આજે 04 એપ્રિલને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
વડોદરા: સયાજીગંજ વિસ્તારમાં મહિલાએ યુવકને માર માર્યાની ઘટના સામે આવી છે. મહિલા પુરુષને માર મારતી હોવાનો વીડિયો વાયરલ થયો છે. અજાણ્યા કારણોસર મહિલાએ એક યુવકને મેથીપાક ચખાડ્યો છે. મહિલાએ યુવકને સરાજાહેર લાફા ઝીંકતા લોકો એકઠા થયા હતા. મારા ઘરે ફોન કેમ કરતો હતો કહીને યુવતીએ યુવકને લાફા ઝીંક્યા. યુવક યુવતીને ફોન કરીને હેરાન કરતો હોવાનો પણ આક્ષેપ કરાયો છે. લોકોએ એકઠા થઈને સમગ્ર મામલો થાળે પાડ્યો છે. પોલીસે વાયરલ વીડિયો મામલે તપાસ હાથ ધરી છે.
સુરત: SOGએ વધુ એક બોગસ ડૉક્ટરનો પર્દાફાશ કર્યો છે. માંગરોળના નવાપુરા GIDCમાં આરોપી ક્લિનિક ચલાવતો હતો. ધોરણ 12 ભણેલો આરોપી કોઈપણ ડિગ્રી કે મંજૂરી વગર ક્લિનિક ચલાવી રહ્યો હતો. આરોપીએ ક્લિનિકમાં ઇલાજ માટે 2 બેડની સુવિધા કરી હતી. પોલીસે દવા સહિતનો મુદ્દામાલ કબજે કરી આરોપીને પકડી પાડ્યો છે. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આરોપી સામે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
મરીન ટાસ્ક ફોર્સ, જામનગર દ્વારા વેસ્ટ એશિયામાં અમેરિકા-ઈરાન વચ્ચેની તંગ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને દરિયાઈ સુરક્ષા વધુ મજબૂત બનાવવાની જરૂરિયાત ઉપર ભાર મૂકાયો છે. આતંકવાદી ઘટના બને ત્યારે તાત્કાલિક સમયગાળો કટોકટીપૂર્ણ અને હાઇ એલર્ટનો હોવાથી તે ખૂબ જ અગત્યનો ગણાય છે. હાઇ એલર્ટ બાદની સામાન્ય બનેલી પરિસ્થિતિ દરમિયાન પણ પૂરતી તકેદારી રાખવી વધુ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. જેથી ભવિષ્યમાં કટોકટી ટાળી શકાય. આ હેતુસર જામનગર જિલ્લાના જોડીયા બંદર, બાલાચડી, સચાણા શીપ બ્રેકીંગ યાર્ડ અને સચાણા જેટી સહિત સમગ્ર કોસ્ટલ વિસ્તારમાં સુરક્ષા વધુ કડક કરવામાં આવી છે. મરીન ટાસ્ક ફોર્સના અધિકારીઓ અને મરીન કમાન્ડો દ્વારા સંયુક્ત રીતે સઘન કોસ્ટલ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ દરમિયાન ફૂટ પેટ્રોલિંગ કરીને શંકાસ્પદ વ્યક્તિઓ, બોટ, લેન્ડિંગ પોઇન્ટ, ફિશિંગ સેન્ટર અને અવવારૂ સ્થળોની સઘન ચકાસણી કરવામાં આવી .
સુરતઃ હોટલ-રેસ્ટોરન્ટ બહાર પનીરના પોસ્ટર લગાવવાનું શરૂ થયુ છે. શુદ્ધ અને એનાલોગ પનીરના ઉપયોગ અંગે બેનર લાગ્યા છે. સરકારે કરેલા સૂચનનો અમલ શરૂ થયો છે. સુરતના રેલવે સ્ટેશન પાસે આવેલા રેસ્ટોરન્ટમાં બેનર લાગ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં કયા પનીરનો ઉપયોગ થાય છે તે જણાવતા બેનર લાગ્યા છે.
ઘણી રેસ્ટોરન્ટમાં બેનરો લગાવવામાં આવ્યા છે. ગ્રાહકને કયું પનીર જોઈએ છે તે ગ્રાહક નક્કી કરી શકશે. સરકારે દરેક રેસ્ટોરન્ટને પનીર અંગે ગ્રાહકને જાણ કરતા બેનર લગાવવાના આદેશ કર્યા છે.
