
આજે 07 ઓક્ટોબરને શનિવારના રોજ, ગુજરાત સહીત દેશના વિવિધ રાજ્યોમાં અનેકવિધ કાર્યક્રમો યોજાવા જઈ રહ્યા છે. આજના બ્રેકિંગ ન્યૂઝ, દિવસભરના મોટા અને મહત્વના સમાચાર સૌથી પહેલા જાણવા અને વિવિધ સમાચારના ત્વરીત અપડેટ્સ મેળવવા માટે આપ, આ પેજને સતત રિફ્રેશ કરતા રહો.
અમદાવાદ શહેર પોલીસની મોટી કાર્યવાહી. શહેરના અલગ અલગ વિસ્તારોના 215 થી વધુ સ્પા અને મસાજ પાર્લરમાં દરોડા. પોલીસની અલગ અલગ 30 ટીમોએ હાથ ધર્યું ચેંકિગ. 24 જેટલા સ્પા સંચાલકો વિરુદ્ધ જાહેરનામા ભંગની કાર્યવાહી. સ્પામાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિ ડામવા નિર્ણય.
અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં ભયાનક ભૂકંપ આવ્યો છે. કહેવામાં આવી રહ્યું છે કે શનિવારે અફઘાનિસ્તાનના પશ્ચિમ ભાગમાં આવેલા ભૂકંપમાં ઓછામાં ઓછા 300 લોકોના મોત થયા હતા અને સેંકડો લોકો ઘાયલ થયા હતા. આ ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલ પર 6.3 હતી. ભૂકંપના કારણે અનેક મકાનો ધરાશાયી થયા છે. સર્વત્ર તબાહીના દ્રશ્યો જ દેખાય છે.
ભરૂચના અંકલેશ્વરની પાનોલી જીઆઈડીસીની કેમિકલ કંપનીમાં આગ લાગી. વૈકુંઠ કેમિકલ કંપનીમાં આગ લાગી. રાસાયણિક પ્રક્રિયા દરમિયાન આગ લાગતા દોડધામ મચી. 7 થી વધુ ફાયટર ઘટના સ્થળે પહોંચ્યા.
સુરતમાં યુવતી સાથે બિભત્સ ચેનચાળા કરવા વિધર્મી શખ્સને ભારે પડી ગયા પહેલા લોકોએ તેની ધોલાઈ કરી બાદમાં પોલીસે અટકાયત કરી. યુવતીની જાહેરમાં છેડતી અને બિભત્સ ચેનચાળા કરવાના આરોપસર મોહમ્મદ સલીમ નામના શખ્સને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો. જેનો વીડિયો પણ વાયરલ થયો છે. લોકોએ જાહેરમાં ધોલાઈ કરીને તેને પોલીસ હવાલે કર્યો હતો. મળતી માહિતી પ્રમાણે, રાંદેરમાં આવેલી નવયુગ કૉલેજ પાસે આ શખ્સ યુવતી સાથે બેઠો હતો. તેણે ચેનચાળા કરતાં યુવતીએ બૂમાબૂમ કરી હતી. જે સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને તેની ધોલાઈ કરી હતી.
મેનેજર સાથે લૂંટ વિથ મર્ડર મામલામાં આરોપી હર્ષિલ પટેલના મામાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. આરોપી હર્ષિલ પટેલે મર્ડર કર્યુ જેને લઇ મામાને ગઇ કાલે પૂછપરછ માટે સંતરામપુર પોલીસ મથકે બોલાવ્યા હતા. આરોપી હર્ષિલ પટેલના મામા કપિલ જગજીવન પટેલે સમાજમાં બદનામીના ડરથી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો. આરોપી હર્ષિલ પટેલને લઈ મામાને સમાજમાં નીચું નાખવાનું વારો આવતા આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. મામાએ કોઈ ઝેરી દવા પીને આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. હાલ આરોપીના મામાને સંતરામપુરના ખાનગી હોસ્પિટલમાં સારવાર અપાઇ રહી છે.
Deeply shocked by the news of terrorist attacks in Israel. Our thoughts and prayers are with the innocent victims and their families. We stand in solidarity with Israel at this difficult hour.
