03 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા આરોગ્ય વિભાગની 40 ટીમો થઈ દોડતી, મળ્યા વધુ 67 કેસ

આજે 03 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

03 જાન્યુઆરીના મહત્વના સમાચાર : ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ વધતા આરોગ્ય વિભાગની 40 ટીમો થઈ દોડતી, મળ્યા વધુ 67 કેસ
| Edited By: | Updated on: Jan 03, 2026 | 12:07 PM

LIVE NEWS & UPDATES

  • 03 Jan 2026 12:07 PM (IST)

    નવસારીઃ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત

    નવસારીઃ નેશનલ હાઇવે નંબર 48 પર અકસ્માત થયો. બુલેટ ટ્રેનના મજૂરોને લઈ જતી બસ અને કન્ટેનર વચ્ચે અકસ્માત થયો. ઓવરટેક કરતી વખતે કન્ટેનરનો પાછળનો ભાગ બસ સાથે અથડાયો. અકસ્માતમાં 10થી વધુ લોકોને ઈજા પહોંચી. અકસ્માતના કારણે હાઇવે પર લાંબો ટ્રાફિકજામ સર્જાયો.

  • 03 Jan 2026 11:48 AM (IST)

    મા અંબાનો આજે પ્રાગટ્ય દિવસ,અંબાજી ધામમાં ભાવિકોનો ધસારો

    પોષ માસની પૂર્ણિમા એ માતા અંબાનો પ્રાગટ્ય દિવસ મનાય છે. તો સાથે જ આજે ગુપ્ત નવરાત્રી એવી “શાકંભરી નવરાત્રી”ની પૂર્ણાહુતિ પણ થતી હોય છે. ત્યારે વહેલી સવારથી જ પ્રથમ શક્તિપીઠ એવા અંબાજી ધામમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા અને માતાની મંગળા આરતીના દર્શનનો લાભ લીધો. પોષી પૂર્ણિમાએ અંબાજી ધામમાં ભવ્ય શોભાયાત્રાનું આયોજન થતું હોય છે. સૌ પ્રથમ ગબ્બર પરથી મા અંબાની જ્યોત લાવી. તેને અંબાજી મંદિરમાં સ્થાપિત જ્યોત સાથે એકરૂપ કરાય છે. અને ત્યારબાદ તે જ્યોતને સાથે રાખી. ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાતું હોય છે. માતા અંબાની ચલિત પ્રતિમાને હાથી પર સવારી કરાવી નગર પરિભ્રમણ કરાવાય છે. ત્યારે મોટી સંખ્યામાં ભાવિકો. આ શોભાયાત્રામાં જોડાય તેવી શક્યતા છે.


  • 03 Jan 2026 10:56 AM (IST)

    ગાંધીનગરઃ ટાઈફોઈડના કેસ મામલે તંત્ર થયું દોડતું

    ગાંધીનગરઃ ટાઈફોઈડના કેસ મામલે તંત્ર થયું દોડતું. આરોગ્ય વિભાગની 40 ટીમના 80થી વધુ કર્મચારી સર્વેમાં લાગ્યા. અત્યાર સુધીમાં બીજા 67 શંકાસ્પદ કેસો મળી આવ્યા. TV9ના અહેવાલ બાદ મનપા કમિશનર એકશનમાં આવ્યા. તંત્રએ કામગીરી કરતા 10 જેટલા લીકેઝ શોધવામાં આવ્યા. સિટી ઈજનેરને ઝડપી કામગીરી માટે અપાઈ સૂચના.

  • 03 Jan 2026 10:27 AM (IST)

    સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડમાં થશે FSL તપાસ

    સુરેન્દ્રનગર જમીન NA કૌભાંડ મામલે હવે તપાસ વધુ તેજ બનતી દેખાઈ રહી છે. આ કેસમાં ED દ્વારા તમામ મહત્વપૂર્ણ પુરાવાઓની FSL તપાસ કરાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. ક્લેક્ટરની ઓફિસ તેમજ નિવાસસ્થાનેથી મળેલા દસ્તાવેજો, હિસાબની ડાયરી, મોબાઈલમાં રહેલી PDF ફાઈલો અને અન્ય ડિજિટલ પુરાવાઓને ફોરેન્સિક લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે. FSL તપાસ દરમિયાન મોટા ખુલાસાઓ થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે અને આ કૌભાંડમાં હજુ અન્ય નામો પણ સામે આવી શકે તેવી સંભાવના છે. તપાસ આગળ વધતા જમીન કૌભાંડના વધુ પડદા ફાશ થાય તેવી ચર્ચા શરૂ થઈ ગઈ છે.

