GUJARAT : રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી, NDRFની ટીમને એલર્ટ પર રખાઈ

|

Jul 27, 2021 | 7:18 AM

Rain Forecast In Gujarat : 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે

GUJARAT : રાજ્યના હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે,જેમાં વલસાડ, નવસારી, ડાંગ, તાપીમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે…તો દાહોદ, પંચમહાલ, અરવલ્લી, મહિસાગર, સુરત અને વડોદરામાં ભારે વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે.આ સિવાય સાબરકાંઠા, અમદાવાદ, ગાંધીનગરમાં પણ ભારે વરસાદ વરસી શકે છે. સાથે જ સૌરાષ્ટ્ર સહિત દરિયાકાંઠા વિસ્તારોમાં પણ સારા વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે

મહત્વપૂર્ણ છે કે 28મી જુલાઈએ બંગાળની ખાડીમાં વધુ એક લો પ્રેશર સર્જાશે.જેની અસરને પગલે ગુજરાતને સારો વરસાદ મળવાની સંભાવના છે. ભારેથી અતિભારે વરસાદની આગાહીને પગલે સ્ટેટ ઇમરજન્સી કંટ્રોલ રૂમ 24 કલાક કાર્યરત રખાયો છે તેમજ NDRFની ટીમને એલર્ટ પર રખાઈ છે.

Published On - 7:02 am, Tue, 27 July 21

Next Video