03 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભાદરવી પૂનમના મેળાના ત્રણ દિવસમાં જ 10 લાખ માઈ ભક્તોએ મા અંબાના કર્યાં દર્શન

આજે 03  સપ્ટેમ્બરના  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : ભાદરવી પૂનમના મેળાના ત્રણ દિવસમાં જ 10 લાખ માઈ ભક્તોએ મા અંબાના કર્યાં દર્શન
| Edited By: | Updated on: Sep 03, 2025 | 10:34 PM

આજે 03  સપ્ટેમ્બરના  બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 03 Sep 2025 10:26 PM (IST)

    પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ

    પૂર્વ અને પશ્ચિમ અમદાવાદના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે. બાપુનગર, નરોડા, હીરાવાડી, સરસપુર, નિકોલ, ઇસનપુર, મણિનગર સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદ સહિત અનેક વિસ્તારમાં વરસાદી માહોલ સર્જાયો છે. તો પશ્ચિમ અમદાવાદમાં જોધપુર, જીવરાજપાર્ક, સેટેલાઈટ, પ્રહલાદનગર, મેમનગર, નવરંગપુરામાં વરસાદ વરસ્યો છે.

  • 03 Sep 2025 09:43 PM (IST)

    ભાદરવી પૂનમના મેળાના ત્રણ દિવસમાં જ 10 લાખ માઈ ભક્તોએ મા અંબાના કર્યાં દર્શન

    યાત્રાધામ અંબાજી ખાતે ભરાયેલા ભાદરવી પૂનમના મેળાનો આજે ત્રીજો દિવસ છે, હમણાં સુધી 10 લાખ શ્રદ્ધાળુઓએ અંબાજી ખાતે માં અંબાના દર્શન કર્યા છે. માઈ ભક્તોની સુરક્ષા માટે અંબાજી મંદિર પરિસરમાં બૉમ્બ ડિટેક્ટિવ ડિસ્પોઝલ ટીમ તહેનાત છે. ડોગ સ્કોર્ડ દ્વારા અંબાજી મંદિર પરિસરના વિવિધ વિસ્તારોમાં સધન તપાસ હાથ ધરાઈ હતી.

     

     


  • 03 Sep 2025 09:40 PM (IST)

    અમદાવાદની કુખ્યાત ખ્યાતિ હોસ્પિટલના કાર્તિક પટેલને હાઇકોર્ટ દ્વારા મળ્યો ઝટકો

    અમદાવાદની કુખ્યાત બની ચૂકેલ  ખ્યાતિ હોસ્પિટલના  કાર્તિક પટેલને હાઇકોર્ટ દ્વારા ઝટકો મળ્યો છે. કાર્તિક પટેલની જામીન અરજી ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. ખ્યાતિ હોસ્પિટલના કાંડમાં આરોપી કાર્તિક પટેલ જ દર્દીઓ લાવવા દબાણ કરતો હોવાની સરકાર તરફથી હાઈકોર્ટમાં રજૂઆત કરવામાં આવી હતી. સમગ્ર કેસમાં કાર્તિક પટેલની ભૂમિકા મહત્વપૂર્ણ હોવાની પણ રજૂઆત કરાઈ હતી. PMJAY યોજનાનો ગેરલાભ લીધો હોવાની પણ સરકારી વકીલે કોર્ટ સમક્ષ  દલીલ કરી હતી.

