
આજે 03 જુલાઇને ગુરુવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદમાં હવે BRTS માં પણ સિનિયર સિટીઝન ફ્રી મુસાફરી કરી શકશે. AMC દ્વારા BRTS માં સિનિયર સિટીઝનો માટે મુસાફરી ફ્રી કરવામાં આવી છે. 65 વર્ષ થી ઉપરના નાગરિકો BRTS માં ફ્રી મુસાફરી કરશે. અત્યાર સુધી AMTS માં હતી સિનિયર સિટીઝનો માટે સુવિધા.
અમદાવાદ એરપોર્ટ પરથી 6.5 કિલો ગાંજો જપ્ત કરાયો છે. DRI દ્વારા 6.5 કરોડનો ગાંજો જપ્ત કરવામાં આવ્યો છે.
છેલ્લા બે મહિનામાં દાણચોરીથી અંદાજે 200 કરોડનો લવાયેલો ગાંજો જપ્ત કરાયો છે. અમદાવાદ એરપોર્ટ પર હાઇબ્રીડ ગાંજાના સ્મગલિંગની વધી રહી છે ઘટનાઓ. DRI એ માહિતીના આધારે બેંગકોકથી આવી રહેલી મહિલાની તપાસ કરી હતી. તેની પાસેથી બેંગકોકથી લાવવામાં આવેલો ગાંજો મળી આવતા મહિલાની ધરપકડ કરીને આગળની કાર્યવાહી શરૂ કરાઈ છે. ગાંજો કોણે મંગાવ્યો અને કોની પાસેથી લાવવામાં આવ્યો જેવી તમામ માહિતી મેળવવાની તજવીજ હાથ ધરાઈ છે.
દેવગઢ બારિયામાં ચેનપુરથી રાણીપુરા જતી વખતે પાનમ નદી પસાર કરતા નદીના વહેણમાં તણાયો હતો. દેવગઢબારિયા નગરપાલિકા ફાયર ટીમ ઘટના સ્થળે પહોચીને તણાયેલ વ્યક્તિની શોધખોળ હાથ ધરી છે. દેવગઢબારિયા પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી.
રાજકોટમાં પાણી ભરવાની સમસ્યાથી ત્રસ્ત એક મહિલાએ તંત્રની પોલ ખોલતો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો છે. ભારે વરસાદથી પાણી ભરાતા મહિલાએ, તંત્ર સામે આક્રોશ વ્યક્ત કર્યો છે. પોતાના બાળકને શાળાએથી પરત લાવતા પડતી મુશ્કેલી વર્ણાવતો વીડિયો વાયરલ કરવામાં આવ્યો છે. તંત્ર જો પાણી નિકાલની વ્યવસ્થા ના કરી શકતી હોય તો લોકોને સલામત ઘરે પહોંચાડવાની વ્યવસ્થા કરે તેમ પાણી ભરાવાથી ત્રસ્ત થયેલ મહિલાએ વાયરલ વીડિયોમાં કહ્યું છે.
જામનગરના રંગમતી ડેમના 3 ગેટ ખોલાયા છે. રંગમતી ડેમના 3 ગેટ 2 ફુટ સુધી ખોલાયા છે. નિંચાણવાળા 7 ગામને કરાયા એલર્ટ. હાલ ડેમની પાણીની સપાટી 93.55 મીટર પહોંચી છે. ડેમમાંથી કુલ 2330.78 ક્યુસેક પાણી છોડાઈ રહ્યું છે.
ચંગા, ચેલા, દરેડ, જુનાનાગના, નવા નાગના, નવાગામ ધેડ, જામનગર ના ગ્રામજનોને સાવચેત કરાયા છે. નદીના પટ્ટમા અવર જવર ના કરવા તંત્રની અપીલ.
જૂનાગઢમાં સવારથી વરસાદી માહોલ સર્જાયો છે. ગિરનાર જંગલ 2 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. પ્રથમ વરસાદમાં જ સોનરખ નદીમાં બીજી વખત આવ્યા નવા નીર આવ્યા છે. સોનરખ નદી દામોદર કુંડ માંથી પસાર થાય છે, ત્યારે દામોદર કુંડમાં પણ નવા નીર આવ્યા છે. ગિરનાર જંગલ સોળે કાળા એ ખીલી ઉઠ્યું છે.
