ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

|

Oct 09, 2021 | 12:20 PM

ઊંઝામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા મહા આરતીના આયોજનથી કરાઇ હતી. આ કાર્યક્રમમાં ભાઇ ભાઇ ફેઇમ કલાકાર અરવિંદ વેગડા સહિત ખ્યાતનામ કલાકારોના તાલે લોકો ગરબે ઝૂમ્યા હતા.

ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે : આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ
Gujarat has achieved a leading position in the field of tourism: Health Minister Hrishikesh Patel

Follow us on

મહેસાણા: આરોગ્યમંત્રીની ઉપસ્થિતિમાં ઉંઝા ખાતે પ્રવાસન નિગમ દ્વારા મહા આરતીનું આયોજન

પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે આયોજીત મહા આરતી મહોત્સવમાં આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે ગુજરાતે પ્રવાસન ક્ષેત્રે આગવું સ્થાન પ્રાપ્ત કર્યું છે. પ્રવાસન નિગમ દ્વારા 07 ઓક્ટોબરથી 14 ઓક્ટોબર દરમિયાન રાજ્યના વિવિધ ધાર્મિક ક્ષેત્રોમાં મહાઆરતીનું આયોજન કરાયું છે જેનાથી પ્રવાસન ક્ષેત્રને વેગ મળનાર છે.

આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે જણાવ્યું હતું કે નવરાત્રીના પવિત્ર દિવસોમાં આયોજીત મહા આરતીથી વાતાવરણ ભક્તિમય બન્યુ છે. મંત્રીએ નવરાત્રીના આ પવિત્ર પ્રસંગે રાજ્યના નાગરિકોને શુભેચ્છા પાઠવી તેમના તંદુરસ્ત આરોગ્ય માટે માતાજીને પ્રાર્થના કરી હતી.

આજનું રાશિફળ તારીખ : 04-05-2024
મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા

ઊંઝામાં નવરાત્રી મહોત્સવની ઉજવણી પ્રવાસન વિભાગ દ્વારા મહા આરતીના આયોજનથી કરાઇ હતી. આ કાર્યક્રમમાં ભાઇ ભાઇ ફેઇમ કલાકાર અરવિંદ વેગડા સહિત ખ્યાતનામ કલાકારોના તાલે લોકો ગરબે ઝૂમ્યા હતા. આ ઉપરાંત ઉંઝા ખાતે આયોજીત મહા આરતીના દર્શન કરી નાગરિકો મુગ્ધ થયા હતા. આરોગ્ય મંત્રી ઋષિકેશભાઇ પટેલે ઉંઝા ઉમિયા માતાજીના નવરાત્રી મહોત્સવમાં ઉપસ્થિત રહી મા ઉમિયાની આરતી કરી હતી.

પ્રવાસન નિગમ દ્વારા ઉંઝા ખાતે આયોજીત કાર્યક્રમમાં ધારાસભ્ય સર્વેશ્રી ડો આશાબેન પટેલ,કરશનભાઇ સોલંકી,જિલ્લા કલેકટર ઉદિત અગ્રવાલ,જિલ્લા પોલીસ અધિક્ષક ડૉ. પાર્થરાજસિંહ ગોહિલ,અગ્રણી જશુભાઇ પટેલ,જિલ્લા પંચાયત કારોબારી ચેરમેન હરીભાઇ, ઉંઝા એ.પી.એમ.સી ચેરમેન દિનેશભાઇ,પ્રવાસન નિગમના અધિકારીઓ સહિત પદાધિકારીઓ તેમજ માઇ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

 

આ પણ વાંચો : જામનગરઃ શૌર્ય રાસ ગરબાની રમઝટ, સળગતા અંગારા પર ગરબા રમતા યુવાનો

આ પણ વાંચો : Bhakti: શ્રીમદ્ દેવી ભાગવતના શ્રવણ માત્રથી વિવિધ કામનાઓ થશે સિદ્ધ, જગદંબા દેશે સંતતિ અને સંપત્તિના આશીર્વાદ !

Next Article