02 ડિસેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદ ભવનના ઓડિટોરિયમમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે

|

Dec 02, 2024 | 12:48 PM

Gujarat Live Updates : આજે 02 ડિસેમ્બરના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના અપડેટ્સ મેળવવા માટે આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

02 ડિસેમ્બરના મહત્વના સમાચાર : PM મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદ ભવનના ઓડિટોરિયમમાં ધ સાબરમતી રિપોર્ટ ફિલ્મ નિહાળશે

Follow us on

LIVE NEWS & UPDATES

  • 02 Dec 2024 12:48 PM (IST)

    અમદાવાદ: વાહન ચેકિંગ દરમિયાન લક્ઝ્યુરિયસ કાર ડિટેઈન

    અમદાવાદ: વાહન ચેકિંગ દરમિયાન લક્ઝ્યુરિયસ કાર ડિટેઈન કરવામાં આવી છે. ચંદ્રનગર બ્રિજ પરથી પોલીસ દ્વારા પોર્શે કાર ડિટેઈન કરવામાં આવી. કારની નંબર પ્લેટ તેમજ જરૂરી દસ્તાવેજો ન હોવાથી પોલીસે કાર્યવાહી કરી. વાહન ચેકિંગ દરમિયાન અનેક લક્ઝ્યુરિયસ કારને દંડ ફટકારાયો. અગાઉ પણ સિંધુભવન રોડ પરથી 8 જેટલી મોંઘી કાર ડિટેઈન કરાઈ હતી.

  • 02 Dec 2024 12:13 PM (IST)

    રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક

    રાજકોટ: ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક થઇ છે. યાર્ડની બહાર બન્ને બાજુ 1600થી વધુ વાહનોની 6 કિમી સુધી લાઈન જોવા મળી. એક જ દિવસમાં ડુંગળીની 1.52 લાખથી વધુ કટ્ટાની પુષ્કળ આવક થઇ છે. હરાજીમાં 20 કિલો ડુંગળીના ભાવ 150થી 1 હજાર રૂપિયા સુધી બોલાયા. આગામી જાહેરાત સુધી હાલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની આવક બંધ રખાઈ. ખેડૂતોની ડુંગળી બગડે નહીં તે માટે માર્કેટિંગ યાર્ડનો નિર્ણય.


  • 02 Dec 2024 11:58 AM (IST)

    PM મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં ‘ધ સાબરમતી રિપોર્ટ’ ફિલ્મ નિહાળશે

    વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સાંજે 4 વાગ્યે સંસદમાં સાબરમતી ફિલ્મ નિહાળશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહની તેમની સંસદ ભવનમાં બેઠક ચાલી રહી છે. અગાઉ આ બેઠકમાં નડ્ડા પણ હાજર હતા. બેઠકમાં મહારાષ્ટ્ર સહિત અન્ય મુદ્દાઓ પર ચર્ચા થવાની શક્યતા છે.

  • 02 Dec 2024 11:50 AM (IST)

    સાબરકાંઠા: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી શોખ

    સાબરકાંઠા: કરોડોનું કૌભાંડ કરનાર ભૂપેન્દ્રસિંહ ઝાલાના વૈભવી શોખ હોવાનું સામે આવ્યુ છે. ભૂપેન્દ્ર ઝાલા મોંઘા ફોન જ નહીં તેના કવર પણ મોંઘાદાટ રાખતો હતો. BZ ગ્રુપના લોગો સાથે ખાસ ઓર્ડરથી સોનાના ફોન કવર તૈયાર કરાવતો હતો. ભૂપેન્દ્ર ઝાલા 5 લાખથી 11 લાખ રૂપિયા સુધીના સોનાના કવર રાખતો હતો . BZ ગ્રુપ લખેલ સોનાના ફોન કવરનો ફોટો વાયરલ થયો છે.

  • 02 Dec 2024 09:29 AM (IST)

    ભરૂચ: ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન

    ભરૂચ: ઝઘડિયામાં ખાનગી કંપનીના કામદારોનું વિરોધ પ્રદર્શન ચાલી રહ્યુ છે. આર્થિક નુકસાનને કારણે કંપની બંધ કરવાના નિર્ણયથી કામદારોમાં રોષ છે. બે ડિસેમ્બર એટલે કે આજથી કંપની બંધની ગેટ પર નોટિસ લગાવાઈ છે. દોઢ દાયકાથી પણ વધુ સમયથી કામ કરતા કામદારોને બેરોજગારીની ચિંતા છે. કામદારોના વિરોધને લઈને કંપનીના ગેટ પર પોલીસનો બંદોબસ્ત ગોઠવાયો છે.


  • 02 Dec 2024 09:06 AM (IST)

    અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત્

    અમદાવાદમાં રફતારનો ભયાનક આતંક યથાવત્ જોવા મળી રહ્યો છે. નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જયો. અકસ્મતામાં બે યુવાનના ઘટના સ્થળે જ કમકમાટી ભર્યા મોત થયા હતા. પૂરપાટ ઝડપે આવતી કારે કાબૂ ગૂમાવતા ડિવાઈડર કૂદી સામેની બાજુ કાર આવી. સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે.

રાજ્યમાં તાપમાનનો પારો ગગડ્યો. અનેક શહેરોમાં તાપમાનનો પારો 20 ડિગ્રીથી નીચે. અનેક શહરોમાં ગાઢ ધુમ્મસ પણ જોવા મળી. અમદાવાદના નરોડા-દહેગામ રોડ પર નશામાં ધૂત કારચાલકે અકસ્માત સર્જ્યો. બે નિર્દોષ યુવકોના મોત થયા. સ્થાનિકોએ કારચાલકને મેથીપાક ચખાડ્યો. આજે મહારાષ્ટ્રના CMનું નામ નક્કી થશે. એકનાથ શિંદેએ કહ્યું, જે પણ CM બનશે, તેને મારું સમર્થન રહેશે.  દિલ્લીના હવામાનમાં થોડો સુધારો. હજુ પણ AQI 300ને પાર તો કેટલાક વિસ્તારમાં AQI 350ને પાર. પર્વતીય વિસ્તારોમાં જોરદાર હિમવર્ષા થઇ છે. ઉત્તર ભારતમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે.  યુપી, દિલ્લી, બિહાર સહિતના રાજ્યોમાં તાપમાનનો પારો ગગડ્યો.  ફેંગલ વાવાઝોડાએ વેર્યો વિનાશ. વાવાઝોડામાં ત્રણનાં મોત. પુડુચેરીમાં જોવા મળી વ્યાપક અસર. ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિ.

Published On - 8:58 am, Mon, 2 December 24