     

     

  • 03 Sep 2025 08:58 PM (IST)

    મહેસાણાના લીંચ ગામે મહિલાને રિવોલ્વર બતાવી રૂપિયા 6.5 લાખની કરાઈ લૂંટ 

    મહેસાણામાં ધોળા દિવસે રૂપિયા 6.5 લાખની લૂંટની ઘટના બની છે. મહેસાણાના લીંચ ગામે ખોડિયાર સોસાયટી ખાતે લૂંટની ઘટના ઘટી છે. રિવોલ્વરની અણીએ 4 શખ્સ લૂંટ ચલાવીને ફરાર થઈ ગયા છે. 6.5 લાખની મત્તાની લૂંટ થવા પામી છે. મહેસાણા પોલીસે જિલ્લાભરમાં નાકાબંધી કરવામાં આવી છે. દિકરાને કેનેડા જવાનું હોઇ લૂંટારૂઓ એજન્ટ બનીને આવ્યા હતા. ઘરમાં મહિલા એકલી હતી, પિસ્તોલ બતાવીને લૂંટ કરી હતી. સમગ્ર મામલે લાંઘણજ પોલીસે  તપાસ શરૂ કરી છે.

     

     

     

     

  • 03 Sep 2025 08:53 PM (IST)

    સાંતેજ સુપર સિટી રોડ ઉપર અક્સ્માતમાં 10 – 6 વર્ષના બે બાળકોના મોત

    ગાંધીનગરમાં આવતા સાંતેજ સુપર સિટી રોડ ઉપર અક્સ્માતમાં બે બાળકના મોત થયા છે. પિકઅપવાન ચાલકે મોપેડને અડફેટે લીધુ હતું.  મોપેડ પર સવાર બે બાળકોના ઘટનાસ્થળે જ મોત થયા હતા. જ્યારે મોપેડ ચાલક એવી બાળકોની માતાને ગંભીર ઇજાઓ પહોંચતા  સારવાર અર્થે હોસ્પિટલ ખસેડાઇ છે. મૃત્યુ પામેલા બંને બાળકોની ઉમર 10 વર્ષ 6 વર્ષ હોવાનું સામે આવ્યુ છે. અકસ્માતને લઈ સાંતેજ પોલીસે ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે.

  • 03 Sep 2025 07:20 PM (IST)

    જૂનાગઢમાં ખાનગી હોસ્પિટલમાં પ્રસૂતિ દરમિયાન 6 મહિલાની કિડની ફેલ થવાના કેસમાં 3ની ધરપકડ

    બે વર્ષ પહેલા જૂનાગઢમાં પ્રસૂતિ દરમિયાન કુલ છ મહિલાઓની કિડની ફેલ થવાની ઘટના બની હતી. જેમાથી બે મહિલાઓનું મોત થયું હતું જ્યારે બાકીની ચાર મહિલાઓ આજે પણ ડાયાલિસિસ પર જીવન જીવવા મજબૂર છે. આ મહિલાઓના પરિવારજનો એ ન્યાય માટે માંગ કરી હતી અને ડોક્ટરોને બેદરકારીના આરોપી ઠેરવ્યા હતા. પોલીસે કેસ નોંધી તપાસ હાથ ધરી હતી. હેલ્થ વિભાગે તેની તપાસ કરી હતી, જેના પછી હેલ્થ પ્લસ નામના હોસ્પિટલના ત્રણ સંચાલકો અને બે મહિલા ગાયનેક ડોક્ટરોને જવાબદાર ઠેરવવામાં આવ્યા હતા. હવે બે વર્ષ પછી પોલીસે ત્રણે આરોપીઓને ઝડપી લીધા છે. જ્યારે એક મહિલા ડોક્ટરે પહેલાથી જ જામીન અરજી કરીને જામીન મેળવી લીધા છે અને બીજી એક મહિલા ડોક્ટર ફરાર છે. જૂનાગઢ જ નહીં પરંતુ સમગ્ર ગુજરાતમાં આ ઘટનાથી હડકંપ મચી ગયો હતો. હવે આરોપીઓને ઝડપી લેતા પરિવારજનોને ન્યાય મળવાની આશા વધી છે. ઝડપાયેલા આરોપીઓમાં સલીમ બારેજીયા, જુનેદ પલ્લા અને સોહિલ સમાનો સમાવેશ થાય છે.