— Narendra Modi (@narendramodi) October 7, 2023
PMએ તેમના લાલ કિલ્લાના ભાષણમાં કરેલી જાહેરાતની સમીક્ષા કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજી હતી. પીએમએ ગરીબ અને મધ્યમ વર્ગ માટે આવાસ માટે સસ્તું લોન સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. આ જાહેરાતના અનુસંધાનમાં પીએમ મોદીએ આ જાહેરાતને લાગુ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી હતી. તેમના સ્વતંત્રતા દિવસના ભાષણમાં, PM એ ઘરો માટે સૌર ઉર્જા સુનિશ્ચિત કરવાનો ઉલ્લેખ કર્યો હતો. PMએ આ યોજનાને લાગુ કરવાની તૈયારીઓની સમીક્ષા કરી.
રાજકોટમાંથી આરોગ્ય વિભાગે (Health Department) બે દિવસ પહેલા વેલનાથ પરામાં આવેલા ગોડાઉન પર દરોડા (Raid) પાડ્યા હતા. આરોગ્ય વિભાગે સર્ચમાં 5 ટન શંકાસ્પદ માવાનો જથ્થો પકડ્યો હતો. ત્યારે રાજકોટ આરોગ્ય વિભાગની તપાસમાં થયો મહત્વનો ખુલાસો થયો છે. આ માવો રિબડા ઇન્ડસ્ટ્રીઝ ઝોનની એક ફેક્ટરીમાં બન્યો હોવાનું સામે આવ્યુ છે.
નવસારીમાં સી.આર.પાટીલના નામે ઠગાઇનો પ્રયાસ સામે આવ્યો છે. નવસારીમાં રહેતા પ્રદેશ મંત્રી શીતલ સોનીને સી.આર.પાટીલના નામે પાર્સલ આવ્યું હતું. રૂ.1500 ચૂકવીને પાર્સલ છોડાવવાનું હોવાનું જણાવ્યું હતું. શીતલ સોનીએ આ મુદ્દે પ્રદેશ અધ્યક્ષના કાર્યાલયનો કર્યો સંપર્ક કર્યો. જોકે આ બાદ સમગ્ર મામલો સામે આવ્યો હતો.
મહારાષ્ટ્રના અકોલા જિલ્લામાં શનિવારે કાર અને બસ વચ્ચેની અથડામણમાં પૂર્વ ધારાસભ્ય સહિત આઠ લોકો ઈજાગ્રસ્ત થયા છે. એક અધિકારીએ જણાવ્યું કે, કુરનખેડ ગામ નજીક હાઇવે પર બપોરે 12 વાગ્યે આ અકસ્માત થયો હતો. તેમણે કહ્યું કે બુલઢાણાના પૂર્વ ધારાસભ્ય વિજયરાજ શિંદે (58) તેમના ચાર સમર્થકો સાથે અમરાવતી તરફ જઈ રહ્યા હતા ત્યારે તેમની કાર અકોલા તરફ જતી બસ સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં પૂર્વ ધારાસભ્ય, તેમના ત્રણ સમર્થકો અને બસમાં સવાર ચાર મુસાફરો ઈજાગ્રસ્ત થયા હતા.
રાજસ્થાન સરકારે રાજસ્થાન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ (RAS)ના 53 અધિકારીઓની બદલી કરી છે. રાજ્યના કર્મચારી વિભાગે શુક્રવારે મોડી રાત્રે આ અંગે આદેશ જાહેર કર્યો હતો. રાજસ્થાનમાં આ વર્ષના અંતમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે અને આગામી સપ્તાહે આચારસંહિતા લાગુ થવાની સંભાવના છે.
ગુજરાતના રાજકારણને લઈ મહત્વના સમાચાર સામે આવ્યા છે. લોકસભાની ચૂંટણી (Lok Sabha elections) પહેલા ભાજપના ધારાસભ્યોનો સર્વે શરૂ કરવામાં આવ્યો છે. દિલ્હીથી જ ગુજરાતમાં ભાજપના (BJP) MLA પર સતત નજર રાખવામાં આવી રહી છે. આ સર્વે IB દ્વારા સર્વે કરવામાં આવ્યો છે. આ સર્વે 3 કેટેગરીમાં ચાલી રહ્યો હોવાની માહિતી મળી રહી છે.
