હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી, કિસાન સર્વોદય યોજનાનું વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન

|

Oct 24, 2020 | 11:19 AM

હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી. જંગલી જાનવરોના ત્રાસથી પરેશાન ખેડૂતોની સમસ્યા હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા 17.25 લાખ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને આ તમામ ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળીનો લાભ મળશે. દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ઉદ્દઘાટન દ્વારા કિસાન સર્વોદય યોજનાનો જૂનાગઢથી પ્રારંભ કરાવી ખેડૂતોને સમર્પિત કરી. આ […]

હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી, કિસાન સર્વોદય યોજનાનું વડાપ્રધાન મોદીએ કર્યું વર્ચ્યુઅલ ઉદ્ધઘાટન

Follow us on

હવે ખેડૂતોને મળશે દિવસે વિજળી. જંગલી જાનવરોના ત્રાસથી પરેશાન ખેડૂતોની સમસ્યા હવે ભૂતકાળ બનશે. રાજ્ય સરકારના ઉર્જા વિભાગ દ્વારા 17.25 લાખ ખેડૂતોના હિતમાં મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. અને આ તમામ ખેડૂતોને કિસાન સર્વોદય યોજના હેઠળ દિવસે વીજળીનો લાભ મળશે.

દેશના વડાપ્રધાન મોદીએ વર્ચ્યુઅલી ઉદ્દઘાટન દ્વારા કિસાન સર્વોદય યોજનાનો જૂનાગઢથી પ્રારંભ કરાવી ખેડૂતોને સમર્પિત કરી. આ યોજના હેઠળ ખેડૂતોને સવારે 5 વાગ્યાથી રાત્રીના 9 વાગ્યા સુધી દિવસે વીજળી મળશે. હાલ દિવસે વીજળી માટે કુલ 153 જેટલા ગ્રુપ બનાવાયા છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

પી.એમ મોદી દ્વારા ઉદ્દઘાટન કર્યા બાદ રાજ્યના 1055 ગામોના ખેડૂતોને કિસાન સર્વોદય યોજનાનો લાભ મળશે. જોકે જંગલી જાનવરોનો વધુ ત્રાસ હોવાથી જૂનાગઢ જિલ્લાના 220 ગામોને પ્રથમ લાભ આપવાનો નિર્ણય કરાયો છે. જ્યારે બીજા તબક્કામાં ગીરસોમનાથ જિલ્લાના 143 ગામો, દાહોદ જીલ્લાના 692 ગામોને લાભ મળશે તેમ ઉર્જાપ્રધાન સૌરભ પટેલે જણાવ્યું હતું.

જોકે દિવસે વીજળીનું નવું માળખું ઉભુ કરતા સરકારને 3 વર્ષનો સમય લાગી શકે છે. જેના માટે વર્ષ 2020-21ના બજેટમાં રાજ્ય સરકારે 3500 કરોડની જોગવાઇ કરી છે. અને આ રકમનો 3 વર્ષ દરમિયાન ઉપયોગ કરીને યોજનાનો તબક્કાવાર અમલ કરવાનું સરકારનું આયોજન છે. વધુ જાણકારી માટે જુઓ આ વીડિયો.

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 11:15 am, Sat, 24 October 20

Next Article