આંધ્રપ્રદેશના ચિત્તુર જિલ્લાની પુગનૂર ગાય હવે તાપી જિલ્લાના વ્યારામાં આવી છે. જોતા જ કુતૂહલ જગાવતી આ ગાય વિશ્વભરમાં સૌથી નીચી હાઈટ ધરાવતી ગાય છે.. પણ આ નાનકડી અમથી ગાયની હાઈટ પર ન જતાં કેમકે તે સાધારણ ગાય કરતાં ઘણી ગુણકારી છે. અંદાજે 3 ફૂટ જેટી હાઈટ ધરાવતી આ ગાયનો નિભાવ ખર્ચ પણ ઓછો આવે છે. પુગનૂર ગાયનું પાલન કરનાર પશુપાલકનું કહેવું છે કે હાઈટ નાની હોવાના લીધે દેખાવમાં અત્યંત સુંદર અને દરેકનું મન મોહી લેતી આ ગાયનું દૂધ સાધારણ ગાય કરતાં વધારે ગુણકારી છે. તેમાં પોષક તત્વો પણ વધારે હોય છે અને પુગનૂર ગાયના દૂધની બજાર કિંમત પણ સાધારણ ગાયના દૂધ કરતાં વધારે મોંઘુ હોય છે.
જામનગર: ધુવાવ ગામે યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો. જૂની અદાવતનો ખાર રાખી 4થી 5 યુવકોએ તેના ઘરે જઇને ધોકા અને પાઇપથી માર માર્યો.
24 વર્ષીય યુવક મોહસિન હાજી ખફી ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયો છે. ઇજાગ્રસ્ત યુવક હાલ સરકારી જી.જી.હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. બનાવની જાણ થતા પંચકોષી-એ ડિવિઝન પોલીસની ટીમ ઘટનાસ્થળે પહોંચી છે. ઇજાગ્રસ્ત યુવકનું નિવેદન નોંધી ફરિયાદ નોંધવા તજવીજ હાથ ધરાઈ છે.
મહીસાગરઃ લગ્નની લાલચે ઠગતી ગેંગનો પર્દાફાશ થયો છે. બાલાસિનોરના યુવક સાથે રૂપિયા અઢી લાખની ઠગાઇ આચરવામાં આવી. રાજસ્થાની યુવતીએ યુવક સાથે ખોટા લગ્ન કરી અઢી લાખ રૂપિયા પડાવ્યા. દોઢ માસ પત્ની તરીકે રહી યુવતી રૂપિયા લઇને ફરાર થઈ ગઈ. બાવલા ગામના યુવકે 4 શખ્સો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાવી. રાજસ્થાની યુવતીએ માતાના મંદિરે યુવક સાથે લગ્ન કર્યા હતા. પીયર ગયા બાદ પરત ન ફરતા લૂંટેરી દુલ્હનનો ભાંડો ફુટ્યો. પૂછપરછ કરતા આરોપીઓએ ખોટા કેસમાં ફસાવાની ધમકી આપી. બાલાસિનોર પોલીસે 4 લોકો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ જાહેર થતા જ રાજકિય પક્ષોનાં આંતરકલહ સપાટી પર આવ્યા છે. નવસારીમાં કોંગ્રેસ ચૂંટણીની તૈયારી કરવાના બદલે વિવાદોમાં સપડાઇ છે. મહાનગર કોંગ્રેસ પ્રમુખના નામની જાહેરાતની સાથે જ વિવાદનો વંટોળ જામ્યો. વાત એવી વકરી કે પ્રદેશ કોંગ્રેસે હસ્તક્ષેપ કરી ફોર્મ્યુલા બનાવી વિવાદને થાળી પાડવા મેદાને આવવુ પડ્યું. તો બીજી તરફ ભાજપ મજબૂતાઈથી કામે લાગ્યું છે અને ચૂંટણી જીતવાની રણનીતિમાં જોડાયું છે. શહેર કોંગ્રેસ પ્રમુખ દીપક બારોટની વરણી થતા કોંગ્રેસી કાર્યકર્તાઓમાં અસંતોષ વ્યાપ્યો. પ્રદેશના બે સભ્ય, નવસારી શહેરના ચાર સભ્યોની કમિટી રચાઇ અને એ કમિટી નવસારી શહેરમાં મહાનગરપાલિકાના ઉમેદવારોની પસંદગી કરશે તેવા પ્રકારનું નિર્ણય લેવાયો. જો કે પ્રદેશની ટીમના હસ્તક્ષેપથી કોંગ્રેસે વિવાદ ઉકેલવા પ્રયાસ કર્યો છે.
