
IRCTC Tour Package : જો તમે તમારા પરિવાર સાથે વીકએન્ડ દરમિયાન ક્યાંક ફરવા જવાની યોજના બનાવી રહ્યા છો, તો IRCTCનું ગુજરાત પેકેજ તમારા માટે બેસ્ટ રહેશે. આ પેકેજમાં તમને એક સાથે અનેક સ્થળોની મુલાકાત લેવાની તક મળશે.
IRCTCના આ ટૂર પેકેજનું નામ Classical Gujarat છે. આ પેકેજમાં તમને 6 રાત અને 7 દિવસની મુસાફરી કરવાનો મોકો મળશે. આ ટૂર પેકેજ ગોરખપુરથી શરૂ થશે.
પેકેજમાં તમને અમદાવાદ, વડોદરા, વડનગર જવાનો મોકો મળશે.
આ સફર 06 રાત અને 07 દિવસની હશે.
આ પેકેજ બુક કરાવવા માટે તમારે 20,675 રૂપિયાનો ખર્ચ થશે. આ પેકેજમાં તમને 2AC અને 3 ACમાં મુસાફરી કરવાનો મોકો મળશે. 2AC અને 3 AC પેકેજનું ભાડું પણ અલગ છે. જો તમે 2AC પેકેજ બુક કરો છો, તો તમારે સિંગલ શેરિંગ માટે 47,620 રૂપિયાનો ખર્ચ થશે. ડબલ શેરિંગ માટે તમારે 27,725 રૂપિયા ખર્ચવા પડશે, ટ્રિપલ શેરિંગ માટે તમારે 22,805 રૂપિયા ખર્ચવા પડશે.
Explore the wonders of Gujarat like the UNESCO heritage city of Ahmedabad, and sites like Rani ki Vav and the ancient Hatkeshwar Mandir. Prepare for a journey filled with heritage and spiritualism.
Destinations Covered: Ahmedabad, Vadodara, Vadnagar
Package Price: ₹20,675/-… pic.twitter.com/GvVOXBbvaT— IRCTC (@IRCTCofficial) August 2, 2024
જો આ ટ્રિપમાં 5 વર્ષથી 11 વર્ષની ઉંમરનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ ખરીદો છો, તો તમારે 17790 રૂપિયા ખર્ચવા પડશે. તેમજ જો 5 થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય અને તમે અલગ બેડ ન લો તો તેની કિંમત 14,820 રૂપિયા થશે.
જો તમે 3AC પેકેજ બુક કરો છો, તો તમારે સિંગલ શેરિંગ માટે 45,490 રૂપિયાનો ખર્ચ થશે. ડબલ શેરિંગ માટે તમારે ₹25,595 ખર્ચવા પડશે, ટ્રિપલ શેરિંગ માટે તમારે ₹20,675 ખર્ચવા પડશે. જો આ ટ્રિપમાં 5 થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ ખરીદો છો, તો તમારે તેના માટે 15660 રૂપિયા ખર્ચવા પડશે. તેમજ જો 5 થી 11 વર્ષનું બાળક તમારી સાથે જાય છે અને તમે તેના માટે અલગ બેડ નથી લેતા, તો તેની કિંમત 12,690 રૂપિયા થશે.