28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : 3 દિવસની બેંક હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય, કર્મચારીઓની માંગણીઓ પર હાઈ લેવલ કમિટી બનશે

આજે 28 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

28 સપ્ટેમ્બરના મહત્વના સમાચાર : 3 દિવસની બેંક હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય, કર્મચારીઓની માંગણીઓ પર હાઈ લેવલ કમિટી બનશે
| Edited By: | Updated on: Sep 28, 2026 | 9:06 AM

LIVE NEWS & UPDATES

  • 28 Sep 2026 09:06 AM (IST)

    ગુજરાતના 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું જળસ્તર

    ગુજરાતમાં નબળા ચોમાસા વચ્ચે અનેક જળાશયોમાં પાણીના સ્તરમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રાજ્યના કુલ 108 જળાશયોમાં 50 ટકાથી ઓછું જળસ્તર નોંધાયું છે, જ્યારે 72 જળાશયોમાં 25 ટકાથી પણ ઓછો પાણીનો જથ્થો ઉપલબ્ધ છે. કચ્છમાં સૌથી ઓછું 32.61 ટકા જળસ્તર નોંધાયું છે. જોકે, હાલ રાજ્યના 32 જળાશયો છલોછલ ભરાયેલા છે. સરદાર સરોવરમાં 99 ટકા જળસ્તર હોવાથી રાજ્ય માટે રાહત છે. ઝોન પ્રમાણે જોઈએ તો ઉત્તર ગુજરાતમાં 46.69 ટકા, મધ્ય ગુજરાતમાં 72.16 ટકા, દક્ષિણ ગુજરાતમાં સૌથી વધુ 85 ટકા અને સૌરાષ્ટ્રના જળાશયોમાં 51.84 ટકા પાણીનો જથ્થો ઉપલબ્ધ છે.

  • 28 Sep 2026 07:40 AM (IST)

    જામનગર: GSTની નોટિસ અને જટિલ કાયદાના વિરોધમાં બ્રાસ ઉદ્યોગો બંધનું એલાન

    જામનગરમાં GSTની નોટિસો અને જટિલ કાયદાઓ સામે બ્રાસ ઉદ્યોગકારોમાં રોષ જોવા મળી રહ્યો છે. આ મુદ્દે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન, ચેમ્બર અને પ્લોટ હોલ્ડર્સના આહ્વાનથી બ્રાસ ઉદ્યોગો બંધ રાખવાનો નિર્ણય લેવાયો છે. શંકરટેકરી, ફેઝ-2, ફેઝ-3 સહિતના ઔદ્યોગિક વિસ્તારોમાં 4,500થી વધુ એકમો બંધમાં જોડાશે. સવારે ફેક્ટરી ઓનર્સ એસોસિએશન ખાતેથી મૌન બાઇક રેલી યોજાશે, ત્યારબાદ કલેક્ટરને આવેદનપત્ર આપી GSTના નિયમોમાં જરૂરી સુધારા કરવાની રજૂઆત કરવામાં આવશે.


  • 28 Sep 2026 07:39 AM (IST)

    3 દિવસની બેંક હડતાળ મોકૂફ રાખવાનો નિર્ણય

    બેંકોમાં 5 દિવસ કામકાજની માંગને લઈને આજથી થનારી ત્રણ દિવસની બેંક હડતાળ મુલતવી રાખવામાં આવી છે. એટલે કે 28, 29 અને 30 સપ્ટેમ્બરે થનારી ત્રણ દિવસની દેશવ્યાપી હડતાળ હાલમાં નહીં થાય. ઇન્ડિયન બેંક એસોસિએશન અને યુનાઇટેડ ફોરમ ઑફ બેંક યુનિયન્સ વચ્ચે રવિવારે મોડી રાત્રે થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો. બેઠકમાં રજાઓની માંગને લઈને કમિટી બનાવવા પર સહમતિ બની છે.

આજે 28 સપ્ટેમ્બરને સોમવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.

Published On - 7:38 am, Mon, 28 September 26

Follow Us
Loading...
Unable to load recommendations.