AIMIMના રાષ્ટ્રીય અધ્યક્ષ અસરુદ્દીન ઓવૈસીએ આજે અમદાવાદમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીસંદર્ભે બેઠક યોજી હતી. ઓવૈસીએ મીડિયા સમક્ષ જણાવ્યુ કે AIMIM આ ચૂંટણીમાં ઝંપલાવશે. AIMIM અમદાવાદ સહિત 6 મનપામાં ઉમેદવાર ઊભા રાખશે. અમદાવાદ મનપાની ગત ચૂંટણીમાં AIMIMના 7 કોર્પોરેટર જીત મેળવી હતી. રાજ્યભરમાં 332 પાલિકાની બેઠક પર AIMIM ઉમેદવાર ઉતારશે. 29 તાલુકા પંચાયત, 18 જિલ્લા પંચાયતની બેઠક પર AIMIM ચૂંટણી લડશે.
આ તકે ઓવૈસીએ ગુજરાતમાં UCC લાગુ થવા પર પ્રતિક્રિયા આપી. ઉત્તરાખંડમાં જે UCC બનાવવામાં આવ્યો એની કોપી છે. હિન્દુ મેરેજ અને ડિવોર્સ એક્ટ બધા પર લાગુ કરી દેવાયો છે. 16 ટકા આદિવાસીઓ જો બાકાત હોય તો UCC કેવી રીતે ગણી શકાય. UCCમાં લીવ-ઇન રિલેશનશિપના નિયમને લઈ ઓવૈસીએ નિશાન સાધ્યું છે. લગ્ન વગર સંબંધો બનાવવા એ કેવી રીતે યોગ્ય છે. તેમણે કોંગ્રેસને પણ સવાલ કર્યો કે તે કેમ UCC મામલે વિરોધ નથી કરતી.
વડોદરા: પાદરામાં બુટલેગરો બેફામ બન્યા છે. SMCનો બાતમીદાર કહીને રીક્ષા ચાલક પર હુમલો કર્યો હતો. 6 જેટલા શખ્સોએ રીક્ષા ચાલકને ઢોર માર માર્યો.
રીક્ષા ચાલકની 1 તોલાની સોનાની ચેઈન અને રોકડની લૂંટ ચલાવી. પોલીસ કંઈ નહીં બગાડી લે તેવી ધમકી આપ્યાનો પણ આરોપ કરાયો છે. રીક્ષા ચાલકને ગંભીર ઈજાઓ થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યો છે.
સાબરકાંઠા: ગાયને રાજ્યમાતા દરજ્જો આપવાની માગ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ કરી છે. ઇડરના મૂડેટી ખાતેનાં કાર્યક્રમમાં સદાનંદ સરસ્વતીજીએ આ સૂચન કર્યુ હતુ. ગૌરક્ષા અંગે રાજ્ય સરકારે કરેલા પ્રયાસોને શંકરાચાર્યએ બિરદાવ્યા. ગુજરાતનાં મુખ્યમંત્રીએ પદ સંભાળતા ગૌરક્ષા માટે નાણાં ફાળવ્યા. રાજ્ય માતાનો દરજ્જો મળશે તો ગાયને વધુ સન્માન મળશે.
સાબરકાંઠામાં ઇડરના મૂડેટી ખાતે ભગવાન યાજ્ઞવલ્ક્ય વેદ તત્વજ્ઞાન યોગાશ્રમ ટ્રસ્ટ દ્વારા કાર્યક્રમ આયોજિત કરાયો હતો. જેમાં વૈદિક ગુરુકુલના નૂતન સંકુલનું મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ઉદ્ઘાટન કર્યું હતુ. આ પ્રસંગે વકતવ્યામાં CM સમક્ષ શંકરાચાર્ય સ્વામી સદાનંદ સરસ્વતીજીએ ગાયને રાજ્ય માતાનો દરજ્જો આપવાની માગ કરી હતી.