     

  • 03 Sep 2025 07:11 PM (IST)

    સોલામાં કેનેડાથી આવેલા પુત્રે, લગ્ન ના કરાવાતા જનેતાની કરી નાખી હત્યા

    અમદાવાદના સોલામાં પુત્રે, જનેતાની હત્યા કરી નાખી છે. કેનેડાથી પરત આવેલ એન્જિનિયરે તેની માતાની લગ્ન બાબતે હત્યા કરી નાખી છે. વ્રજ કોન્ટ્રાકટરે ગત્ત મોડી રાત્રે લગ્ન ના કરાવવાના બાબતે માતા પારુલ બેનને માર માર્યો હતો. સારવાર દરમિયાન માતાનું મોત નિપજ્યું છે. સોલા પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

    હત્યારો પુત્ર વ્રજ 6 વર્ષ કેનેડા હતો અને કોમ્પ્યુટર એન્જિનિયર છે. ઈન્ડિયા આવ્યા બાદ બેકાર હતો અને લગ્ન કરાવી આપવા માટે અવાર નવાર માતા ઉપર દબાણ કરતો હતો. હત્યારો પુત્ર સામાન્ય બાબતમાં દરરોજ ઘરે ઝઘડો કરતો હતો. થોડા દિવસ પહેલા જ હત્યારા વ્રજે, તેની નાની બહેનને પણ માર માર્યો હતો. સોલા પોલીસે હત્યારા પુત્રની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

  • 03 Sep 2025 07:02 PM (IST)

    ભાવનગરની સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટરે કર્યો આત્મહત્યાનો પ્રયાસ

    ભાવનગરની સિવિલ હોસ્પિટલના રેસીડેન્ટ ડોક્ટર જય કુમાર મહાજને પાલીતાણા તાલુકાની પ્રાઇવેટ હોટલમાં આત્મહત્યાનો પ્રયાસ કર્યો છે. સિવિલ હોસ્પિટલમાં આંખના વિભાગમાં પ્રથમ વર્ષના રેસિડેન્ટ ડોક્ટર તરીકે ફરજ બજાવે છે જય કુમાર મહાજન. મેડિકલ કોલેજના ડીનનું કહેવું છે કે, 100 જેટલી ટિકડીઓ ગટગટાવી હોવાનું જાણવા મળ્યું છે. જોકે આત્મહત્યાનો પ્રયાસ શા માટે કર્યો છે તે હજી સુધી બહાર આવી શક્યું નથી. હાલ રેસીડેન્ટ ડોક્ટરની સારવાર સરકારી હોસ્પિટલના સુપર સ્પેશિયાલિસ્ટ વોર્ડની અંદર ચાલી રહી છે.

  • 03 Sep 2025 06:01 PM (IST)

    ફૂડ લાયસન્સ ધરાવતા વ્યાપારી પાસેથી બિલ સાથે જ પનીર ખરીદવા ફુડ એન્ડ ડ્રગ્સ વિભાગની સલાહ

    ફૂડ અને ડ્રગ વિભાગ છેલ્લા 2 વર્ષમાં ઉત્પાદકો અને વ્યાપારીઓ અને હોટેલમાંથી 500 જેટલા સેમ્પલ લેવામાં આવ્યા છે અને લેબોરેટરી ટેસ્ટ કરવામાં આવ્યો છે. લેબ રિપોર્ટ મુજબ ગયા વર્ષે પનીરમાં 30 ટકા સેમ્પલ ધારા ધોરણ મુજબ નહોતા. ચાલુ વર્ષ માં 200 સેમ્પલ પનીરના ટેસ્ટ કર્યા છે. જેમાંથી 20 ટકા સેમ્પલ ધારા ધોરણ (સ્ટાન્ડર્ડ)મુજબ નહોતા જણાયા. રાજ્યમાં પનીરના 20 થી 30 ટકા સેમ્પલ ફેઇલ થઈ રહ્યા છે. પનીરમાં ભેળસેળ કરનાર વ્યાપારીઓ વિરુદ્ધ કડક કાર્યવાહી પણ કરી છે. જેમાં દંડ કાર્યવાહી ચાલુ છે, આ તમામ સામે ફૂડ સેફ્ટી એક્ટ મુજબ શિક્ષાત્મક કાર્યવાહી ચાલુ છે. લોકોએ પનીર નામાંકિત કપની , FSAI લાયસન્સ હેઠળ ઉત્પાદન થયેલા અને ફૂડ લાયસન્સ ધરાવતા વ્યાપારીઓ પાસેથી બિલથી ખરીદવું જોઈએ.

