NSS સ્વયંસેવકો માટે ખુશખબર: રાજ્ય સરકારે વેતન વધારવાનો કર્યો નિર્ણય, જાણો કેટલું મળશે વેતન
શિક્ષણપ્રધાને કાર્યક્રમમાં 15 NSS સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું. આ ઉપરાંત NSS સ્વયંસેવકો માટે મોટી જાહેરાત પણ કરી હતી. સરકારે શિબિરાર્થીઓને અપાતા વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે.
NSS સ્વયંસેવકો માટે રાજ્ય સરકારે મોટી જાહેરાત કરી છે. સરકારે શિબિરાર્થીઓને અપાતા વેતનમાં વધારો કરવાનો નિર્ણય કર્યો છે. હવે નિયમિત પ્રવૃત્તિમાં 250 ના બદલે 400 રૂપિયા આપવામાં આવશે. જ્યારે ખાસ શિબિર માટે 450 ના બદલે 600 રૂપિયા આપવાનો નિર્ણય કર્યો છે. શિક્ષણપ્રધાન જીતુ વાઘાણીએ કહ્યું, પ્રાકૃતિક ખેતી સાથે એનએસએસને જોડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. મહત્વનું છે કે શિક્ષણપ્રધાને યોજાયેલા કાર્યક્રમમાં 15 NSS સ્વયંસેવકોનું સન્માન કર્યું હતું.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાનીએ કહ્યું કે ‘આ નિર્ણય લેવામાં પૈસા મહત્વના નથી, પરંતુ લોકો NSS ના સેવાભાવી કામમાં જોવાય અને યુવકોને શિબિર, નિયમિત પ્રેવૃત્તિમાં જવાનો ખર્ચ માથે ના પડે તે મહત્વનું છે.’
Latest Videos
Latest News