સુરત: મનપાની ડમ્પિંગ સાઈટ પર ફરી આગ ભભૂકીં ઉઠી છે. 2 અઠવાડિયા અગાઉ લાગેલી આગ પર સંપૂર્ણ કાબૂ નહીં કરાતા કચરો ઉલેચવાની કામગીરી દરમ્યાન ફરી આગ લાગી. ડમ્પિંગ સાઈટ પર ધુમાડા જોવા મળ્યા હતા. વિપક્ષે અગાઉ કચરાના કૌભાંડનો આક્ષેપ કર્યો હતો. આગ લાગી કે પછી લગાડી તેની તપાસની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, સુરતમાં મનપાની આ ડમ્પિંગ સાઈટ પર અગાઉ પણ આગ લાગી ચૂકી છે. તે અંગે વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે, કચરાના કૌભાંડને છુપાવવા માટે આગ લગાડવામાં આવી છે. જ્યારે મનપા કમિશનરે આગ લાગવા પાછળ ટેકનિકલ કારણ આપ્યું હતું. મહત્વનું છે કે, મનપા દ્વારા એજન્સીને રૂ.231 કરોડમાં કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. પરંતુ, કચરાનો વૈજ્ઞાનિક ઢબે નિકાલ કરવાના બદલે આગ લગાડવામાં આવી હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે. ત્યારે ડમ્પિંગ સાઇટ પર અવારનવાર આગની ઘટનાને લઈ શંકાની સોય એજન્સી સામે ઉઠી રહી છે.
જુનાગઢઃ શાંતેશ્વર વિસ્તારમાં સ્થાનિકોએ બિસમાર રસ્તાને લઈને ચક્કાજામ કર્યો. બિસ્માર રસ્તા સામે સ્થાનિકોએ રસ્તા રોકો આંદોલન કર્યુ. સ્થાનિકોએ રોડ પર પથ્થર મુકી ચક્કાજામ કર્યો. પાણી અને વીજલાઈનના કામ માટે રોડનું કામ અટવાયેલું છે. જેના કારણે સ્થાનિકો ત્રણ મહીનાથીહાલાકી ભોગવી રહ્યા છે. આક્રોષિત સ્થાનિકોએ ચક્કાજામ કરતા ભાજપના નગરસેવકો સ્થળ પર દોડી આવ્યા હતા. હાલ સ્થાનિકોએ 15 દિવસનું અલ્ટીમેટમ આપ્યુ. જો 15 દિવસમાં રોડ નહી બને તો આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
શહેરના સયાજીગંજ પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી. મહિલા પુરુષને માર મારતી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો.
વીડિયો એક દિવસ પહેલાંનો હોવાની વિગતો ખૂલી છે. પોલીસ દ્વારા વાયરલ વીડિયો અંગે તપાસ શરૂ કરવામાં આવી છે. ઘટનાની સાચી હકીકત જાણવા પોલીસ તપાસ કરી રહી છે. સમગ્ર મામલે હજુ સુધી સત્તાવાર ફરિયાદ નોંધાઈ કે નહીં તે સ્પષ્ટ નથી.
વડોદરા: એક જ દિવસમાં હુમલાની બે હિંસક ઘટના સામે આવી છે. ડભોઇ તાલુકાના પૂડા ગામમાં યુવક પર હુમલો કરાયો. જેમા બે બાઈક વચ્ચે સર્જાયેલી અકસ્માત બાદ યુવકને માર માર્યો હતો. ઘરે જતાં સમયે યુવકને ડંડા અને હોકીથી માર મરાયાનો આરોપ કરાયો છે. માથાભારે શખ્સોએ જાતી વિષયક ટીપ્પણી કર્યાનો પણ આક્ષેપ છે. એક મહિલા સહિત સાત હુમલાખોરો સામે ફરિયાદ નોંધાઈ છે. પોલીસે ગુનો નોંધી આરોપીઓ વિરુદ્ધ કાર્યવાહી હાથ ધરાઈ છે.
