
આખરે, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુની લાંબી રાહનો અંત આવ્યો. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલ મેચમાં, RCB એ પંજાબ કિંગ્સને 6 રનથી હરાવ્યું. પ્રથમ બેટિંગ કરતા, RCB એ 20 ઓવરમાં 9 વિકેટે 190 રન બનાવ્યા. RCB વતી વિરાટ કોહલીએ સૌથી વધુ રન બનાવ્યા. તેણે 35 બોલમાં 43 રન બનાવ્યા. પંજાબ વતી કાયલ જેમીસન અને અર્શદીપ સિંહે ત્રણ-ત્રણ વિકેટ લીધી. જવાબમાં, પંજાબ કિંગ્સ 20 ઓવરમાં 7 વિકેટે 184 રન જ બનાવી શક્યું. પંજાબ વતી શશાંક સિંહે સૌથી વધુ અણનમ 61 રન બનાવ્યા, પરંતુ તે પોતાની ટીમને જીત અપાવી શક્યો નહીં.
રોયલ ચેલેન્જર્સ બેંગલુરુએ ટાઈટલના દુષ્કાળનો અંત લાવ્યો, પંજાબ કિંગ્સને હરાવીને પહેલીવાર જીતી ટ્રોફી.
પંજાબ કિંગ્સને સાતમો ઝટકો, ઉમરઝાઈ 1 રન બનાવી થયો આઉટ, યશ દયાલે લીધી વિકેટ
પંજાબ કિંગ્સને છઠ્ઠો ઝટકો, માર્કસ સ્ટોઈનિસ 6 રન બનાવી થયો આઉટ, ભુવનેશ્વર કુમારે લીધી બીજી વિકેટ
પંજાબ કિંગ્સને પાંચમો ઝટકો, નેહલ વઢેરા 15 રન બનાવી થયો આઉટ, ભુવનેશ્વર કુમારે લીધી વિકેટ
પંજાબ કિંગ્સને ચોથો ઝટકો, જોશ ઈંગ્લિસ 39 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ
પંજાબ કિંગ્સને સૌથી મોટો ઝટકો, કેપ્ટન શ્રેયસ અય્યર માત્ર 2 રન બનાવી થયો આઉટ, શેફર્ડની કમાલ બોલિંગ, સૌથી મહત્વપૂર્ણ વિકેટ લીધી
પંજાબ કિંગ્સને બીજો ઝટકો, પ્રભસિમરન 26 રન બનાવી થયો આઉટ, કૃણાલ પંડયાએ લીધી વિકેટ
પંજાબ કિંગ્સને પહેલો ઝટકો, પ્રિયાંશ આર્ય 24 રન બનાવી થયો આઉટ, હેઝલવૂડે લીધી વિકેટ
RCBએ પંજાબને જીતવા 191 રનનો આપ્યો ટાર્ગેટ, અંતિમ બોલ પર અર્શદીપે લીધી વિકેટ, આ ઓવરમાં ત્રણ વિકેટ લીધી, RCBએ 20 ઓવરમાં 9 વિકેટ ગુમાવી 190 રન બનાવ્યા. વિરાટ કોહલીએ સૌથી વધુ 43 રન બનાવ્યા હતા. અર્શદીપ-જેમિસને લીધી ત્રણ-ત્રણ વિકેટ, ઓમરઝાઈ-ચહલ-વૈશાખને એક-એક વિકેટ મળી
RCBને આઠમો ઝટકો, કૃણાલ પંડયા માત્ર 4 રન બનાવી થયો આઉટ, અર્શદીપે લીધી બીજી વિકેટ
RCBને સાતમો ઝટકો, શેફર્ડ માત્ર 17 રન બનાવી થયો આઉટ
અંતિમ ઓવરોમાં શેફર્ડની ફટકાબાજી, જોરદાર સિક્સર ફટકારી, બેંગલુરુ મોટા સ્કોર તરફ
RCBને છઠ્ઠો ઝટકો, જીતેશ શર્મા 24 રન બનાવી થયો આઉટ, વિજયકુમાર વૈશાખે જીતેશ શર્માને કર્યો ક્લીન બોલ્ડ
RCBની અડધી ટીમ પોવેલિયન ભેગી, લિવિંગસ્ટોન 25 રન બનાવી આઉટ, જેમિસને લીધી ત્રીજી વિકેટ