     

  • 03 Sep 2025 05:56 PM (IST)

    આસારામના હંગામી જામીન ગુજરાત હાઈકોર્ટે ના વધાર્યા, 22 સપ્ટેમ્બરે હાથ ધરાશે સુનાવણી

    ગુજરાત હાઇકોર્ટે આસારામ ના હંગામી જામીન ના વધાર્યા. હંગામી જામીન અરજીમાં પડી મુદ્દત. આસારામ પાછા જેલમાં ગયા છે. 22 સપ્ટેમ્બરના રોજ નિયમિત જામીન અરજી પર સુનાવણી હાથ ધરાશે.

  • 03 Sep 2025 05:54 PM (IST)

    ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદ વરસવાની હવામાન વિભાગની આગાહી

    ગુજરાતમાં આગામી 7 દિવસ વરસાદનો દોર રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. આજે ભારે વરસાદની આગાહી નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, ડાંગ, નર્મદા, છોટાઉદેપુર, અરવલ્લી, મહીસાગર, સાબરકાંઠા, દાહોદ, સુરત અને પંચમહાલમાં ભારે વરસાદનું અનુમાન લગાવવામાં આવ્યું છે. તો આવતીકાલે  નર્મદા અને તાપીમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી સાથે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. દક્ષિણ ગુજરાતમાં પણ અતિભારે વરસાદની શક્યતા વ્યકત કરવામાં આવી છે. સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી સાથે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ગુજરાત રિજનમાં રેડ એલર્ટ અને સૌરાષ્ટ્ર રિજનમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે.

     

  • 03 Sep 2025 04:06 PM (IST)

    સુરતમાં 8 ગણેશ પંડાલમાંથી રાત્રીના સમયે ચોરી કરનારા 2 ચોર ઝડપાયા

    સુરતના મહિધરપુરા વિસ્તારમાં આવેલા 8 ગણપતિના પંડાલમાં ચોરીની ઘટના બનવા પામી હતી. રાત્રીના સમયે થયેલ ચોરીને કારણે ગણેશભક્તોની લાગણી દુભાઈ હતી. સુરત ક્રાઈમ બ્રાન્ચે, સીસીટીવીના આધારે ગણેશ પંડાલમાં ચોરી કરાનારાઓને ઝડપી લીધા છે. ઝડપાયેલા બે આરોપીઓમાં આકાશ ગોવિંદ દંતાણી અને સોહિલ સાંઈ દંતાણીને ચોરીના તમામ મુદામાલ સાથે ઝડપી પાડેલ છે.

     

  • 03 Sep 2025 03:21 PM (IST)

    ખોટા પુરાવાઓ સાથે અમૂલ ડેરીના નિયામક મંડળની ચૂંટણી લડનાર મહિલાને ભાજપે પાર્ટીમાંથી હાંકી કાઢ્યા

    અમુલ ડેરી નિયામક મંડળની ચૂંટણીમાં ખોટા પુરાવા ઉભા કરી ઉમેદવારી કરવાના મામલે ભાજપે પેટલાદના મહિલાને પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યાં છે. પેટલાદના સિંહોલના રશ્મિબેન જાદવ સામે આણંદ ભાજપ દ્વારા કરવામાં આવી કાર્યવાહી. નિયામક મંડળની ચૂંટણીમાં ભાજપ દ્વારા અન્ય ઉમેદવારને મેન્ડેડ આપ્યો હોવા છતાં રશ્મિબેન જાદવે ઉમેદવારી નોંધાવી હતી. ટીવી 9 ગુજરાતી ન્યૂઝ ચેનલમા, રશ્મિ બેન જાદવના સમાચાર પ્રસારિત થતા જ, ભારતીય જનતા પાર્ટીમાંથી રશ્મિબેન દિલીપ જાદવને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.