અંબાલાલ પટેલે ખેડૂતો માટે વધુ એક આગાહી કરી છે. આગાહી અનુસાર રાજ્યમાં 7 થી 10 એપ્રિલ વચ્ચે કરા સાથે માવઠા થવાનું અનુમાન છે.
ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ પડી શકે છે. મધ્ય તથા પૂર્વ ગુજરાતમાં છૂટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. સૌરાષ્ટ્રના દરીયાકાંઠાના પ્રદેશમાં માવઠું થવાની શક્યતા છે. પશ્ચિમી વિક્ષેપની દક્ષિણ ગુજરાતમાં વધુ અસર થવાની સંભાવના છે. 15 એપ્રિલ બાદ ઉત્તરોત્તર ગરમીમાં વધારો થશે.
20 એપ્રિલ પછી બંગાળની ખાડીમાં ચક્રવાત સર્જાવાની શક્યતા છે.
ઉત્તર પ્રદેશના લખનઉમાં એક મોટું આતંકી ષડયંત્ર નિષ્ફળ બનાવવામાં આવ્યું છે. ISI હેન્ડલર સાથે જોડાયેલા ચાર આતંકીઓની પોલીસે ધરપકડ કરી છે. આરોપીઓ રેલવે સિગ્નલ બોક્સમાં વિસ્ફોટ કરી ટ્રેન ઉથલાવી દેવાનો પ્લાન બનાવી રહ્યા હતા. તપાસ દરમિયાન ખુલાસો થયો છે કે આરોપીઓએ લખનઉ, ગાજીયાબાદ અને અલિગઢમાં રેકી પણ કરી હતી અને તેઓ પાકિસ્તાની હેન્ડલર્સના સતત સંપર્કમાં હતા. પોલીસે શાકિબ, સરબાજ, વિકાસ અને લોકેશ નામના ચાર આરોપીઓને ઝડપી લીધા છે અને વધુ તપાસ હાથ ધરી છે.
સુરતમાં નાની રેસ્ટોરન્ટ અને લોજમાં LPG ગેસની અછત જોવા મળી રહી છે, જેના કારણે સંચાલકો મુશ્કેલીમાં મુકાયા છે. કોમર્શિયલ ગેસ સિલિન્ડર ન મળતા ઘણા સ્થળોએ કોલસા પર રસોઈ બનાવવાની શરૂઆત કરવામાં આવી છે. સંચાલકોનો આરોપ છે કે કલાકો સુધી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ તેમને LPG સિલિન્ડર મળતા નથી. આ પરિસ્થિતિને કારણે રેસ્ટોરન્ટ અને લોજ સંચાલકો હવે કોલસાનો વિકલ્પ અપનાવવા મજબૂર બન્યા છે. કોલસાનો ઉપયોગ વધતા તેની કિંમતોમાં પણ સતત વધારો નોંધાઈ રહ્યો છે, જેના કારણે સંચાલકો પર આર્થિક બોજો વધ્યો છે અને વ્યવસાય ચલાવવો મુશ્કેલ બની રહ્યો છે.
રાજકોટના મેટોડા વિસ્તારમાં આવેલી GIDCમાં એક કારખાનામાં આગ લાગવાની ઘટના સામે આવી છે. EPP ફેક્ટરી નજીક ખુલ્લામાં પડેલા રબ્બરના વેસ્ટમાં આગ ભભૂકી ઊઠતા આસપાસના વિસ્તારમાં ધુમાડો ફેલાયો હતો. ઘટનાની જાણ થતા જ ફાયરબ્રિગેડની ટીમ પાંચ જેટલા ફાયર ફાઇટર સાથે ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી અને આગ પર કાબૂ મેળવવાની કામગીરી હાથ ધરાઈ હતી.