મહેસાણાના વિસનગરમાં 4 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો છે. જેના કારણે નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા છે. વિસનગર APMCમાં પણ પાણી ભરાઈ ગયા છે. APMCમાં પાણી ભરાતા વેપારીઓને નુકશાનની ભીતિ. કાંસા ચોકડીથી ગંજબજાર ફાટક સુધી પાણી ભરાયા છે. શુકન હોટેલથી થલોટા તરફ માર્ગ પર પાણી ભરાયા છે.
જામનગર લાલપુરના સેવક ધુણીયા ગામે આકાશી વીજળી પડી હતી. બે શ્રમિક પર વીજળી પડતા બંનેનુ ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે અન્ય બે લોકો દાઝી જતા સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે. બેથી ચાર વાગ્યાના બે કલાકમાં તાલુકા મથકે ત્રણ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો છે.
સુરતની મોડેલ અંજલિ વરમોરાનો આત્મહત્યાનો ભેદ ઉકેલાયો છે. તેના મંગેતર ચિંતન અગ્રાવત દ્વારા ત્રાસ આપતા અંજલિ એ આત્મહત્યા કરી હતી. અઠવા લાઇન્સ પોલીસે, અંજલિના મંગેતર ચિંતન અગ્રાવત વિરુદ્ધ આત્મહત્યાની દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. પ્રેમ સબંધ બાદ લગ્નના ખોટા વાયદા કરતો હતો ચિંતન. મોડેલ અંજલિ અને ચિંતન વચ્ચે જ્ઞાતિને લઈને અવાર નવાર ઝગડા થતા હતા. એવો આરોપ લગાવાયો છે કે, ચિંતન અંજલિને જાતિ વિષયક શબ્દો પણ બોલી અપમાન કરતો હતો. જેથી મોડેલે ત્રાસીને પોતાના ઘરમાં જ ગળે ફાસો ખાઈ આત્મહત્યા કરી લીધી હતી.
દુષ્કર્મના કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામ દ્વારા જામીન વધારવાનો કરેલી અરજી મામલે હાઈકોર્ટે ચૂકાદો આપ્યો છે. ગુજરાત હાઇકોર્ટે, દુષ્કર્મ કેસમાં જેલવાસ ભોગવી રહેલા આસારામને વધુ એક મહિનાની રાહત આપી છે. સારવારના નામે આસારામે માંગેલા જામીન કોર્ટે ગ્રાહ્ય રાખ્યા છે. જો કે, આસારામે તેના જામીન વધુ 3 મહિના સુધી લંબાવવા અરજી કરી હતી.
બનાસકાંઠા જિલ્લામાં પડેલા ભારે વરસાદને પગલે, રેલ નદીમાં 2017 બાદ ફરી આ વર્ષે પૂર આવ્યુ છે. ધાનેરાની રેલ નદીના કાંઠાના ગામડાઓને એલર્ટ કરાયા છે. 2017 ના પુર બાદ રેલ નદીમા પાણી આવ્યા છે. વરસાદને કારણે 18 જેટલા રસ્તા તૂટ્યા છે જેને લઈને તંત્ર દ્વારા ડાયવર્જન અપાયું છે. વરસાદને કારણે હજુ સુધી કોઈ જાનહાનિ થઈ નથી. મોટા ભાગના વરસાદી પાણીનો નિકાલ કરાયો હોવાનો દાવો જિલ્લા કલેકટરે કર્યો છે. નગરપાલિકા,ડિઝાસ્ટર, જી ઇ બી ની ટીમો કામે લાગી છે.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા પ્રાંત અધિકારીની ટીમ, ખનીજ ચોરો પર ત્રાટકી છે. પ્રાંત અધિકારી ટીમને બાતમી મળી હતી કે જામવાળી ગામે કેટલાક આરોપીઓ ગેરકાયદેસર ખનીજચોરી કરવા કુવા કરી રહ્યા છે. જેથી પ્રાંત અધિકારી ટીમ સાથે રેડ કરતા ગેરકાયદેસર 5 કુવાઓ મળી આવ્યા હતા. પ્રાંત અધિકારી ટીમે સ્થળ પરથી અલગ અલગ મુદ્દામાલ રૂપીયા 3 લાખનો જપ્ત કરી આરોપીઓની શોધખોળ હાથ ધરી હતી.
રાજકોટના પોપટપરા અંડરપાસમાં વરસાદને કારણે ભરાયેલા પાણીમાં બસ ફસાઈ ગઈ હતી. સાધુ વાસવાણી રોડ પર વરસાદી પાણી ભરાયા છે.