RCBનો સ્કોર 150 ને પાર, જીતેશ શર્મા-લિવિંગસ્ટોન ક્રિઝ પર
RCBને સૌથી મોટો ઝટકો, વિરાટ કોહલી 43 રન બનાવી થયો આઉટ, ઓમરઝાઈએ લીધી વિકેટ
RCBનો સ્કોર 100 ને પાર, વિરાટ કોહલી-લિવિંગસ્ટોન ક્રિઝ પર
RCBને ત્રીજો ઝટકો, કેપ્ટન રજત પાટીદાર 36 રન બનાવી થયો આઉટ, જેમિસને લીધી વિકેટ
RCBને બીજો ઝટકો, યુઝવેન્દ્ર ચહલે મયંક અગ્રવાલને કર્યો આઉટ, મયંક અગ્રવાલ 18 બોલમાં 24 રન બનાવી થયો આઉટ
RCBનો સ્કોર 50 ને પાર, વિરાટ-મયંકની મજબૂત બેટિંગ, મયંકે કેટલાક શાનદાર શોટ ફટકાર્યા. પાવરપ્લે બાદ RCBનો સ્કોર 55-1
RCBને પહેલો ઝટકો, ફિલ સોલ્ટ 16 રન બનાવી આઉટ, જેમિસને લીધી વિકેટ
RCB પ્લેઈંગ 11 :
રજત પાટીદાર (કેપ્ટન), વિરાટ કોહલી, ફિલ સોલ્ટ, મયંક અગ્રવાલ, લિયામ લિવિંગસ્ટોન, જીતેશ શર્મા, રોમારિયો શેફર્ડ, કૃણાલ પંડ્યા, ભુવનેશ્વર કુમાર, જોશ હેઝલવુડ અને યશ દયાલ.
PBKS પ્લેઈંગ 11 :
શ્રેયસ અય્યર (કેપ્ટન), પ્રિયાંશ આર્ય, જોશ ઈંગ્લિસ, નેહલ વાઢેરા, શશાંક સિંઘ, માર્કસ સ્ટોઈનિસ, વિજયકુમાર વૈશાક, અઝમતુલ્લા ઓમરઝાઈ, કાયલ જેમિસન, અર્શદીપ સિંહ અને યુઝવેન્દ્ર ચહલ
પંજાબ કિંગ્સે ફાઈનલનો મહત્વપૂર્ણ ટોસ જીત્યો છે અને કેપ્ટન શ્રેયસ અય્યરે પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો છે. ક્વોલિફાયરમાં પણ પંજાબે આ જ મેદાન પર ટોસ જીતીને પહેલા બોલિંગ કરી હતી. પંજાબની ટીમમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી.
ફાઈનલમાં પંજાબે ટોસ જીતી બોલિંગ પસંદ કરી, RCB પહેલા કરશે બેટિંગ
ફાઇનલ પહેલા, નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ઉદ્ઘાટન સમારોહ શરૂ થઈ ગયો છે અને અહીં કલાકારો દેશભક્તિના ગીતો પર ભારતીય દળોને સલામી આપી રહ્યા છે. BCCI એ પહેલાથી જ જાહેરાત કરી હતી કે સેનાના જવાનોને તેમની બહાદુરી બદલ આભાર તરીકે ઓપરેશન સિંદૂરને યાદ કરીને શ્રદ્ધાંજલિ આપવામાં આવશે.
હવામાન વિભાગે ઉત્તર ગુજરાત અને મધ્યગુજરાતમાં વરસાદ માટે આજે આગાહી કરી. જો કે, દક્ષિણ ગુજરાતમાં વરસાદી માહોલ ઘણાં સમયથી જામ્યો છે. ત્યારે આજે વલસાડ જિલ્લામાં પણ વાતાવરણમાં પલટો જોવા મળ્યો અને વાપી તેમજ તેની આજુબાજુના વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો. કેટલાક વિસ્તારોમાં પાણી પણ ભરાઈ ગયા હતા. વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી હતી.