બનાસકાંઠામાં કોંગ્રેસ પક્ષે પોતાના ઉમેદવારોને લઈને કડક વલણ અપનાવ્યું છે. પક્ષને પોતાના ઉમેદવારો પર પૂરતો ભરોસો ન હોવાની સ્થિતિ વચ્ચે હવે સેન્સ પ્રક્રિયા દરમિયાન ઉમેદવારોના ફોર્મ સાથે બાંહેધરી પત્રક પણ લેવામાં આવશે. આ પત્રક દ્વારા ઉમેદવાર પક્ષ પ્રત્યે વફાદાર રહેવાની ખાતરી આપશે. પક્ષે સ્પષ્ટ કર્યું છે કે જો કોઈ ઉમેદવાર પક્ષપલટો કરશે તો તેના સામે પક્ષાંતધારા હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. અગાઉ કોંગ્રેસમાં થયેલા પક્ષપલટાના બનાવોને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લેવામાં આવ્યો છે, જેથી ભવિષ્યમાં આવી સ્થિતિ ટાળી શકાય.
સાબરકાંઠા જિલ્લામાં ગાયને રાજ્યમાતા તરીકે દરજ્જો આપવાની માગ ઉઠી છે. Swami Sadanand Saraswatiએ ઇડરના મૂડેટી ખાતે યોજાયેલા એક કાર્યક્રમમાં આ મુદ્દે મહત્વપૂર્ણ સૂચન આપ્યું હતું. તેમણે જણાવ્યું હતું કે ગૌરક્ષા માટે રાજ્ય સરકાર દ્વારા કરવામાં આવેલા પ્રયાસો પ્રશંસનીય છે અને ગુજરાતના મુખ્યપ્રધાને પદ સંભાળ્યા બાદ ગૌરક્ષા માટે નાણાં ફાળવ્યા છે. શંકરાચાર્યએ વધુમાં કહ્યું હતું કે જો ગાયને રાજ્યમાતા તરીકે દરજ્જો આપવામાં આવશે તો તેને સમાજમાં વધુ સન્માન મળશે અને ગૌરક્ષા માટે જાગૃતિ વધશે. તેમના આ નિવેદનથી ગાય સંરક્ષણ અંગેની ચર્ચાઓ ફરી તેજ બની છે.
સુરતમાં હોટલ અને રેસ્ટોરન્ટ બહાર પનીર અંગે જાણકારી આપતા પોસ્ટર લગાવવાની શરૂઆત કરવામાં આવી છે. શુદ્ધ અને એનાલોગ પનીરના ઉપયોગ અંગે સ્પષ્ટતા કરતા બેનર હવે ગ્રાહકોને દેખાશે. સરકારના સૂચન અનુસાર આ નિર્ણયનો અમલ શરૂ થયો છે, અને સુરતના રેલ્વે સ્ટેશન નજીક આવેલા અનેક રેસ્ટોરન્ટમાં આવા બેનર લગાવવામાં આવ્યા છે. હોટલ-રેસ્ટોરન્ટમાં કયા પ્રકારનું પનીર વપરાય છે તેની માહિતી હવે ખુલ્લેઆમ આપવામાં આવી રહી છે, જેથી ગ્રાહકોને પારદર્શક માહિતી મળી રહે. શહેરની ઘણી રેસ્ટોરન્ટમાં આ બેનરો લગાવવામાં આવ્યા છે અને ગ્રાહક હવે પોતાની પસંદગી મુજબ પનીર પસંદ કરી શકશે. સરકાર દ્વારા દરેક રેસ્ટોરન્ટને પનીર અંગે સ્પષ્ટ માહિતી આપતા બેનર લગાવવા આદેશ આપવામાં આવ્યા છે, જેથી ખાદ્યપદાર્થોની ગુણવત્તા અંગે જાગૃતિ વધે.
અમદાવાદમાં Asaduddin Owaisiની મુલાકાત રાજકીય રીતે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે. તેમની મુલાકાત દરમિયાન All India Majlis-e-Ittehadul Muslimeen દ્વારા આવનારી સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી માટે મોટી જાહેરાત કરવામાં આવી છે. રાજ્યની 15 મહાનગર પાલિકામાંથી 6 મહાનગર પાલિકામાં AIMIM પોતાના ઉમેદવારો ઊભા રાખશે. અમદાવાદ કોર્પોરેશનની ગત ચૂંટણીમાં AIMIMના 7 કોર્પોરેટર જીત્યા હતા, જેને ધ્યાનમાં રાખીને આ વખતે વધુ વિસ્તરણની રણનીતિ બનાવવામાં આવી છે.