  • 03 Sep 2025 02:40 PM (IST)

    વડોદરા: શેરખી વિસ્તારમાંથી ગૌમાંસ ઝડપાયું

    વડોદરાના શેરખી વિસ્તારમાંથી ગૌમાંસનો જથ્થો ઝડપાયો છે, જે આણંદથી વડોદરાના ગોરવામાં લઈ જવાતો હતો. આરોપી દિલાની કુરેશીએ શંકા ન જાય તે માટે કેસરી ટીશર્ટ અને ગમછો પહેરીને રિક્ષા મારફતે ગૌમાંસ લઇ જતો હતો. SPCA નામની સામાજિક સંસ્થાના કાર્યકર્તાઓએ શેરખી બ્રિજની નીચે આ જથ્થો ઝડપી પાડ્યો હતો અને આરોપીની અટકાયત કરી હતી.

  • 03 Sep 2025 02:39 PM (IST)

    સુરત : પાંડેસરામાં પ્રેમ પ્રકરણમાં યુવકનો આપઘાત

    સુરતના પાંડેસરામાં નાગસેન નગર વિસ્તારમાં રહેતા દીપક સૈન્દા નામના યુવકે પ્રેમ પ્રકરણમાં આપઘાત કર્યો હોવાની પ્રાથમિક માહિતી સામે આવી છે. મૃતકના પરિવારજનોનો આરોપ છે કે યુવકની પ્રેમિકાના પરિવારજનોએ તેને માર માર્યો હતો, જેના કારણે તેણે આત્મહત્યા કરી. પરિવારજનો દ્વારા દોષિતોની ધરપકડની માંગ સાથે મૃતદેહ સ્વીકારવાનો ઈનકાર કરવામાં આવ્યો છે. પાંડેસરા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

  • 03 Sep 2025 12:47 PM (IST)

    આણંદ જિલ્લાના નવાખલ ગામમાં માસુમ દીકરીની હત્યા

    આણંદ જિલ્લાના નવાખલ ગામમાં માસુમ દીકરીની હત્યાના ગંભીર મામલે આરોપી અજય પઢિયાએ દુષ્કર્મ ગુજાર્યાની કબૂલાત આપી છે. આરોપીએ દુષ્કર્મ બાદ બાળકીનું ગળું દબાવી તેની હત્યા કરી અને લાશને મીની નદીમાં ફેંકી દીધી હતી. આંકલાવ પોલીસમથકે અજય પઢિયા સામે દુષ્કર્મ અને હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે.

  • 03 Sep 2025 11:09 AM (IST)

    પંજાબને આપત્તિગ્રસ્ત જાહેર કરાયું, 23 જિલ્લાના 1400 ગામો પૂરગ્રસ્ત

    પંજાબમાં સતત વરસાદ અને પૂરને કારણે પરિસ્થિતિ ગંભીર બની રહી છે. પંજાબના તમામ 23 જિલ્લાના 1400 થી વધુ ગામો પૂરની ઝપેટમાં આવ્યા છે. પરિસ્થિતિને જોતા, પંજાબ સરકારે સમગ્ર રાજ્યને આપત્તિગ્રસ્ત જાહેર કર્યું છે.