નર્મદામાં માનવભક્ષી દીપડાને દહેશતથી ખેત વિસ્તારમાં લોકો ભયના ઓથાર નીચે જીવવા મજબૂર બન્યા છે. થાડો દિવસ પહેલા દીપડાએ નવ વર્ષના બાળકને પોતાનો શિકાર બનાવ્યો હતો. ત્યારે બીજી ઘટના સામે આવી છે. સાગબારના બેડાપણી ગામ ખાતે અહીં ઘરમાં સૂતા આધેડ મહિલા પર દીપડાએ ઘાતક હુમલો કર્યો. હુમલામાં દીપડાએ આધેડ મહિલાનો એક પર કાન બચકું ભરી લીધું અને હાથ પર ગંભીર ઈજા પહોંચાડી. મહિલાએ બુમરાણ કરતા દીપડો ભાગી ગયો. મહિલાને રાજપીપળા સિવિલ હોસ્પિટલ ખાતે સારવાર કરાવ્યા બાદ વધુ સારવાર અર્થે વડોદરા ખડેવામાં આવ્યા છે.
જુનાગઢ મહાનગરપાલિકા હેઠળની અનેક સરકારી મિલકતોના બાકી વેરાને લઈને વિગત બહાર આવી છે. જેમાં 13 સરકારી કચેરીનો 9 કરોડ 63 લાખ 36 હજાર 77 રૂ. વેરો બાકી હોવાનું મનપા દ્વારા સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું છે. જેમાં માર્ગ અને મકાન વિભાગ અંતર્ગત ની મિલકતનો રૂ. 3 કરોડ 97 લાખ 33 હજાર 635નો વેરો બાકી હોવાનું બહાર આવ્યું. જ્યારે સરકારી હોસ્પિટલનો 13 લાખ 68 હજાર 837 રૂ. રૂપિયા વેરો બાકી હોવાનું જાણવા મળ્યું. ઉપરાંત જિલ્લા પંચાયત અંતર્ગતની કુલ 21 મિલકતના રૂ. 12 લાખ 87 હજાર 41 રૂપિયા વેરો બાકી છે. જિલ્લા વિકાસ અધિકારીV કચેરી હેઠળની 14 મિલકતના 69 લાખ 88 હજાર 630 બાકી હોવાનું જાણવા મળેલ. ઉપરાંત કૃષિ યુનિવર્સીટીના 2 કરોડ 43 લાખ 95 હજાર 153 રૂ તેમજ મેડિકલ કોલેજ 1 કરોડ 52 લાખ 19 હજાર 962 રૂ. વેરો બાકી હોવાનું મનપા દ્વારા જણાવાયું હતું. આ બાબતે મનપાના સત્તાધીશોનું કહેવું ગત વર્ષના આ બાકી રહેલા વેરાને લઈને પ્રથમ નોટિસ અપાઈ છે. છતાં પણ વેરો ભરપાઈ ન કરે તો ચોક્કસ કાર્યવાહી કરાઈ છે.
પોરબંદર માં ગત વર્ષે ભારે વરસાદના કારણે રાજીવનગર વિસ્તાર માં એક માળ સુધી પાણી ભરાયેલા હતા. તંત્રએ રાતોરાત કામગીરી શરૂ કરી પણ જે જગ્યા પરથી પાણીનો નિકાલ થવો જોઈએ ત્યાં પેશકદમી ( દબાણ ) હોવાથી વરસાદી પાણી નિકાલ થયો નહિ. જેના કારણે પ્રજાપતિ સમાજની વાડી અને પટેલ સમાજની જગ્યાની ફરતે તોડફોડ કરી પાણી નિકાલ કરેલ હતો. હવે 10 માસ બાદ મ.ન.પા ને અચાનક યાદ આવ્યું કે જો વરસાદ થશે તો આ વખતે પણ રાજીવ નગર માં પાણી ભરાશે અને સમસ્યા સર્જાશે તેથી હવે પ્રજાપતિ સમાજ અને પટેલ.સમાજને નોટિસ આપતા બે સમાજ.આમને સામને આવે તેવો ઘાટ સર્જાયો છે તો રાજીવનગરના સ્થાનિકોએ મનપા સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