અમદાવાદ નજીક બગોદરા ટોલટેક્સ પાસેથી દારૂની હેરાફેરીનો પર્દાફાશ થયો છે. પોલીસ દ્વારા વાહન ચેકિંગ દરમિયાન એક ટ્રકમાંથી લાખો રૂપિયાનો દારૂ ઝડપાયો હતો. પોલીસે રૂ. 73.26 લાખની કિંમતની કુલ 6660 બોટલો કબ્જે કરી છે. આ સાથે ટ્રક સહિત કુલ 93 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. આ મામલે એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે અન્ય સંડોવાયેલા આરોપીઓને પકડવા માટે પોલીસે તપાસ અને કવાયત શરૂ કરી છે.
સુરતમાં BRTS રૂટના ખોટકાયેલા સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવા કવાયત શરૂ થઈ છે. બસ સેવાને વધુ સુરક્ષિત અને ઝડપી બનાવવા માટે પાલિકાનો પ્રયાસ ચાલી રહ્યો છે. 270 બંધ સ્વીંગ ગેટને ફરી કાર્યરત કરવાની દિશામાં કામગીરી શરૂ કરવામાં આવી છે. મેન્ટેનન્સના અભાવે ઘણા સમયથી સ્વીંગ ગેટ બંધ હાલતમાં હતા. ટ્રાફિક BRTS પ્રોજેક્ટ સેલે રૂ. 2.37 કરોડથી વધુનું ટેન્ડર પ્રસિદ્ધ કર્યું છે. ટેન્ડર અંતર્ગત પાંચ વર્ષ સુધી તેની સંપૂર્ણ જવાબદારી એજન્સીની રહેશે. સ્વીંગ ગેટમાં નવી ટેક્નોલોજીનો પણ સમાવેશ કરવામાં આવશે. ગેટને બળજબરીથી ખોલવાનો પ્રયાસ કરાશે તો તુરંત જ બેલ વાગશે.
ઇરાનમાં અમેરિકા દ્વારા યુદ્ધ દરમિયાન પ્રથમ વખત ગ્રાઉન્ડ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં અમેરિકી કમાન્ડો જમીન પર ઉતરી કાર્યવાહી કરી હતી. લાપતા બનેલા પાયલોટને શોધવા માટે આ ખાસ મિશન ચલાવવામાં આવ્યું હતું, જેમાં એક પાયલોટનું સફળતાપૂર્વક રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે, જ્યારે બીજા પાયલોટની શોધખોળ હજુ પણ ચાલુ છે.
ઇરાને અમેરિકાના 48 કલાકના યુદ્ધવિરામના પ્રસ્તાવને ફગાવતાં તણાવ વધુ વધ્યો હતો. ત્યારબાદ ઇરાન પર અમેરિકા અને ઇઝરાયલ દ્વારા ઘાતક પ્રહાર કરવામાં આવ્યા હોવાનું જણાવવામાં આવ્યું છે. ઇરાનની રાજધાની તહેરાનમાં જોરદાર મિસાઇલ સ્ટ્રાઇક થતાં શહેર હચમચી ગયું હતું. આ હુમલાઓ બાદ લોકોને ભારે ભય ફેલાયો અને નાસભાગ મચી ગઈ હતી. દૂર દૂર સુધી આગના ગોટેગોટા જોવા મળતાં પરિસ્થિતિ ગંભીર બની ગઈ હોવાનું જણાય છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 2027 માટે કાયદા ઘડનારાઓને ૧.૫ ટ્રિલિયન ડોલરના સંરક્ષણ બજેટ માટે વિનંતી કરી છે. આ 40% નો વધારો હશે, જે બીજા વિશ્વયુદ્ધ પછી પેન્ટાગોનના ખર્ચમાં સૌથી મોટો વધારો હશે.
હવામાન વિભાગે આગામી 12 કલાક દરમિયાન રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરી છે. સૌરાષ્ટ્ર સહિત મધ્ય ગુજરાતના વિસ્તારોમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસી શકે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. આ દરમિયાન વીજળીના કડાકાભડાકા સાથે વરસાદ પડવાની સંભાવના છે અને 35થી 45 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. આ બદલાતા હવામાન પાછળ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાયક્લોનિક સર્ક્યુલેશન જવાબદાર હોવાનું જણાવાયું છે.
Published On - 7:22 am, Sat, 4 April 26