  • 03 Jan 2026 09:06 AM (IST)

    સુરત: માંડવી ધર્માંતરણ મામલે એક શિક્ષિકાની ધરપકડ

    સુરત: માંડવી ધર્માંતરણ મામલે એક શિક્ષિકાની ધરપકડ થઇ. માંડવીના ભાટખાઈ ગામના મીના ચૌધરીની ધરપકડ થઇ. મીના ચૌધરી મહુડીની પ્રા. શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવે છે. ધર્માંતરણના માસ્ટર માઈન્ડ રામજી ચૌધરીના મનાય છે ખૂબ જ ખાસ. યુવતીઓ, મહિલાઓની ધર્માંતરણમાં સંડોવણી સામે આવી. ફરિયાદી યુવતીનું ધર્માંતરણ કરાવવા મુદ્દે સક્રિય ભૂમિકા છે. આરોપીએ ધરપકડ અગાઉ તેમનો ફોન પર ફોર્મેટ કરી દીધો.

  • 03 Jan 2026 08:08 AM (IST)

    ભુજનાં માધાપરમાં વૉશિંગ મશીન બ્લાસ્ટ થવાથી ઘરમાં આગ લાગી

    ભુજનાં માધાપરમાં વૉશિંગ મશીન બ્લાસ્ટ થવાથી ઘરમાં આગ લાગી. માધાપરની શિવમ પાર્ક સોસાયટીના મકાનમાં બનાવ બન્યો. ભુજ ફાયર વિભાગે ઘટનાસ્થળે દોડી જઈ આગ ઉપર કાબુ મેળવ્યો. સદભાગ્યે ઘટનામાં કોઈ જાનહાની થઇ નથી.

  • 03 Jan 2026 08:08 AM (IST)

    વડોદરાઃ SSG હોસ્પિટલની ઈમારતમાં પોપડા ખર્યા

    વડોદરાઃ SSG હોસ્પિટલની ઈમારતમાં પોપડા ખર્યા. SSG હોસ્પિટલની ન્યુ સર્જિકલ બિલ્ડિંગમાં  C-2 વોર્ડમાં છતના પોપડા ખર્યા. દુર્ઘટનામાં સદનસીબે કોઈ ઈજા કે જાનહાનિ થઈ નથી. ન્યુ સર્જિકલ બિલ્ડિંગની સ્ટ્રક્ચર સ્ટેબિલિટી સામે સવાલ ઊભા થયા છે. અગાઉ પણ આ જ વોર્ડમાં છતનાં પોપડા પડ્યાં હતાં.

  • 03 Jan 2026 08:01 AM (IST)

    મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ

    મેક્સિકોમાં 6.5ની તીવ્રતાનો ભયાવહ ભૂકંપ આવ્યો. સૈન માર્કોસ શહેર પાસે 40 કિમીની ઊંડાઇએ ભૂકંપનું કેન્દ્રબિંદુ રહ્યુ. ભૂકંપને કારણે અનેક ઇમારતો ધણધણી ઉઠી. રાષ્ટ્રપતિની નવા વર્ષની પ્રથમ પ્રેસ કોન્ફરન્સમાં પણ ભૂકંપનું વિઘ્ન. ભૂકંપને કારણે રાષ્ટ્રપતિ ક્લાઉડિયા શિનબામે અધવચ્ચે પ્રેસ કોન્ફરન્સ અટકાવી પડી.

  • 03 Jan 2026 07:49 AM (IST)

    પ્રયાગરાજમાં માઘ મેળો 2026 શરૂ, લોકો સંગમમાં પવિત્ર સ્નાન કરે છે

    ઉત્તર પ્રદેશના પ્રયાગરાજમાં પોષ પૂર્ણિમા નિમિત્તે, જે પ્રથમ સ્નાન છે અને માઘ મેળા 2026નો પ્રથમ દિવસ પણ છે, લોકો ત્રિવેણી સંગમમાં પવિત્ર સ્નાન કરી રહ્યા છે. વિભાગીય કમિશનર સૌમ્યા અગ્રવાલે જણાવ્યું હતું કે, “અમે અહીં આવેલા તમામ ભક્તો સાથે વાત કરી હતી, અને તેઓએ કહ્યું હતું કે તેઓ વ્યવસ્થાથી સંતુષ્ટ છે અને આરામથી પૂજા અને સ્નાન કરી રહ્યા છે. અમે શક્ય તેટલી બધી વ્યવસ્થા કરી છે, અને અહીં પરિસ્થિતિ સામાન્ય છે.”

આજે 03 જાન્યુઆરીને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:49 am, Sat, 3 January 26