છે. કુલ 1,220 કિલો જથ્થા સાથે પોલીસે આરોપીને ઝડપ્યો છે.
સુરતઃ નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કરાયો છે. અમરોલી વિસ્તારમાંથી નકલી ઘીની ત્રણ ફેક્ટરી ઝડપાઈ છે. અંજની ઇન્ડસ્ટ્રીમાંથી 1.50 કરોડથી વધુનું નકલી ઘી જપ્ત કરવામાં આવ્યુ છે. SOG પોલીસે નકલી ઘીની ફેક્ટરીનો પર્દાફાશ કર્યો છે. બ્રાન્ડેડ ઘીની આડમાં નકલી ઘી વેચતા હતા. પોલીસે 4 આરોપીની પણ ધરપકડ કરી છે.
તહેવારોમાં લોકોના જીવ સાથે ચેડાં થતા હોવાનું સામે આવ્યુ છે.
અમદાવાદ: વસ્ત્રાપુર મધર ડેરી પાસે ધોળા દિવસે ચોરી થઈ છે. 1 લાખ 20 હજારના 59 પાર્સલ અને એક્ટિવાની ચોરી થઈ છે. કુલ 1 લાખ 64 હજારના મુદ્દામાલ સાથે બે આરોપી ફરાર થયા છે. પોલીસે CCTVના આધારે આરોપીઓની શોધખોળ શરૂ કરી છે.
ગુજરાતનું સુગર ફેક્ટરીઓનું સહકારી માળખું સમગ્ર દેશ અને દુનિયામાં વખાણાય છે. પરંતુ ચાલુ વર્ષે એક મહિનો મોડું શરૂ કરવું પડે તેવું વાતાવરણ ઊભું થયું છે. નવસારીની ગણદેવી સહિત ગુજરાતની તમામ સુગરો વાતાવરણના પલટાના કારણે સુગરોનું પીલાણ શરૂ કરી શકી નથી..
ગ્લોબલ વોર્મિંગના કારણે ખેડૂતોની માઠી દશા બેઠી છે. સમયાંતરે વાતાવરણીય ફેરફારોના કારણે ખેત ઉત્પાદન પર સીધી અસર થઈ છે. ચાલુ વર્ષે મેં માસથી શરૂ થયેલી મેઘરાજાની સવારી ઓક્ટોબર મા સુધી ચાલુ રહી છે. વરસાદી માહોલના પગલે શેરડી પકવતા ખેડૂતોની સ્થિતિ કફોડી બની છે. શેરડી આધારિત ગુજરાતનું સહકારી સુગર ફેક્ટરી માળખું પણ વરસાદી માહોલના કારણે મૂંઝવણ મુકાયું છે. દર વર્ષે દશેરા થી શરૂ થતી સુગર ફેક્ટરીઓ રસ્તા ના અભાવે દિવાળી બાદ પણ શરૂ થશે કે નહીં તેની રાહ જોઈને બેઠા છે
સાબરકાંઠા જિલ્લાના પોશીના પંથકમાં વરસાદ વરસ્યો. પોશીના અને આસપાસના વિસ્તારમાં વરસાદી માહોલ જોવા મળ્યો. આંબા મહુડા, આજાવાસ, દાંતીયામાં વરસાદ વરસ્યો છે. ગંછાલી, ગણેર સહિતના ગ્રામ્ય પંથકમાં વરસાદ ખાબક્યો.
સુરત: ચાંદી પડવાના પર્વ પહેલા ફૂડ વિભાગની કાર્યવાહી. ઘારી-ભુસા સહિતના ફરસાણની દુકાનોમાં તપાસ કરાઇ. ફૂડ વિભાગની 11 ટીમ દ્વારા મિઠાઇની દુકાનોમાં તપાસ હાથ ધરાઇ. માવા-ઘારી સહિતના ખાદ્ય પદાર્થોના નમૂના લઇ ચકાસણી હાથ ધરાઇ. ખાદ્ય પદાર્થોમાં ભેળસેળ જણાશે તો કાર્યવાહી કરાશે.
