03 મેના મહત્વના સમાચાર : જવાહર ચાવડાએ આપ્યો રાજકીય જવાબ કહ્યું- ઉંદરડાને દિપડો બનાવ્યો હતો, હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધો

Gujarat Live Updates આજ 03 મેના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો..

03 મેના મહત્વના સમાચાર : જવાહર ચાવડાએ આપ્યો રાજકીય જવાબ કહ્યું- ઉંદરડાને દિપડો બનાવ્યો હતો, હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધો
| Edited By: | Updated on: May 03, 2026 | 8:30 AM

LIVE NEWS & UPDATES

  • 03 May 2026 08:30 AM (IST)

    અમદાવાદ જિલ્લાના બગોદરા ટોલનાકા નજીક હીટ એન્ડ રનની ઘટના, 1નુ મોત

    અમદાવાદ જિલ્લાના બગોદરા ટોલનાકા નજીક હીટ એન્ડ રનની ઘટના બની છે. બગોદરા-લિંબડી રોડ પર સર્જાયો ગમખ્વાર અકસ્માત. અજાણ્યો વાહનચાલક બાઈકને ટક્કર મારી થયો ફરાર.
    અકસ્માતની ઘટનામાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. કંપનીથી ઘરે જઈ રહેલાં મીઠાપુર ગામના યુવકનું મોત થયું છે. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે હોસ્પિટલ ખસેડ્યો છે.

  • 03 May 2026 08:28 AM (IST)

    અમદાવાદમાં પ્રેમલગ્નની અદાવતમાં 62 વર્ષના વૃદ્ધ પર હુમલો કરી મોતને ઘાટ ઉતાર્યા

    અમદાવાદમાં જીવરાજ પાર્ક બ્રિજ નીચે વૃદ્ધ પર જીવલેણ હુમલો કરાયો છે. પુત્રના પ્રેમલગ્નની અદાવત રાખી સાસરી પક્ષે હુમલો કર્યો છે. જીવલેણ હુમલામાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત વૃદ્ધનું મોત નીપજ્યુ છે.
    માંદગીમાં પિયર ગયેલી પત્નીને મળવાં જતાં પુત્રને થઈ હતી બોલાચાલી. બોલાચાલીની અદાવત રાખી 5થી 6 શખ્સોએ, પિતાને નિશાન બનાવ્યા હતા. કામ અર્થે ઉભેલા 52 વર્ષીય વૃદ્ધ નટુ પરમાર પર હથિયારથી હુમલો કરવામં આવ્યો હતો. પ્રેમલગ્નમાં અગાઉ સમાધાન થયા બાદ પણ પરિવારે વાળ્યું વેર.


  • 03 May 2026 08:17 AM (IST)

    દિલ્હીના વિવેક વિહાર હાઉસમાં લાગી આગ, 4 લોકોના દાઝી જવાથી થયા મોત, એસીમાં બ્લાસ્ટની શક્યતાએ લાગી હોઈ શકે આગ

    દિલ્હીના શાહદરા જિલ્લામાં આવેલ વિવેક વિહારમાં ચાર માળની ઇમારતમાં ભીષણ આગ લાગવાથી ચાર લોકોના મોત થયા અને 12 લોકો દાઝી ગયા છે. વહેલી સવારે આ આગનો બનાવ બન્યો હતો. ફાયર વિભાગના કર્મચારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા છે અને રાહત અને બચાવ કામગીરી શરૂ કરી છે.

  • 03 May 2026 07:48 AM (IST)

    દાહોદના મુખ્ય માર્ગ પર રખડતાં શ્વાનનો ત્રાસ યથાવત, એક જ દિવસમાં 6 લોકોને બચકા ભર્યા

    દાહોદ શહેરના મુખ્ય માર્ગ પર રખડતાં શ્વાનનો ત્રાસ યથાવત રહ્યો છે. સ્ટેશન રોડ વિસ્તારમાં એક જ દિવસમાં 6 લોકોને રખડતા શ્વાને ભર્યા બચકા. વૃદ્ધ, યુવક તેમજ મહિલાઓને શ્વાને બચકા ભરીને ઈજાગ્રસ્ત કર્યા. ઈજાગ્રસ્તોને સારવાર અર્થે દાહોદ હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.

