Gujarat માં જીટીયુ કરી રહ્યું છે કે કેન્સરની દવા શોધવા માટે ઉપયોગી નવી પધ્ધતિનું સંશોધન

|

Sep 23, 2021 | 2:59 PM

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ પણ કેન્સર સેલ પર રિસર્ચ કરવાનું બીડું ઝડપ્યું છે.તેમજ જીટીયુ દ્વારા કેન્સર સેલ પર સંશોધન કરવાની એક નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે.

Gujarat માં જીટીયુ કરી રહ્યું છે કે કેન્સરની દવા શોધવા માટે ઉપયોગી નવી પધ્ધતિનું સંશોધન
Gujarat GTU is researching a new method to find Medicine For cure cancer

Follow us on

ગુજરાત(Gujarat)અને દેશભરમાં કેન્સરના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે. જો કે હજુ સુધી કેન્સરને મટાડતી કોઇ કારગર દવા શોધવામાં આવી નથી. તેમજ તેના ઈલાજ માટે અનેક સ્થળો અનેક અલગ અલગ રીતે સંશોધન(Reserch)કરવામાં આવી રહ્યા છે. જેના ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીએ GTU) પણ કેન્સર સેલ પર રિસર્ચ કરવાનું બીડું ઝડપ્યું છે.

તેમજ જીટીયુ દ્વારા કેન્સર સેલ પર સંશોધન કરવાની એક નવી પધ્ધતિ વિકસાવવામાં આવી છે.

ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીને(GTU)રાજય સરકાર દ્વારા ફંડ આપી અટલ ઈનક્યુબીશન સેન્ટર પણ બનાવી આપવામાં આવ્યુ છે. હવે આ સેન્ટરમાં કેન્સરના સેલ પર સંશોધન કરવામાં આવી રહ્યું છે.અત્યાર સુધી દવા બનાવતી કંપની અથવા વૈજ્ઞાનિકો કેન્સરની દવાનો ટ્રાયલ કરવા માટે ઉંદર  અથવા  અન્ય પ્રાણીમાં કેન્સરનો સેલ મુકતા હતા અને  સેલ એક્ટીવ થઈ પ્રાણીને કેન્સર થાય  ત્યાર બાદ તેની દવા આપી તેનો અભ્યાસ કરતા હતા.

SBI પાસેથી 5 વર્ષ માટે રૂપિયા 25 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે?
ગરમીમાં કોલ્ડ ડ્રિંક પીતા લોકો સાવધાન ! સ્વાસ્થ્ય પર થશે તેની ગંભીર અસરો
કરીના કપૂરને મળી મોટી જવાબદારી, જુઓ ફોટો
ઘરમાં એકથી વધુ તુલસીના છોડ રાખવા જોઈએ કે નહીં? જાણી લો
શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024

પરંતુ હવે ગુજરાત ટેકનોલોજીકલ યુનિવર્સિટીમાં વિકસી રહેલા કેન્સરના સેલ જીવીત પ્રાણી પર નહીં પરંતુ કાચની સીધી ટ્યુબમાં દવા મુકી તેના પર પ્રયોગ કેવી રીતે કરી શકાય તેનું સંશોધન કરી રહ્યા છે. જો જીટીયુને આ સફળતા મળશે તો વિશ્વભરમાં આ પધ્ધતિ દ્વારા અવનવા સંશોધનો થઈ શકશે.

આ ઉપરાંત કોરોના બાદ જીટીયુએ અનેક સંશોધન કર્યા છે જેમાં કોરોના ટેસ્ટથી લઈ સેનેટરાઈઝર સાચી ઓળખ કરતુ મશીન, કોરોનામાં વપરાયેલી દવાઓ સહિતના અનેક સંશોધનો કર્યા છે.તેમજ આ સંશોધનોની સફળતા બાદ હવે GTUએ કેન્સરની દવામાં ઉપયોગી ઉપકરણને લઈને સંશોધન કરી રહ્યું છે.

જો તેમાંજીટીયુ ને સફળતા મળશે કેન્સરના દર્દીઓની દવા શોધવામાં કંપનીઓને સરળતા રહેશે અને સાથો સાથ દવા શોધાશે તો લોકો કેન્સરથી મૃત્યુ પામતા પણ બચી શકશે.

આ પણ વાંચો : Mehsana News: પવિત્ર યાત્રાધામ બેચરાજીમાં ધોધમાર વરસાદ, અનેક વિસ્તારોમાં પાણી ભરાયા

આ પણ વાંચો :વલસાડ જિલ્લાનો મધુબન ડેમ ભયજનક સપાટીએ, ડેમના 10 દરવાજા ખોલી નખાયા

Published On - 2:57 pm, Thu, 23 September 21

Next Article