30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મુંબઈના ખરાબ હવામાનની અસર! મુંબઈ જતી 4 ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ

આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

30 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : મુંબઈના ખરાબ હવામાનની અસર! મુંબઈ જતી 4 ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ
| Edited By: | Updated on: Sep 30, 2026 | 8:01 AM

LIVE NEWS & UPDATES

  • 30 Sep 2026 08:01 AM (IST)

    લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં મોટી ડ્રગ્સ જપ્તી

    લક્ષદ્વીપ નજીક અરબી સમુદ્રમાં ગુજરાત ATS, સેન્ટ્રલ ઈન્ટેલિજન્સ એજન્સી અને કોસ્ટ ગાર્ડના સંયુક્ત ઓપરેશનમાં શંકાસ્પદ ઈરાની ધોમાંથી 526 કિલો હેરોઈન અને મેથામ્ફેટામાઈન જપ્ત કરવામાં આવ્યા છે. જપ્ત ડ્રગ્સની કિંમત ₹3 હજાર કરોડથી વધુ હોવાનું સામે આવ્યું છે. ઓપરેશન દરમિયાન ડ્રગ્સ સાથે પાંચ પાકિસ્તાની ક્રૂ મેમ્બરની ધરપકડ કરી વહાણ સહિત તમામને મુંબઈ લઈ જવામાં આવ્યા છે. સમગ્ર મામલે મલ્ટી એજન્સી દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે.

  • 30 Sep 2026 07:36 AM (IST)

    મુંબઈના ખરાબ હવામાનની અસર, 4 ફ્લાઈટ્સ વડોદરા ડાયવર્ટ

    મુંબઈમાં ખરાબ હવામાનની અસર હવાઈ સેવા પર જોવા મળી છે. મુંબઈ જતી ચાર ફ્લાઈટ્સને હવામાનની સ્થિતિને પગલે વડોદરા એરપોર્ટ પર ડાયવર્ટ કરવામાં આવી હતી. જેમાં હૈદરાબાદથી મુંબઈ જતી AI 2447, વિજયવાડાથી મુંબઈ જતી AI 599, ઈન્દોરથી મુંબઈ જતી AI 1780 અને દિલ્હીથી મુંબઈ જતી IndiGo 6E 329 ફ્લાઈટનો સમાવેશ થાય છે. હવામાનમાં સુધારો થયા બાદ તેમજ જરૂરિયાત મુજબ રિફ્યુઅલિંગ પૂર્ણ થયા પછી આ ફ્લાઈટ્સને મુંબઈ માટે રવાના કરવામાં આવશે.

આજે 30 સપ્ટેમ્બરને બુધવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:35 am, Wed, 30 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.