કતારગામ વિસ્તારમાં સાયબર ક્રાઇમના પકડાયેલા કૌંભાડના નાસતા ફરતા આરોપીઓને મુંબઇ એરપોર્ટથી ઝડપી પાડવામાં આવ્યા છે. બન્ને આરોપી વિરુદ્ધ લુક આઉટ નોટિસ જાહેર કરવામાં આવી હતી. આરોપીઓ પાસેથી મળી આવેલ જુદી જુદી બેંકોના 149 બેંક ખાતાઓમાં રૂ. 8,00,66,51,326.33 રૂપીયાના ટ્રાન્જેક્શનો મળી આવ્યા હતા. અલગ અલગ બેંકોના 149 ખાતા ઉપર NCCRP પોર્ટલ ઉપર કુલ-417 ફરિયાદો મળી આવેલ હતી.
જતીન ઉર્ફે જોન રેપર વિનોદભાઇ ઠક્કર અને દિપકુમાર મહેશકુમાર ઠક્કરની ધરપકડ કરાઈ છે. બેંગકોક તથા વિયેતનામ ખાતે રહીને ગેમીંગનું ફંડ જુદા જુદા ઓનલાઇન બેટીંગ વેબસાઈટના 50 મર્ચન્ટ પાસેથી ફંડ મેળવતા હતા. જતીન https://admin.leopay.live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવાનું તથા આવા ફંડ બાબતે હિસાબો રાખવાની કામગીરી સંભાળતો હતો.
જ્યારે દીપકુમાર ફંડ https://admin.leopay.live નામના પ્લેટફોર્મ દ્વારા જુદા જુદા મ્યુલ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરતો હતો. 4 મોબાઈલ અને બે લેપટોપ મળી આવ્યા. બેગકોક થી નીકળ્યા બાદ બન્નેના મોબાઈલ અને લેપટોપ ફોર્મેટ કરી દેવાયા હતા. મોબાઇલ ફોન તથા લેપટોપમાં ચેક કરતા કુલ-36 બેંક ખાતાઓ મળી આવેલ છે.
આ બેંક ખાતાઓ નેશનલ સાયબર ક્રાઇમ રીપોટીંગ પોર્ટલ ઉપર ચેક કરતા કુલ- 227 NCCRP ફરીયાદો મળી આવેલ છે. આ ફરીયાદોમાં કુલ મળી રૂ. 87,87,36,515 નું ફ્રોડ થયેલ છે.