  • 03 May 2026 07:36 AM (IST)

    જવાહર ચાવડાએ આપ્યો રાજકીય જવાબ કહ્યું- ઉંદરડાને દિપડો બનાવ્યો હતો, હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધો

    પૂર્વ મંત્રી જવાહર ચાવડાએ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો બાદ સાવજ ડેરીના ચેરમેનને નામ લીધા વિના રાજકીય પ્રત્યુતર આપ્યો છે. લુશાળામાં ગર્જના કરતા જવાહર ચાવડાએ કહ્યું, ઉંદરડાને દિપડો બનાવ્યો હતો હવે ફરી દિપડાને ઉંદર બનાવી દીધાનો દાખલો આપ્યો. ​વંથલીની કણઝા સીટ પર ‘આપ’ના ઉમેદવાર પ્રવીણ ચાવડાની ભવ્ય જીત બાદ તેમના ફાર્મ હાઉસ પર આ વિજય સંમેલન યોજાયું હતું. આ પ્રસંગે જવાહર ચાવડાએ પોતાના આગવા અંદાજમાં વિરોધીઓ પર આકરા પ્રહારો કર્યા હતા. તમે જે શાંતિથી અને નિષ્ઠાથી કામ કરી બતાવ્યું છે, તે બદલ આપ સૌને દિલથી અભિનંદન. મહાત્મા અને ઉંદરની માર્મિક વાર્તા કહી સમજાવ્યું કે સત્તા અને અહંકારમાં રાચતા લોકો ગમે તેટલા પ્રયત્નો કરે, પણ સત્યનો હંમેશા વિજય થાય છે. ​કણઝા સીટ પર ભાજપના અગ્રણી અને સાવજ ડેરીના ચેરમેનના પુત્રવધૂની કારમી હાર થઈ છે.

  • 03 May 2026 07:27 AM (IST)

    અમદાવાદના વિરમગામમાં જુનાપાધર ગામે લાગી વિકરાળ આગ

    અમદાવાદના વિરમગામમાં જુનાપાધર ગામે વિકરાળ આગ. રહેણાંક મકાન પાસે રાખેલા ઘાસના પૂળામાં ભભૂકી આગ. 1000થી વધુ ઘાસના પૂળા બળીને ખાખ થતાં મોટુ નુકસાન. આગની ઘટનાથી સમગ્ર જુનાપાધર ગામમાં અફરાતફરી. આગના બનાવની જાણ થતાં સરપંચ અને તલાટી ઘટનાસ્થળે પહોચ્યાં હતા. વિરમગામ પાલિકાની ફાયરની ટીમ આગ બુઝાવવા કામે લાગી. આગનું કારણ અકબંધ, હાલ કોઈ જાનહાનિના સમાચાર નહીં.

  • 03 May 2026 07:18 AM (IST)

    20 થી 30 ટકા વ્યાજ વસૂલતા એક મહિલા સહીત 10 વ્યાજખોર ઝડપાયા

    સુરેન્દ્રનગરના ધાંગધ્રામાં 20 થી 30 ટકા વ્યાજ વસૂલતા વ્યાજખોર ઝડપાયા. SPના આદેશ બાદ પોલીસે મહિલા સહીત 10 શખ્સની કરી ધરપકડ. જરૂરિયાતમંદ લોકો પાસેથી પઠાણી ઉઘરાણી કરી તેમને રંઝાડતાં હતા. કોઈપણ પરવાના વગર, લોકોને વ્યાજે નાણાં આપીને કરતાં હતા શોષણ. ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે તાત્કાલિક આરોપીને ઝડપ્યા. ધ્રાંગધ્રા પોલીસે તમામ વ્યાજખોરની ધરપકડ કરી પૂછપરછ આદરી છે.

  • 03 May 2026 07:14 AM (IST)

    યુદ્ધ વિરામની વાતો કરનારા ટ્રમ્પ શું કરવા માંગે છે ? હવે કહે છે, ઈરાનની બાકી રહેલી 15% મિસાઈલ ઉત્પાદન ક્ષમતા નષ્ટ કરીશ

    ઈરાનના નવા પ્રસ્તાવનો જવાબ આપતા, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, “ઈરાન અંગે અમારી સ્થિતિ ખૂબ મજબૂત છે. તેઓ સોદો કરવા માંગે છે. ઈરાનને સિઝ ફાયર માટે તેમના નેતા કોણ છે તે નક્કી કરવામાં મુશ્કેલી પડી રહી છે. હું આના પર વિચાર કરી રહ્યો છું. તેઓએ મને કરારની વિભાવના વિશે માહિતી આપી છે. તેઓ હવે મને ચોક્કસ શબ્દરચના પ્રદાન કરશે.” વધુમાં, ઈરાનની બાકી રહેલી 15% મિસાઈલ ઉત્પાદન ક્ષમતા અંગે, યુએસ પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ટિપ્પણી કરી, “હું તેને દૂર કરવા માંગુ છું. આ તેમની ક્ષમતાઓના પુનઃનિર્માણની શરૂઆત હશે.”

આજે 03 મે અને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:12 am, Sun, 3 May 26

Follow Us