ઈઝરાયેલ અને પેલેસ્ટાઈન વચ્ચે ભીષણ યુદ્ધ ફાટી નીકળ્યું છે. સૌ પ્રથમ શનિવારે સવારે પેલેસ્ટિનિયન આતંકવાદી જૂથ હમાસે ગાઝાથી ઈઝરાયેલ પર હુમલો કર્યો અને આડેધડ રોકેટ ફાયર કરીને સનસનાટી મચાવી દીધી. તે પછી હમાસ જૂથના આતંકવાદીઓ ઈઝરાયેલમાં ઘૂસી ગયા અને રક્તપાત શરૂ કર્યો. જવાબમાં ઇઝરાયેલે ચાર્જ સંભાળ્યો અને યુદ્ધની જાહેરાત કરી. ઈઝરાયેલે હવે ગાઝા પર ઝડપી બોમ્બમારો શરૂ કર્યો છે.
દિલ્હી પોલીસે નકલી નોટોની દાણચોરીના ચાર આરોપીઓની ધરપકડ કરી છે. તેની પાસેથી લગભગ 18 લાખ 54 હજાર રૂપિયાની કિંમતની ભારતીય નકલી ચલણ અને લગભગ 46 લાખ 60 હજાર રૂપિયાની નેપાળી નકલી કરન્સી મળી આવી છે. ધરપકડ કરાયેલા એક આરોપીની અગાઉ બિહારમાં UAPA (અનલોફુલ એક્ટિવિટીઝ પ્રિવેન્શન એક્ટ) હેઠળ ધરપકડ કરવામાં આવી હતી. ધરપકડ કરાયેલા આરોપીઓના નામ છબીરામ, આસિબ, ઈમરાન અને દિનેશ છે.
Surat : સુરત જિલ્લાના ઓલપાડ(Olpad) તાલુકાના બોલાવ ગામની જીઆઈડીસીમાં ઘી ના ઉત્પાદન સાથે સંકળાયેલી શંકાસ્પદ ફેકટરીમાં કીમ પોલીસે તપાસ શરૂ કરી છે. ઘી ના કારોબાર સાથે સંકળાયેલી ફેક્ટરીમાં લાખો રૂપિયાનો મુદ્દામાલ સીઝ કરી પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
ચીનમાં આયોજિત એશિયન ગેમ્સમાં જ્યારે ભારતની મેડલ સંખ્યા 100ને વટાવી ગઈ ત્યારે કેન્દ્રીય મંત્રી ધર્મેન્દ્ર પ્રધાને કહ્યું, “તેમની મહેનતથી દેશનું સન્માન વધ્યું છે. એશિયન ગેમ્સમાં ભારત માટે અત્યાર સુધીનો આ એક મોટો રેકોર્ડ છે. મેડલની સંખ્યા 100થી વધુ થઈ ગઈ છે અને દેશના તમામ ભાગોમાંથી તમામ પ્રકારની રમતોમાં મેડલ પ્રાપ્ત થયા છે.
અફઘાનિસ્તાનમાં બપોરે 12:19 કલાકે 6.1ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો.
સીબીસી ન્યૂઝના અહેવાલ મુજબ, કેનેડાના બ્રિટિશ કોલંબિયાના ચિલીવેકમાં એક નાનું વિમાન ક્રેશ થતાં ત્રણ લોકોના મોત થયા છે. આ અકસ્માત વાનકુવરથી લગભગ 200 કિલોમીટર પૂર્વમાં ચિલીવેકમાં થયો હતો.
ભાવનગર મેડિકલ કોલેજના 95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. 20 ટકા કરતાં ઓછી હાજરી અને બોન્ડ જમાં નહિ કરાવતા વિદ્યાર્થીઓ ડીટેઈન કરાયા છે. ચાલુ વર્ષના 93 અને ગત વર્ષના 2 મળી 95 વિદ્યાર્થીને ડીટેઈન કરવામાં આવ્યા છે. આગામી 6 માસ સુધી આ વિદ્યાર્થીઓ પરીક્ષા નહીં આપી શકે.
Bharuch : ભરૂચનો Narmada Maiya Bridge આત્મહત્યા અને અકસ્માતની ઘટનાઓને લઈ ખુબ બદનામ છે. આ બ્રિજ ઉપરથી મોતની છલાંગની વધુ એક ઘટના સામે આવી છે. યુવતીએ પૂલ ઉપરથી નર્મદા નદી(Narmada River) માં છલાંગ લગાવ્યા બાદ તે પાણીમાં તણાતી હોવાનો વિડીયો વાયરલ(Viral Video) થયો છે. વીડિયો જોવા માટે અહીં ક્લિક કરો.