અનેક ખામીઓ સામે આવતા શ્રી મહાત્મા ગાંધી, ઉડાન સ્કૂલ, વાસુદેવ વિદ્યાલય સ્કૂલ, વિદ્યા આરાધના સ્કૂલ, મોદી સ્કૂલ, સર્વોદય સ્કૂલ, તપોવન સ્કૂલને નોટિસ અપાઈ. ભરાડ સ્કૂલ, ખોડિયાર હાઈસ્કૂલ, ક્રિષ્ના વિદ્યાલય, જ્ઞાનદીપ વિદ્યાલય, શ્રી શુભમ ગ્લોબલ સ્કૂલ, શ્રી વિપુલ વિદ્યાલયને નોટિસ આપીને માંગ્યો ખુલાસો. શ્રી રામકૃષ્ણ વિદ્યાલય, નિલરાજ શૈક્ષણિક સંકુલ, રાજકુમાર સ્કૂલ, કિલોલ પ્રાથમિક શાળાને પણ નોટિસ.. શ્રી વિનય મંદિર સ્કૂલ, સહજાનંદ વિદ્યા સંકુલ, ઉમા શાળા અને રાધિકા શાળાને પણ નોટિસ આપવામાં આવી
ડભોઇમાં વરસાદ વચ્ચે તંત્રનું ભોપાળુ સામે આવ્યું. ડભોઇમાં ચાલુ વરસાદે તંત્રની ટીમો ડામરનો રસ્તો બનાવવાની કામગીરીમાં પડ્યું હતું. ચાલુ વરસાદે તંત્રની રસ્તા બનાવવાની કામગીરીને લઇને લોકોમાં પણ ગણગણાટ સાંભળવા મળ્યો. મહત્વનું છે કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જોડતા નાંદોદી ભાગોળ-ધરમપુરી રોડના કામનું વરસાદમાં નિર્માણ કરાઇ રહ્યું હતું. આ દ્રશ્યો વહીવટી તંત્રની બુદ્ધિના પ્રદર્શન સમાન છે.
રાજકોટ ખાનગી શાળાઓને નોટિસ ફટાકરવામાં આવી છે. શિક્ષણ વિભાગની ટીમે 42 સ્કૂલોમાં ચેકિંગ હાથ ધર્યું હતું. જુદા જુદા મુદ્દાઓને લઈ નોટિસ આપવામાં આવી છે. રજાના દિવસે શાળા ચાલુ રાખવી, ગણવેશ મુદ્દો, સ્ટેનશરી અને ફાયર સેફટી મુદ્દને ધ્યાન માં લઇ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. 42 માંથી 25 શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે. હજુ પણ ચેકિંગ ચાલુ રાખવામાં આવશે. નિયમનો ભંગ જે શાળા કરશે તેના વિરુદ્ધ કાર્યવાહી કરવામા આવશે.
ગુજરાતના ચર્ચાસ્પદ બનેલા કરોડો રૂપિયાના કૌંભાડના મુખ્ય આરોપી અને ભાજપના એક સમયના નેતા ભૂપેન્દ્રસિંહ ઝાલાને ગ્રામ્ય કોર્ટમાંથી રાહત મળી છે. ગ્રામ્ય સેશન્સ કોર્ટે ભૂપેન્દ્રસિંહ ઝાલાને જામીન આપ્યા છે. જો કે, ભુપેન્દ્રસિંહ ઝાલાને 2 કેસમાં જામીન મળ્યાં છે. અગાઉ કોર્ટે ભુપેન્દ્રસિંહ ઝાલાના કેટલાક બેન્ક એકાઉન્ટ કર્યા હતા અનફ્રીઝ. જામીન મળ્યા હોવા છતા, ભુપેન્દ્રસિંહ ઝાલા ને હજુ રહેવું પડશે જેલમાં. CID CRIME દ્વારા નોંધવામાં આવેલી મુખ્ય ફરિયાદમાં, ભૂપેન્દ્રસિંહ ઝાલાને હજુ સુધી નથી મળ્યા જામીન.