બનાસકાંઠા: ડીસાના પમરું ગામે શાળાને વાલીઓએ તાળાબંધી કરી છે. છેલ્લા 6 મહિનાથી આચાર્યની નિમણૂંક ન થતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. શિક્ષણ વિભાગને રજૂઆત છતાં ઉકેલ ન આવતા શાળાને તાળાબંધી કરવામાં આવી. વાલીઓએ તાળાબંધી કરતા શિક્ષકો પણ ગેટની બહાર રહ્યાં. આચાર્ય કાયમી ન આવે ત્યાં સુધી શાળાને તાળાબંધીની ચીમકી ઉચ્ચારવામાં આવી.
રાજસ્થાનમાં કફ સીરપથી બાળકોના મોત થતા રાજસ્થાનની ઘટનાના પડઘા ગુજરાતમાં જોવા મળ્યા છે. આરોગ્ય પ્રધાન ઋષિકેશ પટેલે તપાસના આદેશ આપ્યા છે. કેન્દ્રની માર્ગદર્શિકા, રાજસ્થાનના રિપોર્ટના અભ્યાસ માટે સૂચના આપી. ગુજરાતમાં કફ સીરપના વેચાણને લઈ તપાસ કરવા આદેશ આપ્યા. આરોગ્ય વિભાગ પાસેથી પ્રધાન ઋષિકેશ પટેલે રિપોર્ટ માગ્યો.
પોરબંદરના રાણાવાવ વિસ્તારમાં આવેલા શિવ ગોરખ એગ્રો સેન્ટર વિરુદ્ધ એક ખેડૂતે નકલી જંતુનાશક દવા પધરાવવાનો ગંભીર આક્ષેપ કર્યો છે, જેમાં ખેડૂતએ દવાનો QR કોડ સ્કેન કરતાં દવા નકલી હોવાનું સામે આવ્યું છે; ફરિયાદ બાદ દવાના નમૂના લેવામાં આવ્યા હતા, છતાં અસરકારક કાર્યવાહી ન થતા ખેડૂતોએ જિલ્લા ખેતીવાડી અધિકારી પાસે રજૂઆત કરી હતી, જેના આધારે નાયબ વિસ્તરણ અધિકારીને તાત્કાલિક તપાસના આદેશ આપવામાં આવ્યા છે.
ભાજપના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે બાબુભાઈ બોખીરીયાની નિમણૂંક કરવામાં આવી છે. પૂર્વ કેબિનેટપ્રધાન અને પૂર્વ ધારાસભ્ય બાબુભાઈ બોખીરીયાની નિમણૂંક કરાઇ. ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય પરિષદના સભ્ય તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
કચ્છના ગાંધીધામના પડાણા ગામે રુદ્રાક્ષ કંપનીમાં બોઈલર બ્લાસ્ટ થવાની ગંભીર ઘટના સામે આવી છે, જેમાં એક શ્રમિકનું મોત થયું અને ત્રણને ઇજા પહોંચી છે, પરંતુ દુર્ઘટના પછી પણ લેબર ડિપાર્ટમેન્ટ દ્વારા કોઈ તપાસ ન કરવામાં આવવી અને જવાબદાર સામે કાર્યવાહી ન થવી એ સિસ્ટમની નિષ્ક્રિયતા દર્શાવે છે; આવા અકસ્માતો અટકાવવા પૂર્વ કચ્છમાં ધમધમતા ઔદ્યોગિક એકમો સામે કડક કાયદેસર કાર્યવાહી જરૂરી બની છે.
જગદીશ વિશ્વકર્મા ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ બન્યા છે. ગાંધીનગર કમલમ ખાતે જગદીશ વિશ્વકર્માએ પદભાર સંભાળ્યો છે. સર્વાનુમતે જગદીશ વિશ્વકર્માને પાર્ટી પ્રમુખ જાહેર કરવામાં આવ્યા છે.