વડોદરા SOGએ દશરથ ગામે દરોડો પાડીને 103 ગ્રામ હેરોઈન જપ્ત કર્યું હતુ.ત્યારે ઝડપાયેલા હેરોઇન કેસમાં (Heroin ) સૌથી મોટો ખુલાસો થયો છે. આરોપી કુલદીપસિંહ પંજાબના (Punjab) ડ્રગ્સ સપ્લાયર (Drug supplier) પીલ્લુ પાસેથી હેરોઇનનો જથ્થો લાવતો હોવાનો ખુલાસો થયો છે, પોલીસે સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરુ કર્યો છે.
19મી એશિયન ગેમ્સના 14માં દિવસે તીરંદાજીમાં 2 ગોલ્ડ, 1 સિલ્વર અને 1 બ્રોન્ઝ જીત્યા બાદ હવે ભારતે કબડ્ડીમાં પણ ગોલ્ડ મેડલ જીત્યો છે. આ સાથે તેણે 100 મેડલનો લક્ષ્યાંક પણ હાંસલ કર્યો હતો. આ 100 મેડલમાં 25 ગોલ્ડ, 35 સિલ્વર અને 40 બ્રોન્ઝ સામેલ છે. મહિલા કબડ્ડીમાં ભારતે 25મો ગોલ્ડ જીત્યો હતો.
“It is a historic moment for India at the #AsianGames. #KabaddiWomenTeam has clinched Gold! This victory is a testament to indomitable spirit of our women athletes. India is proud of this success. Congrats to team. My best wishes for their future endeavours.” tweets PM Modi pic.twitter.com/shW0JQZCXi
— Tv9 Gujarati (@tv9gujarati) October 7, 2023
નાણા મંત્રાલયે માહિતી આપી છે કે કેન્દ્રીય નાણા મંત્રી નિર્મલા સીતારમણ આજે નવી દિલ્હીમાં સુષ્મા સ્વરાજ ભવનમાં 52મી GST કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરશે.
કોરોના(Corona) મહામારી પછી લોકો તેમના બચાવેલા પૈસા ખર્ચવાનો આગ્રહ કરી રહ્યા છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (Reserve Bank of India – RBI)ના જણાવ્યા અનુસાર મહામારીને લગતા નિયંત્રણો હટાવ્યા બાદ લોકોના ખર્ચમાં વધારા અને વધુ હોમ લોન(Home Loan) લેવાને કારણે પરિવારોનો બચત દર ગત નાણાકીય વર્ષમાં ઘટીને 50 વર્ષના તળિયે પહોંચી ગયો છે.
મણિપુરમાં ફરી એકવાર સ્થિતિ વણસી છે.અગાઉ બનેલી અનેક ઘટનાઓ બાદ પણ હજુ સ્થિતિ સામાન્ય થવાનું નામ લઈ રહી નથી. ત્યારે થોડા દિવસ અગાઉ બે વિદ્યાર્થીઓના મોતને બાદ રાજ્યમાં ફરી અરાજકતાનો માહોલ જોવા મળી રહ્યો છે. આવી ઘટનાને જોતા રાજ્યમાં ઈન્ટરનેટ સેવા પર 5 દિવસ માટે પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. રાજ્યમાં 11 ઓક્ટોબર સુધી ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવામાં આવી છે. અહીં રાજ્ય સરકારે આદેશ જાહેર કરીને આ માહિતી આપી છે.
Mexico Accident: મેક્સિકોના ઓક્સાકામાં શુક્રવારે એક ભયાનક માર્ગ અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં 3 બાળકો સહિત 18 લોકોના મોત થયા છે, જ્યારે 27 લોકો ઘાયલ હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
મૃતકોમાં મોટા ભાગના પ્રવાસીઓનો સમાવેશ થાય છે. આમાં મોટા ભાગના લોકો વેનેઝુએલા અને હૈતીના રહેવાસી છે. મૃતકોમાં બાળકો ઉપરાંત 13 પુરૂષ અને બે મહિલાઓનો પણ સમાવેશ થાય છે. અકસ્માતમાં બાકીના ઘાયલોને નજીકની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે, જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.
સિક્કિમમાં પૂરના કારણે હોબાળો મચી ગયો છે. લોનાક તળાવ પર વાદળ ફાટવાને કારણે તિસ્તા નદીમાં અચાનક પૂર આવવાથી અત્યાર સુધીમાં 26 લોકોના મોત થયા છે. તે જ સમયે, 142 લોકો હજુ પણ ગુમ છે જ્યારે 2413 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. અધિકારીઓએ આ માહિતી આપી હતી.