IPL ફાઈનલ મેચ પહેલા ગઠિયાઓ એક્ટિવ થયા છે. ફાઈનલ મેચની ટિકિટના નામે 2 યુવતીઓ સાથે ગઠિયાઓએ છેતરપિંડી આચરી છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ટિકિટ આપવાના બહાને 2 યુવતીઓ પાસેથી રૂપિયા પડાવ્યા છે. 1500 ની ટિકિટ માટે 7500 ની છેતરપિંડી કરી છે. ઓનલાઈન પૈસા ટ્રાન્સફર કરાવીને નંબર બ્લોક કરી દીધો હતો. ખુશી ખુશી મેચ જોવા અમદાવાદ પહોંચેલા લોકોને મળી રહી છે નિરાશા. આગળ પણ હવે કોઈ સાથે છેતરપિંડી ના થાય તેવી યુવતીઓની અપીલ કરી છે.
અમદાવાદના મણિનગરમાં 15 વર્ષની સગીરાને શ્વાન કરડતા નોંધાઇ ફરિયાદ. પાર્થ એમ્પાયર નામના ફ્લેટની ઘટના ઘટી છે.
પાલતુ શ્વાને સગીરા પર હુમલો કરીને બચકું ભર્યું હતું, સગીરાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. મણિનગર પોલીસે શ્વાનના માલિક વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધી હતી.
મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકા પ્રાથમિક શિક્ષકોની નાણા ધીરનાર સહકારી મંડળી લી.માં રૂપિયાની ઉચાપત થવા પામી છે. ખેરાલુ પોલીસ મથકે, રૂપિયા 47,38,232 ની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે. ખેરાલુ, સતલાસણા અને વડનગર તાલુકાની આ મંડળી છે. મંડળીના મંત્રી મયુરાબેન ચૌધરીએ ખેરાલુ પોલીસ મથકે તત્કાલીન મંત્રી જશુભાઈ ચૌધરીએ 2020 થી 2023 દરમિયાન ઉચાપત કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. જે તે સમયના મંત્રી, પ્રમુખ સહિતના કમિટીના સભ્યો વિરૃદ્ધ ફરીયાદ દાખલ કરાઈ છે. તત્કાલીન મંત્રી સહિત કુલ 25 સભ્યો વિરૃદ્ધ પોલીસ ફરીયાદ નોંધાવી છે જેની તપાસ ખેરાલુ પોલીસે હાથ ધરી છે.
રાજકોટ જિલ્લા પોલીસ વડાને કોરોના થયો છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહ કોરોના પોઝિટિવ હોવાનો રિપોર્ટ સામે આવ્યો છે. હિમકરસિંહ હાલમાં હોમ આઇસોલેટ થઈને કોરોનાની સારવાર લઈ રહ્યાં છે. રાજકોટ શહેરમાં કોરોનાના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. આજે રાજકોટ શહેરમાં વધુ 8 પોઝિટિવ કેસ સામે આવ્યા છે. જિલ્લા પોલીસ વડા હિમકરસિંહની તબિયત હાલ સ્વસ્થ છે.
આરોગ્ય કર્મચારીઓની હડતાલ સમેટાઈ. સરકારે મીટીંગ માટે વચન આપ્યું હતું. જેના અનુસંધાને ગઈકાલે આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે બેઠક કરી હતી. ખાતાકીય પરીક્ષા અને 2800 ગ્રેડ પે કરવા માંગણી કર્મચારીઓની હતી. રજા પગાર માટે સરકાર સહમત થઈ ગઈ છે. ખાતાકીય પરીક્ષામાં સરકાર પણ સહમત થઈ છે. તમામ મુદ્દાઓ માટે સરકાર હકારાત્મક બની છે. ત્વરિત ધોરણે સરકાર ટેકનિકલ કેડરમાં સમાવેશ કરાશે. આગામી 12 દિવસમાં જ પડતર પ્રશ્નોના 3 GR સરકાર બહાર પાડશે. કોરોના એ માથું ઉચકયું છે ત્યારે તમામ આરોગ્ય કર્મચારીઓ સેવા માટે તૈયાર છે.
રાજકોટમાં સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટ બકરી ઈદને લઈને જાહેરમાં આવ્યું છે. બકરી ઇદને લઈને સાધુ સંતો મેદાને ઉતર્યા છે. સનાતન ધર્મ સેવા સંસ્થાન ટ્રસ્ટના રાષ્ટ્રીય અધ્યક્ષ યોગી જ્યોતિર્નાથ બાપુએ કહ્યું છે કે, હોળી અને દિવાળી પર પ્રદુષણ ફેલાય છે તેવું કહેવા વાળા કેમ બકરી ઇદ પર બોલતા નથી. બકરી ઇદ પર જીવ હત્યા ન થવી જોઈએ તેનો અમે વિરોધ કરીએ છીએ.