  • 03 Sep 2025 11:07 AM (IST)

    સુરતઃ 8 ગણેશ પંડાલમાંથી થઈ ચોરી

    સુરતના મહિધરપુર વિસ્તારમાં આવેલા 8 ગણેશ પંડાલમાંથી એક સાથે ચોરી થતાં ભક્તોમાં રોષ ફાટી નિકળ્યો હતો. બે શખ્સોએ રાત્રિના સમયે પંડાલોમાં ઘૂસી પૂજાના સાધનોની ચોરી કરી હતી. ઘટનાને લઈને સ્થાનિક પોલીસ અને ક્રાઈમ બ્રાન્ચે તપાસ શરૂ કરી છે અને પોલીસ દ્વારા CCTV ફૂટેજના આધારે આરોપીઓને શોધવાના પ્રયાસો શરૂ કરાયા છે. ઘટના અંગે જાણ થતાં ધારાસભ્ય કાંતિભાઈ બલર તથા કોર્પોરેટરો પણ સ્થળ પર પહોંચ્યા હતા અને ભક્તોને શાંતિ જાળવવા અપીલ કરી હતી.

  • 03 Sep 2025 10:54 AM (IST)

    મહેસાણાઃ ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ સેવા કેમ્પોની લીધી મુલાકાત

    મહેસાણા જિલ્લાના ખેરાલુ અને સતલાસણા રોડ પર આવેલા વિવિધ સેવા કેમ્પોની ગૃહ રાજ્યપ્રધાન હર્ષ સંઘવીએ મુલાકાત લઈ જાત નિરીક્ષણ કર્યું હતું. તેમણે અંબાજી ભાદરવી પૂનમના પગપાળા જતા સંઘોની મુલાકાત લીધી હતી અને મોડી રાત્રે યાત્રિકોને મળી તેમનો ઉત્સાહ પણ વધાર્યો હતો. પદયાત્રીઓ માટે સેવા આપતા કેમ્પોનું તેમણે અવલોકન કર્યું અને જરૂરી સુવિધાઓનું અવલોકન કર્યું.

  • 03 Sep 2025 09:29 AM (IST)

    ચીનમાં યોજાઈ રહી છે વિજય દિવસ પરેડ, પુતિન-કિમ સહિત 25 થી વધુ દેશોએ ભાગ લીધો

    ચીનમાં વિજય દિવસ પરેડ યોજાઈ રહી છે. આ પ્રસંગે રશિયાના રાષ્ટ્રપતિ પુતિન અને ઉત્તર કોરિયાના કિમ જોંગ પણ ભાગ લઈ રહ્યા છે. ઉપરાંત, આ પરેડમાં 25 થી વધુ દેશો ભાગ લઈ રહ્યા છે.

  • 03 Sep 2025 09:04 AM (IST)

    રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા

    રાજકોટ શહેરમાં લુખ્ખા તત્વો બેફામ બન્યા છે. કાયદો વ્યવસ્થા અને પોલીસનો કોઈ ડર ન હોય તેમ રાજકોટના ગોંડલ રોડ પર જાહેરમાં મારામારીના દ્રશ્યો સામે આવ્યા છે. ગોંડલ રોડ પર આવેલી પાઉંભાજીની દુકાન નજીક બે શખ્સો યુવકને ધમકાવીને માર મારી રહ્યા છે. હુમલાખોરો હાથમાં છરા અને પાઇપ જેવા હથિયારો લઈને યુવકને માર મારી રહ્યા હતા. દિવસના સમયે અને ભીડભાડવાળા વિસ્તારમાં આ પ્રકારની ઘટના બનતા લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો. આ દ્રશ્યો સ્પષ્ટપણે દર્શાવે છે કે ગુનેગારોને કાયદાનો કોઈ ડર રહ્યો નથી.

  • 03 Sep 2025 08:42 AM (IST)