મધ્યપ્રદેશના છતરપુરમાં વાહન ચેકિંગ દરમિયાન બોલેરો વાહનમાંથી રૂ. 13 લાખ 72 હજાર મળી આવ્યા હતા. વસૂલ કરાયેલા નાણાંનું કોઈ રાજકીય જોડાણ છે કે કેમ તેની તપાસ કરવામાં આવી રહી છે. છતરપુર સિવિલ લાઇન પોલીસ સ્ટેશનના પ્રભારી કમલેશ સાહુએ જણાવ્યું કે આ પૈસાની સાથે કેટલાક દસ્તાવેજો પણ મળી આવ્યા છે, જેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
કોંગ્રેસની કેન્દ્રીય ચૂંટણી સમિતિની એક મહત્વપૂર્ણ બેઠક આજે દિલ્હીમાં યોજાશે. આ બેઠકમાં આગામી વિધાનસભા ચૂંટણી માટે 150 ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી શકે છે.
મોરબીનો ઝૂલતો પુલ તૂટ્યો, સુરેન્દ્રનગરનો વસ્તડી બ્રિજ તૂટ્યો, ખેડાના માતરમાં આવેલો બ્રિજ ધરાશાયી થયો. ત્યારે ફરી એક મોતનો બ્રિજ વલસાડના જોરાવાસણ ગામથી સામે આવ્યો છે. આ રેવલે ઓવરબ્રિજ વચ્ચેથી બેસી ગયો છે. જેના કારણે રસ્તા પર મસમોટો ભૂવો પડી ગયો. આ ભૂવાના કારણે અનેક વખત અકસ્માત સર્જાયા.
જે બાદ સ્થાનિકોએ સાવચેતીના ભાગરૂપે એક લાકડામાં કપડું વીંટોળીને મૂકી દીધું. જો કે બ્રિજની સાઇડની દીવાલોમાં પણ તિરાડો પડી છે. ઉલ્લેખનીય છે, માત્ર બે વર્ષ પહેલા DFCCએ રૂપિયા 30 કરોડના ખર્ચે આ બ્રિજ બનાવ્યો છે. છતાં હાલત જર્જરિત થઇ ગઇ છે. બે વર્ષમાં બે વખત બ્રિજ બેસી ગયો છે.
Rajkot: ભારતીય જનતા પાર્ટી આમ તો શિસ્તબદ્ધ પાર્ટી છે. કાર્યકર્તાઓની રજૂઆત,પ્રશ્નો અને તેની કામગીરી શિસ્તમાં સોંપવામાં આવતી હોય છે પરંતુ આ જ પાર્ટીના કેટલાક એવા નિર્ણયો જોવા મળે છે જે શિસ્તની સાથે કાર્યકર્તાઓ પરના વિશ્વાસ સામે પણ પ્રશ્નાર્થ મુકે છે. તાજેતરમાં રાજકોટ શહેર ભાજપ પ્રમુખ મુકેશ દોશીએ રાજકોટ મહાનગરપાલિકાની સંકલનની બેઠકમાં તમામ હોદ્દેદારોને મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો. શહેર ભાજપ પ્રમુખના આ આદેશથી થોડા સમય માટે કાર્યકર્તાઓ ચોંકી ઉઠ્યા હતા.
Rajkot: ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલ આજે રાજકોટની મુલાકાતે હતા. સી આર પાટીલે આજે રાજકોટ પૂર્વના ધારાસભ્ય ઉદય કાનગડના કાર્યાલયની મુલાકાત લીધી હતી અને અહીં રાજકોટ પૂર્વ વિધાનસભાના કાર્યકર્તાઓને મળ્યા હતા.આ કાર્યક્રમમાં ઉપસ્થિત સી આર પાટીલે લોકસભાની ચૂંટણીને લઇને હુંકાર કર્યો હતો.સી આર પાટીલે દાવો કર્યો હતો કે આગામી લોકસભાની ચૂંટણીમાં ભાજપ 26 માંથી 26 બેઠકો પર વિજય મેળવશે અને દરેક બેઠક પર પાંચ લાખ કરતા વધારે લીડ મળશે.
Published On - 6:28 am, Sat, 7 October 23