IPLની ફાઈનલ મેચને લઈને હવામાન નિષ્ણાંત અબલાલ પટેલે મોટી આગાહી કરતા જણાવ્યું છે કે, મેચ દરમિયાન વરસાદી ઝાંપટા પડી શકે છે. રાજ્યના વિવિધ ભાગોમાં વાદળો આવશે. વિવિધ ભાગોમાં વરસાદ આવવાની શક્યતા રહેલી છે. આ વરસાદના કારણે કાઈક અંશે IPL મેચમાં વિઘ્ન આવી શકે છે.
અમદાવાદ IPL મેચમાં લાખો લોકોની અવરજવર પહેલા દુર્ઘટના સર્જાઈ હતી. નરેન્દ્ર મોદી સ્ટેડિયમના મુખ્ય પ્રવેશ દ્વાર બહાર ગેસનો બાટલો ફાટ્યો છે. ફૂટપાથ પર ખાણીપીણીનો સામાન વેચતા લોકોની બેદરકારીને કારણે આ દુર્ઘટના સર્જાઈ હતી. સવારના સમયે દુર્ઘટના થઈ હોવાની મોટી જાનહાનિ ટળી છે. સ્ટેડિયમના મુખ્ય રોડ પર થયેલા વિસ્ફોટને કારણે ક્ષણિક ભયનો માહોલ સર્જાયો હતો.
જૂનાગઢના ગિરનાર પર્વત પર આવવા- જવા માટેનો રોપ વે બંધ કરાયો છે. ભારે પવનના કારણે રોપ વે બંધ કરી દેવામાં આવ્યો છે. પ્રવાસીઓના હિત ખાતર લેવાયો નિર્ણય. રોપ વે ઓથોરિટી દ્વારા લેવાયો નિર્ણય. પવનની ગતિ ધીમી પડ્યા બાદ ફરી શરૂ કરાશે રોપવે.
અમદાવાદ ખાતે ઉમટ્યા IPL ના દુનિયાભરના ચાહકો. UK ના પૂર્વ વડાપ્રધાન ૠષિ સુનક પણ અમદાવાદ આવ્યા છે. ૠષિ સુનક અમદાવાદના મોદી સ્ટેડિયમમાં IPL 2025 ની ફાઈનલ મેચ નિહાળશે. સાંજે નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ફાઈનલ મેચની મજા માણશે. ૠષિ સુનક બેંગ્લોરની ટીમને સપોર્ટ કરી શકે છે.
અમરેલીના બાબરા પોલીસ સ્ટેશનમાં પોલીસ કર્મચારી રવિરાજ સિંહ ચૌહાણ સામે પોક્સો હેઠળ ગુન્હો નોંધાયા બાદ ફરાર હતો. અમરેલી મહિલા પોલીસની ટીમએ આરોપી રવિરાજસિંહ ચૌહાણની ધરપકડ કરી. છેલ્લા 4 મહિનાથી આરોપી પોલીસ કર્મચારી સગીર પર શરીર સબંધ બાંધતો હતો. અડપલા કરીને શારિરીક સબંધ બાંધતો હોવાનો પોલીસ ફરિયાદમાં આરોપ હતો. પોલીસએ દુષ્કર્મના ગુન્હામાં આરોપી પોલીસની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી.
રાજકોટ બાયપાસ ગોંડલ ચોકડી પાસે અકસ્માત થયો. સાંઢિયા પુલ ઉતરતા અલગ અલગ ચાર વાહનનો અકસ્માત થયો હતો. પ્રથમ બે ટ્રક વચ્ચે અકસ્માત થયા હતા. બંને ટ્રક સાઈડમાં ઉભી હતી ત્યાં એક ટ્રક અને બસનો પણ અકસ્માત થયો હતો. રાત્રિના સમયે બંધ પડેલી ટ્રક ન દેખાતા,બસ અને ટ્રક વચ્ચે અકસ્માત થયો હતો. બનાવ બનતા આસપાસના વિસ્તારના લોકો ભેગા થયા હતા. એક ટ્રક પલટી ખાઈ જતા ટ્રક ચાલકને સામાન્ય ઇજા થઇ.