દ્વારકાના રાવળ તળાવ પાછળ હોમ સ્ટે માલિકોને 4-4 વખત નોટિસ આપ્યા બાદ પણ સ્વૈચ્છાએ ખાલી ન કરાતા. આખરે તંત્રએ ડિમોલિશનની કાર્યવાહી કરી.અત્યાર સુધી આશરે 27 કરોડ 50 લાખની કિંમતના દબાણો તોડી પડાયા. સાથે જ 31 જેટલા હોમ સ્ટેને નોટિસ આપવમાં આવી.. જેમનું આગામી સમયમાં દબાણો દૂર કરાશે.. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે ડિમોલિશનની કાર્યવાહી કરાઈ
ખેડાના મહુધા તાલુકામાં આવેલી સરકારી કન્યા શાળા ફરી એકવાર વિવાદમાં આવી છે. જ્યાં શિક્ષિકા પર માનવામાં ન આવે તેવું કૃત્ય કરવાનો ગંભીર આરોપ લાગ્યો છે. જેમાં પરિવારજનોનો આક્ષેપ છે કે વિદ્યાર્થિની બે ચોટલા વાળીને ન આવતી હોવાથી શિક્ષિકાએ વિદ્યાર્થિનીના વાળ કાપી નાંખ્યા. અન્ય વિદ્યાર્થીઓ સામે જ જાહેરમાં વાળ કાપ્યા હોવાનો દાવો પરિવારજનોએ કર્યો છે. જેને લઈને વાલીઓ દ્વારા કન્યાશાળામાં હોબાળો કરાયો છે. કસૂરવાર શિક્ષિકા સામે કડક પગલાં લેવાની માગ કરી છે.
ગાંધીનગર: બે દિવસના વિરામ બાદ ફરી વરસાદ શરૂ થયો છે. સચિવાલય સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ છે. પવન સાથે વરસાદ પડતાં વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. અસહ્ય બફારાથી સ્થાનિકોને રાહત મળી.
ચોમાસાની સિઝનમાં નર્મદા જિલ્લામાં કુદરતી સૌંદર્ય સોળે કળાએ ખીલી ઉઠ્યું. સ્ટેચ્યુ ઓફ યુનિટી વાદળો વચ્ચે ઘેરાયેલું જોવા મળી રહ્યું છે. વરસાદી વાતાવરણમાં એકતાનગરમાં અદભૂત વાતાવરણ સર્જાયું છે. એવામાં નયનરમ્ય નજારો જોઈને પ્રવાસીઓ ખુશખુશાલ થઈ ગયા હતા. તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના ડ્રોનના દ્રશ્યો મંત્રમુગ્ધ કરી દેશે.
આગામી 24 કલાક રાજ્યમાં વરસાદનું જોર રહેશે, તેવી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારની શક્યતા છે. પાટણ, સમી, હારીજમાં પડશે ભારે વરસાદ રહેશે. ઉત્તર ગુજરાતના કેટલાંક વિસ્તાર જળમગ્ન થશે. કચ્છ, પંચમહાલ, મધ્ય ગુજરાતમાં પણ ભારેની શક્યતા છે.
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. ઉત્તર ગુજરાતમાં આગામી ત્રણ કલાક અતિભારેની આગાહી છે. ચાર જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરાયું. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ છે. પાટણ, મહેસાણામાં પણ જાહેર કરાયું રેડ એલર્ટ. કચ્છ, ઉત્તર સૌરષ્ટ્ર, મધ્ય ગુજરાતમાં પણ ભારેની આગાહી છે. 12 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર.
આજે રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી છે. તમામ જિલ્લાઓમાં વરસાદની હવામાન વિભાગની આગાહી છે. ઉત્તર ગુજરાતના જિલ્લાઓમાં ધોધમારની શક્યતા છે. બનાસકાંઠા, સાબરકાંઠામાં આજે રેડ એલર્ટ છે. પાટણ, મહેસાણામાં પણ રેડ એલર્ટ જાહેર કરાયું છે. 11 જિલ્લાઓમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ જાહેર. દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યુ છે.
જૂનાગઢ-રાજકોટ હાઈ-વે પર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. ઓવરટેક કરતી વખતે બે કાર વચ્ચે ટક્કર થતા એકનું મોત થયુ છે. જૂનાગઢથી રાજકોટ તરફ જતી કારના ચાલકનું મોત થયુ છે. અન્ય કાર ચાલક કાર મૂકી ફરાર થયો છે.
કારમાં સવાર પત્ની અને પુત્ર ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે. બંને હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. પુત્રની હાલત ગંભીર, માતા વેન્ટિલેટર પર છે.
Published On - 7:25 am, Thu, 3 July 25