    મહેસાણાઃ થોળ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત

    મહેસાણાના થોળ વિસ્તારમાં આવેલા રાધાકૃષ્ણ પાંજરાપોળમાં વધુ 7 ગાયોના મોત થતાં અત્યાર સુધી કુલ 27 ગાયાના મોત થયા છે. પાંજરાપોળ થોળ ગામની સીમમાં સર્વે નંબર 2117ની અંદર 3 વીઘા જમીન પર ભાડા પટ્ટે ચાલી રહ્યું હતું, જેમાં ચારેય બાજુ વરંડો અને આગળ પતરા મારેલા હતા. અહીં મહેસાણા મનપા વિસ્તારમાંથી પકડાઈ આવેલી ગાયોને રાખવામાં આવતી હતી. આ મામલે બાવલું પોલીસ સ્ટેશનમાં જાણવાજોગ નોંધ થઇ છે અને મૃત ગાયોના પોસ્ટમોર્ટમ રિપોર્ટ તથા તપાસના આધારે કાર્યવાહી કરાશે. પાંજરાપોળ કોણ ચલાવતું હતું અને કોના નામે હતું, તેની જાણ સ્થાનિક ગ્રામ પંચાયતને પણ ન હતી.

  • 03 Sep 2025 08:33 AM (IST)

    ટ્રેક્ટરમાં ભરેલી પાઇપો કારમાં ઘુસી જતા કારચાલકનું મોત

    મહેસાણાના કડી-છત્રાલ રોડ પર અણખોલ ગામ પાસે એક ગંભીર અકસ્માત સર્જાયો, જેમાં પાઇપો ભરેલી ટ્રેક્ટરની ટ્રોલી પાછળથી એક કાર ઘૂસી જતા કારચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જણાવ્યું જાય છે કે ટ્રેક્ટર પાઇપો ભરીને વળતું હતું અને યોગ્ય સાવચેતી વગર પાછળ લટકતી પાઇપોકારમાં ઘૂસી ગઈ. અકસ્માત પછી ટ્રેક્ટર ચાલક ફરાર થઇ ગયો હતો. શંકા વ્યક્ત થઈ રહી છે કે RTOના નિયમોનું ઉલ્લંઘન કરવાના કારણે અને ટ્રેક્ટરચાલકની બેદરકારીથી આ દુર્ઘટના ઘટી હતી.

  • 03 Sep 2025 07:39 AM (IST)

    મહેસાણા : ટ્રેકટરમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી, એકનું મોત

    મહેસાણા : ટ્રેકટરમાં ભરેલી પાઇપો કારમાં ઘૂસી જતા એકનું મોત થયુ છે. મહેસાણાના કડીથી છત્રાલ રોડ પર આ ઘટના બની છે. છત્રાલથી કાર ચાલક કડી તરફ આવતો હતો.અણખોલ ગામ નજીક ટ્રેક્ટર પાઇપો ભરી વળતું હતું. ટ્રેક્ટરની ટ્રોલી પાછળ ભરેલ પાઇપો પાછળ કાર ઘૂસી. કારની વિન્ડ શિલ્ડ માંથી કાચ તોડી કાર ચાલક સુધી પાઇપો પહોંચી. પાઇપો વાગવાથી કાર ચાલકનું ઘટના સ્થળે મોત થયુ,
    ટ્રેક્ટર ચાલક અકસ્માત બાદ ભાગી છૂટ્યો. ટ્રેક્ટરની ટ્રોલી માં ભરેલ પાઇપો ટ્રોલીની બહાર સુધી હતી. RTO ના નિયમો નેવે મૂકતા ટ્રેક્ટર ચાલકની બેદરકારીથી કાર ચાલકનું મોત થયાની શંકા છે.

  • 03 Sep 2025 07:35 AM (IST)

    અમદાવાદમાં સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3ના મોત

    અમદાવાદઃ સરખેજના સકરી તળાવમાં ડૂબી જતા 3ના મોત થયા છે. ફાયર વિભાગની ટીમે ત્રણેય યુવકોના મૃતદેહ  બહાર કાઢ્યા. નિર્માણધીન તળાવમાં બોટ લઇને ત્રણેય યુવકો પહોંચ્યા હતા. યુવકો AMCના મેલેરિયા વિભાગની બોટ લઇને તળાવમાં ગયા હતા. તળાવના મધ્ય ભાગે બોટ ઉંધી થઇ જતા યુવકો ડૂબ્યા.

Published On - 7:34 am, Wed, 3 September 25