જામનગરમાં નકલી પોલીસ અને પત્રકારે પૈસા પડાવ્યાની પોલીસ ફરિયાદ નોંધાઈ છે. ત્રણ શખ્સોએ આવી બે રાજકોટ ક્રાઈમ બ્રાન્ચ અને 1 વ્યકિતએ પત્રકારની ઓળખ આપી રૂપિયા પડાવ્યાની ઘટના નોંધાઈ છે. જામનગર શહેરના વેલનગર વિસ્તારમાં પિતા-પુત્રને દારુના મોટો કેસ કરવાનુ જણાવી રોકડ મેળવી હતી. 20 હજાર રૂપિયા લઈને જતા રહેતા હર્ષભાઇ જીગ્નેશ રાઠોડે, સીટી બી પોલીસે ફરિયાદ નોંધાવી છે. અસલી પોલીસે નકલી પોલીસ અને પત્રકાર સામે ગુનો નોંધી તેમને શોધવા તપાસ શરુ કરી છે.
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આજે “ઓપરેશન સિંદૂર”ની સફળતા માટે ભારતીય સૈન્યને અભિનંદન આપશે BCCI. નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે IPL સમાપન સમારોહમાં વિશેષ આયોજન કરવામાં આવ્યું છે. ઓપરેશન સિંદૂર દરમિયાન શૌર્ય દર્શાવવા અને પાકિસ્તાનના એરબેઝને ખેદાનમેદાન કરવા બદલ સશસ્ત્ર સેનાઓના સન્માન માટે વિશેષ કાર્યક્રમ યોજાશે. વિશેષ મીલીટરી બેન્ડ સાથે ભારતીય ગાયકો દેશભક્તિના ગીત પણ ગાશે. કાર્યક્રમના આયોજન માટે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ, ત્રણેય સેનાઓના વડાને આમંત્રણ અપાયું છે.
આણંદ જિલ્લાના ચરોતરમાં મેઘરાજાનું આગમન થયું હતું. ખંભાતમાં ગત રાત્રીએ 2 ઇંચ વરસાદ વરસ્યો હતો. ખેડા જિલ્લાના નડિયાદ, મહેમદાવાદ વિસ્તારમાં પણ વરસાદ વરસ્યો હતો. ભારે પવન ફૂંકાયા બાદ મેઘરાજાનું આગમન થયું હતું. વરસાદ પડવાથી વાતાવરણમાં ઠંડક પ્રસરી જવા પામી હતી.
“વોશિંગ્ટન, ડીસીમાં યુએસ-ઇન્ડિયા સ્ટ્રેટેજિક પાર્ટનરશિપ ફોરમમાં યુએસ કોંગ્રેસમેન અને ઇન્ડિયા કોકસના સહ-અધ્યક્ષ રિચ મેકકોર્મિક કહ્યું કે, વડાપ્રધાન મોદી કદાચ મહાત્મા ગાંધી પછી ભારતના સૌથી પ્રભાવશાળી વ્યક્તિ છે. તેઓ ભારતના સૌથી પ્રભાવશાળી રાજકારણી છે. તેઓ આક્રમક અને લગભગ રાષ્ટ્રવાદી વ્યક્તિ તરીકે દેખાય છે, પરંતુ અર્થતંત્રને કેવી રીતે વધારવું તે વિશ્વને ચોક્કસપણે સમજે છે. તેઓ સાચા માર્ગ પર છે, હકીકતમાં, કેટલીક રીતે, મને લાગે છે કે મૂડીવાદી માનસિકતામાં, તેઓ આપણા કરતા વધુ અમેરિકન છે.
#WATCH | Washington, DC | “Prime Minister Modi is the most influential politician ever in India, probably the most influential person in India since (Mahatma) Gandhi. He is humble. The people who knew him before he became the Prime Minister talked about him staying and sleeping… pic.twitter.com/D35ayMXCu7
— ANI (@ANI) June 2, 2025
Published On - 7:20 am, Tue, 3 June 25