ભાજપના ટોચના નેતાઓ અને કાર્યકરોની ઉપસ્થિતિ આ સમયે જોવા મળી. કેન્દ્રીય ચૂંટણી ઇન્ચાર્જ કે. લક્ષ્મણ, પ્રદેશ પ્રભારી ભૂપેન્દ્ર યાદવની હાજરી રહી. CM, સંગઠન મંત્રી રત્નાકર અને સી.આર. પાટીલની ઉપસ્થિતિ જોવા મળી.
જૂનાગઢ: માંગરોળના દરિયામાં તોફાની કરંટ જોવા મળ્યો. માંગરોળ બંદર પર લગાવાયું 3 નંબરનું સિગ્નલ. દરિયાકાંઠા વાવાઝોડાની અસર થઇ શકે.આગામી 3 દિવસ માછીમારો માટે ચેતવણી જાહેર કરાઇ. માછીમારોને દરિયો નહીં ખેડવા અપાઇ સૂચના. માછીમારી કરવા ગયેલા લોકોને નજીકના બંદરે જવા સૂચના અપાઇ.
જામનગર: ધ્રોલના રોજીયા ગામે યુવકે આપઘાત કર્યો. 24 વર્ષીય યુવકે બાવની નદીમાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું. સ્થાનિકો અને ફાયર ટીમે મૃતદેહ બહાર કાઢ્યો. યુવકના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. પોલીસ દ્વારા આપઘાતના કારણ અંગે તપાસ હાથ ધરાઇ છે.
જૂનાગઢના આણંદપુર પાસે આવેલા ઓઝત નદી પરના પુલની સ્થિતિ ચિંતા વધારી રહી છે. ઘણા સમયથી આ પુલની હાલત બિસ્માર છે અને સમગ્ર પુલ ખાડાઓથી ભરેલો હોવાથી વિકાસના દાવાઓ પોકળ સાબિત થાય છે. સ્થાનિકો માટે પુલ પરથી પસાર થવું અત્યંત જોખમભર્યું બની ગયું છે. રસ્તાની ખરાબ હાલત અને ઊંડા ખાડાઓને કારણે કોઈપણ સમયે ગંભીર અકસ્માત સર્જાઈ શકે છે. આ મુદ્દા પર લોકો વારંવાર તંત્રને રજૂઆત કરી ચુક્યા છે, છતાં હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી. પુલના જર્જરિત સંચાલન અંગે લોકોએ કોન્ટ્રાક્ટર અને સંબંધિત તંત્ર સામે ભારે રોષ વ્યક્ત કર્યો છે અને તાત્કાલિક ધોરણે પુલનું સમારકામ કરવામાં આવે તેવી જોરદાર માંગ ઉઠી રહી છે. સ્થાનિક લોકો કહે છે કે જો તાત્કાલિક પગલાં નહીં લેવાય તો તેઓ આંદોલનની ચીમકી પણ આપી શકે છે.
રાજકોટ શહેરમાં બેફામ ડમ્પરો લોકોનો ભોગ લઇ રહ્યા છે. 5 દિવસમાં આ બીજો ગમખ્વાર અકસ્માતનો બનાવ બન્યો છે. ડમ્પર ચાલક ખોટી સાઇડમાં આવ્યો અને પછી, કેટલાક વાહનો અને લોકોને અડફેટે લીધા. સ્થાનિકોનું કહેવું કે, ડમ્પર ચાલક 80-90ની સ્પીડમાં હતો. તેમજ તે નશામાં હોવાની પણ ચર્ચા છે. 5 દિવસ પહેલા પણ કોઠારિયા રોડ પર ડમ્પરની અડફેટે એક વ્યક્તિનું મોત થયું હતું. જેને લઇ લોકોમાં ભય છે.
