04 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે, જસદણ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા થતી ખનિજ ચોરી પકડી પાડી

Gujarat Live Updates આજ 04 ઓગસ્ટના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

04 ઓગસ્ટના મહત્વના સમાચાર : રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે, જસદણ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા થતી ખનિજ ચોરી પકડી પાડી
| Updated on: Aug 04, 2026 | 9:08 AM

LIVE NEWS & UPDATES

  • 04 Aug 2026 09:08 AM (IST)

    રાજકોટ રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે, જસદણ તાલુકા ભાજપના પ્રમુખ દ્વારા થતી ખનિજ ચોરી પકડી પાડી

    રાજકોટના રેન્જ આઇજી નિલિપ્ત રાયની ટીમે જસદણ નજીક દરોડા પાડતા રાજકીય ખળભળાટ મચી ગયો છે. નિલિપ્ત રાયની ટીમે જસદણ તાલુકાના દેવપરા ગામમાં ખનીજ ચોરી ઝડપી પાડી છે. જસદણ તાલુકા ભાજપના પ્રમુખ ચંકિત રામાણી દ્રારા ખનીજ ચોરી થતી હોવાનું સામે આવ્યું. પોલીસે ટ્રેકટર, ચકરડી સહિત કુલ 27 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે. સમગ્ર મામલે ખાણ ખનીજ વિભાગને જાણ કરવામાં આવી.

  • 04 Aug 2026 08:25 AM (IST)

    ગુજરાતમાં છેલ્લા 24 કલાકમા 109 તાલુકામાં નોંધાયો વરસાદ,સૌથી વઘુ કપરાડામાં અઢી ઈંચ

    ગુજરાતમાં સોમવાર સવારના 6 વાગ્યાથી મંગળવાર સવારના 6 વાગ્યા સુઘીના વિતેલા 24 કલાકમાં, 109 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ વરસાદ વલસાડ જિલ્લાના કપરાડામાં 64 મિ.મી. નોંધાયો છે. આ સાથે સમગ્ર રાજ્યમાં ચોમાસાનો 69.74 ટકા વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દક્ષિણ ગુજરાતમાં 96.28 ટકા વરસાદ વરસી ચૂક્યો છે.


  • 04 Aug 2026 07:27 AM (IST)

    તાત્કાલિક સરવે કરીને ખેડૂતોને સહાય કરો, ભાજપના સાંસદે કૃષિ પ્રધાનને લખ્યો પત્ર

    સુરેન્દ્રનગરના સાંસદ ચંદુભાઈ સિહોરાએ ભારે વરસાદને લઈને કૃષિ મંત્રીને પત્ર લખી વિશેષ પેકેજ તેમજ તાત્કાલિક રાહત પહોંચાડવા કરી અપીલ. સુરેન્દ્રનગર જિલ્લામાં ભારે વરસાદથી અનેક ખેતરો જળબંબાકાર થયા છે, ત્યારે સાંસદે કૃષિ મંત્રીને પત્ર લખી અને તાત્કાલિક ખેડૂતોને રાહત પહોંચાડવા અને તાત્કાલિક સર્વે કરીએ ને સહાય આપવા કરી માંગણી. તેમજ હાલ ખેતરમાં પાણીઓ ભરાયેલા હોય જેથી તાત્કાલિક તંત્રને કામે લગાડી અને ખેતરોમાંથી પાણીનો નિકાલ કરવા કરી માંગ

  • 04 Aug 2026 07:21 AM (IST)

    મોરબીના ઘુંટુ રોડ પર ઓફિસમાં ચાલતા જુગારધામ પર દરોડા, કોંગ્રેસમાંથી ચૂંટણી લડેલ ઉમેદવાર ઝડપાયો

    મોરબીના ઘુંટુ રોડ પર રાધે કોલ એન્ટરપ્રાઇઝની ઓફિસમાં ચાલતા જુગારધામ પર બોર્ડર રેન્જ ક્રાઇમ ટીમે દરોડા પાડ્યા છે. જગદીશભાઈ ભગવાનજીભાઈ અઘારા, શૈલેષભાઈ ઉર્ફે કાળુભાઈ પ્રભુભાઈ શનારીયા, યોગેશભાઈ લક્ષ્મણભાઈ પટેલ અને કોંગ્રેસના આગેવાન અને ગત મનપા ચૂંટણીમાં કોંગ્રેસમાંથી ઉમેદવારી કરી ચૂકેલા જયેશભાઈ શાંતીલાલ કાલરીયા ઝડપાયા છે. રૂ. 1.85 લાખની રોકડ અને ગાડી મોબાઈલ અને બાઇક સહિત કુલ રૂ. 5.24 લાખનો મુદ્દામાલ જપ્ત. મોરબી તાલુકા પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધાયો.

આજે 04 ઓગસ્ટને મંગળવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:13 am, Tue, 4 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.