અમદાવાદમાં રાધે, ટ્રોજન અને સાકેત બિલ્ડર પર ITના દરોડા. ત્રણ કંપનીઓના 16 કરોડ રોકડ સહિત 16 લોકર્સ સીલ કર્યા. મહેસાણાના ઊંઝા હાઇવે ઉપર અકસ્માતમાં 2ના મોત થયા. ગાયને કાર અથડાઈને ડિવાઈડર કૂદી સામેની બાજુ પટકાઈ હતી. મહારાષ્ટ્રના CMને લઇને સસ્પેન્સ યથાવત છે. મોદી અને શાહ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઇ. તો ભાજપે રૂપાણી અને નિર્મલા સીતારમણની નિરીક્ષક પદે કરી નિમણૂક. આવતીકાલે ED શિલ્પા શેટ્ટીના પતિ રાજકુદ્રાની પૂછપરછ કરશે. પોર્નોગ્રાફી કેસ સંબંધિત મની લોન્ડરિંગ તપાસના સંબંધમાં રાજ કુન્દ્રાને બોલાવ્યા. ગિનીમાં ફૂટબોલ મેચ દરમિયાન ભડકી હિંસા. 100થી વધુ લોકોનાં મોત. ફૂટબોલ મેચ દરમિયાન સમર્થકો વચ્ચે સર્જાઇ હતી અથડામણ. રશિયન રાષ્ટ્રપતિ ટૂંક સમયમાં આવશે ભારત પ્રવાસે. ભારત-રશિયાના સંબંધો મજબૂત બનાવવા PM મોદીનું પુતિનને સત્તાવાર આમંત્રણ..
છેલ્લા 10 વર્ષથી લાંભા વિસ્તારનો અમદાવાદ મહાનગરપાલિકામાં સમાવેશ કરાયો છે. છતાં અહીંના લોકો પાયાની સુવિધાઓથી વંચિત હોવાથી લોકોમાં તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી પીવાનું પાણી દૂષિત આવતું હોવાથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આપ જોઈ શકો છો મહિલાઓના હાથમાં જે બોટલ છે.. એ ગટરનું નહીં પરંતુ પીવાનું પાણી છે જે સ્થાનિકોને પીવા માટે આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત રસ્તા, ડ્રેનેજ લાઈન સહિત પ્રાથમિક સુવિધાઓ ન મળતા લોકોએ AMC સામે બાંયો ચઢાવી છે અને તાત્કાલિક ધોરણે તમામ સમસ્યાનું નિરાકરણ લાવવાની માગ કરી છે. પરંતુ કોઈ નિરાકરણ ન આવતા વિપક્ષે સત્તાપક્ષની કામગીરી પર સવાલ ખડા કર્યા છે..
રાજકોટઃ શહેરની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ કથળવાનો પુરાવો સામે આવ્યો છે. એક જ ટોળકીએ એક રાતમાં જ હત્યા સહિતના ચાર ગુના આચર્યા. માત્ર દોઢ કલાકની અંદર હત્યાના પ્રયાસ સહિતની ચાર ઘટનાઓ બની. ટોળકીના 3 શખ્શો સહિત એકની ધરપકડ થઇ છે. ભગવતી ઓવરબ્રિજ પર માવા મામલે છરી વડે હુમલો કર્યો. ગ્રીનલેન્ડ ચોકડી પાસે પાણીપુરીની લારી ચલાવતો વ્યકિત લૂંટાયો.
વડોદરાઃ ઊર્મિ સ્કૂલમાં વિદ્યાર્થીઓ વચ્ચે મારામારી થવાની ઘટના સામે આવી છે. ક્રિકેટ રમવાની વાતને લઈને મારામારી સર્જાઇ હતી. મારામારીની ઘટનામાં 5 વિદ્યાર્થીઓ ઇજાગ્રસ્ત થયા છે. એકને માથાના ભાગે ઇજા, તો અન્યને નાની ઈજા પહોંચી છે. સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકોની સુરક્ષા મુદ્દે સવાલ ઉઠ્યા છે. મારામારી સમયે શિક્ષક હાજર હતા કે નહિં એ પણ સવાલ ઠેય વિદ્યાર્થીઓ વચ્ચે મારામારીને પગલે વાલીઓમાં રોષ જોવા મળી રહ્યો છે.