અરબ સાગરમાં સર્જાયેલા ‘શક્તિ’ વાવાઝોડા અંગે ચિંતા વધતી જાય છે. હાલ વાવાઝોડું પશ્ચિમ દિશા તરફ ફંટાઈ રહ્યું છે અને લગભગ 13 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે આગળ વધી રહ્યું છે. તેની સ્થિતિ મુજબ, આ વાવાઝોડું હાલ દ્વારકાથી લગભગ 420 કિ.મી. અને પોરબંદરથી 480 કિ.મી. દૂર છે. હવામાન વિભાગના અનુમાન પ્રમાણે, આગામી 12 કલાકોમાં આ વાવાઝોડું વધુ તીવ્ર સ્વરૂપ ધારણ કરી શકે છે અને તે પશ્ચિમ તેમજ દક્ષિણ-પશ્ચિમ દિશામાં આગળ વધશે. આવતા દિવસોમાં 100 થી 110 કિ.મી. પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની સંભાવના છે, જેના કારણે ગુજરાતના કાંઠા વિસ્તારોમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં ભારે વરસાદ પડી શકે છે. હવામાન વિભાગે 6 ઓક્ટોબર સુધી માછીમારોને દરિયો ન ખેડવા કડક ચેતવણી આપી છે. તંત્રએ તાત્કાલિક અસરથી સાવચેતીના પગલા લેવાની અપીલ કરી છે.
કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ છત્તીસગઢના બે દિવસના પ્રવાસે છે. તેઓ શનિવારે (4 ઓક્ટોબર) બસ્તર દશેરા કાર્યક્રમમાં હાજરી આપશે. શાહની બસ્તરની મુલાકાતના બે દિવસ પહેલા જ, બીજાપુર જિલ્લામાં 103 નક્સલીઓએ આત્મસમર્પણ કર્યું.
ગુજરાત ATSએ વધુ એકવાર ડ્રગ્સની ફેક્ટરી ઝડપી. સંઘપ્રદેશ દમણ અને વાપીમાં ATSએ વલસાડ SOG તેમજ દમણ પોલીસ સાથે મળી સંયુક્ત દરોડા પાડ્યા અને 30 કરોડથી વધુનું 5.9 કિલો મેફેડ્રોન ડ્રગ્સ ઝડપી પાડ્યું.. આ સાથે જ 300 કિલોથી વધુનું રૉ-મટિરિયલ અને ડ્રગ્સ બનાવવાના સાધનો પણ ઝડપ્યા.આ સાથે ગુજરાત ATSએ મોહન પાલીવાલ નામના આરોપીની ધરપકડ કરી. જ્યારે મેહુલ ઠાકોર અને વિવેક રાય નામના આરોપીઓની સંડોવણી પણ ખૂલી છે. જેમની શોધખોળ હાથ ધરાઈ.
વાપી: નેશનલ હાઈવે પાસે સલવાવમાં ભંગારના 4 ગોડાઉનમાં ભીષણ આગ લાગી. ભંગારના ગોડાઉનમાં લાગેલી આગ વધુ પ્રસરી. અન્ય ગોડાઉન પણ આવ્યા આગની ઝપેટમાં આવ્યુ.આગ પ્રસરતા ફાયર બ્રિગેડે મેજર કોલ જાહેર કર્યો. વલસાડ, વાપી સહિતની ફાયરની 4 ટીમ ઘટનાસ્થળે પહોંચી. આગ પર કાબૂ મેળવવા ભારે જહેમત ઉઠાવવી પડી.સદનસીબે કોઈ ઈજા કે જાનહાનીના અહેવાલ નહીં
આગ લાગવા પાછળનું કારણ અકબંધ છે.
ગુજરાતને નવા ભાજપ પ્રદેશ પ્રમુખ મળી શકે છે. આ જાહેરાત ગાંધીનગરમાં થઈ શકે છે.
Published On - 7:40 am, Sat, 4 October 25