સાબર ડેરીની ચૂંટણી જાહેર થતાની સાથે ગરમાયુ રાજકારણ. સ્થાનિક સોશિયલ મીડિયામાં કથિત ઓડિયો કલીપ વાયરલ. સાબર ડેરીમાં દૂધનાં ભેળસેળ અને ભરતીનાં ભાવ અંગેની ઓડિયો કલીપ વાયરલ. 1200 – 1300 લીટર દૂધ 3500 લીટર કેવી રીતે કરવું એ અંગે ઓડિયો કલીપમાં ચર્ચા. સાબર ડેરીમાં ભરતીમાં ભાવની પણ ચર્ચા. 10 લાખમાં સાબરડેરીમાં થાય છે ભરતી. ડેરીનાં સત્તાધીશોનાં રહેમ નજરે સાબર ડેરીમાં વહીવટ ચાલી રહ્યો હોવાની ચર્ચા એ પકડયું જોર. Tv9 આ ઓડિયો ક્લિપની નથી કરી રહ્યું પૃષ્ટિ
જામનગરમાં સગીરા પર દુષ્કર્મ આચરી ગર્ભવતી બનાવનાર બે શખ્સો ઝડપાયા. લાલચ અને ધાકધમકી આપી દુકાનમાં જ દુષ્કર્મ આચર્યું હોવાનો આક્ષેપ. સગીરાને સાડા છ માસનો ગર્ભ રહી જતાં સમગ્ર મામલો બહાર આવ્યો. આરોપીઓ સામે સિટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ હતી. ફરિયાદ બાદ બંને આરોપીઓ નાસતા ફરતા હતા. પોલીસે તપાસ હાથ ધરી બંને આરોપીઓને ઝડપી પાડ્યા. આરોપીઓનાં નામ જુનુસ અલીબાસ રમજાણી અને બજાર નુરમહંમદ જોપૈયા. દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાએ મૃત બાળકને જન્મ આપ્યો હતો.
રાજકોટમાં નબીરાઓ દ્રારા ચાલી રહેલી હાઇપ્રોફાઇલ દારૂની પાર્ટીનો પર્દાફાશ થયો છે. રાજકોટના કાલાવડ રોડ પર આવેલી સરાઝા હોટેલમાં દારૂની હાઇપ્રોફાઇલ પાર્ટી ચાલી રહી હતી. આ અંગેની જાણ રાજકોટ ડીસીપી ઝોન 2 એલસીબીને થતાં તેમના દ્રારા દરોડો પાડવામાં આવ્યો હતો અને પાર્ટીમાં સામેલ 76 લોકો સામે કાર્યવાહી કરવામાં આવી હતી. પોલીસે આ કેસમાં 33 મહિલાઓ અને 43 પુરૂષોને ડિટેઇન કર્યા છે અને સિવીલ હોસ્પિટલ ખાતે તમામે તમામના મેડિકલ ચેક અપ માટે લઇ જવામાં આવ્યા હતા.
ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા માટે મહત્વના સમાચાર સામે આવ્યા છે. ગુજરાતની પ્રથમ મરીન કોલેજ હવે ગીર સોમનાથના કોડીનાર તાલુકાના વેલણ ગામ નજીક આકાર પામશે. રાજ્યના શિક્ષણ પ્રધાન ડૉ. પ્રદ્યુમન વાજાએ કોડીનાર ખાતે આ અંગે મહત્વપૂર્ણ જાહેરાત કરી હતી. શિક્ષણ પ્રધાનના જણાવ્યા અનુસાર, આ પ્રોજેક્ટ બે તબક્કામાં સાકાર કરવામાં આવશે. પ્રથમ તબક્કામાં મરીન કોલેજનું નિર્માણ કરવામાં આવશે, જ્યારે બીજા તબક્કામાં મરીન ક્ષેત્રને લગતા અન્ય પ્રોજેક્ટ્સ વિકસાવવામાં આવશે. આ કોલેજના નિર્માણથી દરિયાઈ ક્ષેત્રમાં અભ્યાસ કરવા ઇચ્છતા વિદ્યાર્થીઓને નવી તકો ઉપલબ્ધ થવાની આશા છે. સાથે જ કોડીનાર સહિત સમગ્ર ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણ અને રોજગારીની નવી સંભાવનાઓ ઊભી થઈ શકે છે.
આજે 01 નવેમ્બરને રવિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
Published On - 7:13 am, Sun, 1 November 26