સુરત: હીરા ઉદ્યોગમાં મંદીને કારણે ચોરીના રવાડે ચઢનાર આરોપી ઝડપાયો છે. પુણાગામ ખાતેથી ક્રાઈમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી છે. કામની શોધમાં ફરવા માટે વાહનની જરૂર હોવાથી બાઈકની ચોરી કરી હોવાનું સામે આવ્યુ છે. આરોપી હીરાના કારખાનામાં મજૂરી કામ કરતો હોવાનું સામે આવ્યું છે. દિવાળી પછી હીરા ઉદ્યોગમાં મંદી આવી જતા આરોપી બેરોજગાર હતો. બાઈકની ચોરી કર્યા આરોપી બાદ નંબર પ્લેટ કાઢીને ચલાવતો હતો.
આવતીકાલે રાજ્યના મુખ્ય પ્રધાન ભૂપેન્દ્ર પટેલ દિલ્હી જશે. મુખ્ય પ્રધાન સહિત રાજ્યનું મંત્રી મંડળી દિલ્હીના પ્રવાસે જશે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ દ્વારા સ્નેહમિલનનું આયોજન કરવામાં આવ્યુ છે. ગુજરાત ભાજપના તમામ ધારાસભ્ય, સાંસદને દિલ્હી માટે આમંત્રણ મળ્યુ છે. સ્નેહમિલનમાં PM મોદી તથા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પણ હાજર રહે એવી શક્યતા છે.
સુરત: પતંગની દોરીએ લીધો વધુ એકનો જીવ લીધો છે. ઓલપાડના કિમ ગામે પતંગની દોરીથી 37 વર્ષના યુવકનું મોત થયુ છે. રેલવે ઓવરબ્રિજ પર ગત સાંજે યુવકનું ગળુ કપાયું હતું. યુવકને સારવાર માટે ખાનગી હોસ્પિટલ લઈ જવાયો હતો. પ્રાથમિક સારવાર બાદ સુરત સિવિલમાં ખસેડતી વખતે યુવકનું મોત થયુ. મૃતક યુવક ઉમરપાડા તાલુકાના શરદા ગામનો રહેવાસી હોવાની માહિતી છે.
સુરત: વરાછા વિસ્તારમાં અસામાજિક તત્વોનો આતંક જોવા મળી રહ્યો છે. અર્ચના સ્કૂલની બાજુમાં આવેલી દુકાનોમાં તોડફોડ કરી. રાત્રી દરમિયાન આંતક મચાવતા ઈસમો CCTVમાં કેદ થયા છે. લુખ્ખાતત્વોની દાદાગીરીના CCTV વાયરલ થયા છે.
વડોદરા : ક્રિકેટર યુસુફ પઠાણે કરેલા દબાણ દૂર કરવાની માગણી ઉઠી છે. વિશ્વામિત્રી બચાવો સમિતિ દ્વારા માગણી કરાઇ છે. પાલિકાના દસ હજાર પાચસો ફૂટ પ્લોટ કબજે કર્યો હોવાનો આક્ષેપ છે.
12 વર્ષથી દબાણ કર્યુ હોવાનો આક્ષેપ છે. મામલો કોર્ટમાં હોવાથી કાર્યવાહી નહીં થતી હોવાનો પાલિકાનો દાવો છે.
અમદાવાદ : ઇસ્કોન બ્રિજ અકસ્માત કેસમાં આરોપી તથ્ય પટેલના નિયમીત જામીન અંગે આજે ચુકાદો છે. જામીન અરજી પર ગ્રામ્ય સેશન્સ કોર્ટ આજે ચુકાદો આપશે.
આજે રાજ્યભરની ખાનગી પ્રી પ્રાયમરી શાળાઓ બંધ. પ્રી પ્રાયમરી શાળાઓના બનેલા નિયમના વિરોધમાં બંધ પાળવામા આવ્યો. નવા નિયમ મુજબ પ્રી સ્કૂલ માટે 15 વર્ષનો ભાડા કરાર જરૂરી છે. શાળાની જેમ પ્રી સ્કૂલ ચલાવવા માટે પણ ટ્રસ્ટ ફરજિયાત કરવામાં આવ્યું. પ્રિ સ્કૂલ માટે રેસિડેન્શિયલ, કોમર્શિયલ કે એજ્યુકેશનલ ત્રણેય માંથી કોઈપણ BU મંજૂર રાખવા માગ.
Published On - 8:59 am, Tue, 3 December 24