અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ

|

Oct 21, 2021 | 8:30 PM

ગુજરાત હાઇકોર્ટે પાઈપ લાઇનમાં કરાતા ગેરકાયદે કનેક્શન અંગે નારાજગી વ્યક્ત કરતાં પૂછ્યું કે કોર્પોરેશનને કોનો ડર છે કોણ તેમની સામે છે જેને લીધે આ કાર્યવાહી નથી થઈ શકતી.

અમદાવાદની સાબરમતી નદીના પ્રદૂષણ મામલે હાઇકોર્ટનું આકરું વલણ, જવાબદાર વિરુદ્ધ પગલાં લેવા આદેશ
Gujarat High Court Drastic attitude on Ahmedabad Sabarmati river pollution orders action against those responsible (File Photo)

Follow us on

અમદાવાદની (Ahmedabad) સાબરમતી નદીના (Sabarmati River) પ્રદૂષણ મામલે ગુજરાત હાઈકોર્ટે (Gujarat Highcourt) સખત વલણ દાખવ્યું છે. હાઈકોર્ટે કહ્યું કે જે પણ નિષ્કાળજી દાખવતાં હોય અને પોતાનું કામ વ્યવસ્થિત ન કરતા હોય એમની સામે પગલાં લેવા જોઈએ. હાઇકોર્ટે ઉત્તરાખંડમાં વાદળ ફાટવા અને ભારે વરસાદની ઘટનાને યાદ કરતા ટકોર કરી કે કુદરત હાલ માફ કરવાના મૂડમાં નથી.

કોર્ટ મિત્ર દ્વારા કોર્ટ સમક્ષ સમગ્ર હકીકત મૂકવામાં આવી કે એસ.ટી.પી. અને સી.ઇ.ટી.પી. કેવી રીતે કામ કરી રહ્યા છે.. એસ.ટી.પી પ્લાન્ટ માં ચાલતી લેબોરેટરી નું કામ કોર્પોરેશને ખાનગી કોન્ટ્રાકટરને આપ્યું છે તેમજ જે ઇનલેટઅને આઉટલેટ છતાં પાણીના સેમ્પલ લેવામાં આવે છે એના ડેટા સાચા મુકવામાં આવતા નથી.

લેબ કર્મચારીઓ દ્વારા થતી આ પ્રકારની કામગીરી અંગે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે આ લોકોની આ બેદરકારી બદ્દલ અમે એમને સસ્પેન્ડ કરીશું. આ પ્રકારની બેદરકારી ચલાવી લેવાય નહીં, સાથે જ ગેરકાયદે કનેક્શન પાઇપ લાઇનમાં જોડી દેવામાં આવે છે એ બાબતે પણ ટકોર કરતા હાઈકોર્ટે કહ્યું કે આવી પાઇપ લાઇનના કનેક્શન કેમ તાત્કાલિક કાપી શકાતા નથી.

તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ
શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા

કોર્પોરેશનને કોનો ડર છે કોણ તેમની સામે છે જેને લીધે આ કાર્યવાહી નથી થઈ શકતી. કોર્ટ મિત્ર અને જોઇન્ટ ટાસ્ક પૂરો દ્વારા કરાયેલી ફેક્ટ ફાઇન્ડિંગમાં સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટને અપગ્રેડ કરવાની જરૂર હોવાનું પણ સામે આવ્યું. કોર્પોરેશનના વકીલ દ્વારા આ બાબતે રજૂઆત કરતાં કહેવામાં આવ્યું એ કોર્પોરેશન વર્લ્ડ બેંક પાસેથી લોન લઈને સુએઝ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપડેટ કરવાની કામગીરી કરશે.

જેના જવાબમાં હાઈકોર્ટે નારાજગી વ્યક્ત કરી અને કહ્યું કે વર્લ્ડ બેંક પાસેથી લોન લેવા છતાંય આવા પ્રકારના સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ તમે ચલાવો છો. લોકોના જીવ સાથે અને પર્યાવરણ સાથેની આ પ્રકારની રમત બંધ થવી જોઈએ. કોર્ટ મિત્રએ અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર અને ચીફ સેક્રેટરીને આવતી મુદતમાં કોર્ટમાં હાજર રાખવા સૂચન કર્યું છે. આ કેસની વધુ સુનાવણી 3 ડિસેમ્બરના રોજ હાથ ધરાશે.

આ પણ વાંચો : રાજકોટના જેતપુરમાં પાક નુકસાનીથી ખેડૂત લાચાર, પશુઓને પાક ચરવા મૂકી દીધા

આ પણ વાંચો : દેશમાં કોરોના રસીકરણના 100 કરોડ ડોઝ પીએમ મોદીના ભગીરથ પ્રયાસને આભારી : ઋષિકેશ પટેલ

Next Article