Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત

તાંદલજામાં આવેલા મહાનગરપાલિકાના આ પ્લોટને લઈને અગાઉ પણ વિવાદ સર્જાઈ ચૂક્યો હતો. યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ મુદ્દે ભાજપના કેટલાક નેતાઓ સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકો, ભાજપના કોર્પોરેટરો વગેરેનો ભારે વિરોધ છતાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પ્લોટની ફાળવણીને મંજૂરી આપતાં હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે.

Breaking News : મમતાની મમત છોડ્યા બાદ સાંસદ યુસુફ પઠાણ પર ગુજરાત સરકાર ઓળઘોળ ! હરાજી વિના વડોદરા મહાનગરપાલિકાનો પ્લોટ ફાળવવાની દરખાસ્ત
Yusuf Pathan, Mamata Banerjee, Bhupendra Patel
| Updated on: Oct 20, 2026 | 4:22 PM

વડોદરા: પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) સાથે સંકળાયેલા સાંસદ અને પૂર્વ ભારતીય ક્રિકેટર યુસુફ પઠાણને વડોદરામાં જમીન ફાળવવાનો મુદ્દો ફરી ચર્ચામાં આવ્યો છે. વડોદરા મહાનગરપાલિકા (VMC)ના તાંદલજા વિસ્તારમાં આવેલા 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણી માટે દરખાસ્ત કરવામાં આવી છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે આ ફાળવણીને મંજૂરી આપ્યા બાદ હવે મહાનગરપાલિકાની સ્થાયી સમિતિ સમક્ષ આ મામલો રજૂ થવાનો છે.

મળતી વિગતો મુજબ, આગામી 23 ઓક્ટોબરે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્ત અંગે નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. આ ફાળવણીમાં 500 ચોરસ મીટર જમીન ભેટ તરીકે આપવાની અને બાકીની 478 ચોરસ મીટર જમીન વડોદરા અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (વુડા)ની વેલ્યુએશન કમિટીએ નક્કી કરેલા દર પ્રમાણે ફાળવવાની દરખાસ્ત છે.

હરાજી વિના પ્લોટ ફાળવણીનો મુદ્દો ચર્ચામાં

વડોદરા મહાનગરપાલિકાના તાંદલજા વિસ્તારમાં આવેલી ટીપી-22ની ફાઇનલ પ્લોટ નંબર 90ની જમીન યુસુફ પઠાણને ફાળવવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ પ્લોટની ફાળવણી હરાજી વિના કરવાની દરખાસ્તને કારણે આ મામલો રાજકીય અને જાહેર વર્તુળોમાં ચર્ચાનો વિષય બન્યો છે. રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગ દ્વારા મંજૂરી આપવામાં આવ્યા બાદ મહાનગરપાલિકાએ પ્લોટની ફાળવણી માટેની દરખાસ્ત આગળ ધપાવી છે. જોકે, અંતિમ નિર્ણય સ્થાયી સમિતિની બેઠકમાં લેવામાં આવશે. વડોદરામાં તાંદલજાના 978 ચોરસ મીટરના પ્લોટની ફાળવણીનો મામલો ચર્ચામાં. 500 ચોરસ મીટર જમીન ભેટમાં અને બાકીની જમીન વેલ્યુએશન કમિટીના દરે ફાળવાશે

અગાઉ પ્લોટ પર દબાણનો આક્ષેપ, વિરોધ પણ થયો હતો

તાંદલજામાં આવેલા મહાનગરપાલિકાના આ પ્લોટને લઈને અગાઉ પણ વિવાદ સર્જાઈ ચૂક્યો હતો. યુસુફ પઠાણે આ પ્લોટ પર દબાણ કર્યું હોવાના આક્ષેપો થયા હતા. આ મુદ્દે ભાજપના કેટલાક નેતાઓ સહિત અનેક લોકોએ વિરોધ નોંધાવ્યો હોવાનું સામે આવ્યું હતું. સ્થાનિકો, ભાજપના કોર્પોરેટરો વગેરેનો ભારે વિરોધ છતાં રાજ્ય સરકારના શહેરી વિકાસ વિભાગે પ્લોટની ફાળવણીને મંજૂરી આપતાં હવે આ મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. ખાસ કરીને મહાનગરપાલિકાની જમીનનો કેટલોક હિસ્સો ભેટમાં આપવાની દરખાસ્ત અને બાકીની જમીન હરાજી વિના ફાળવવાની પ્રક્રિયા અંગે સવાલો ઊભા થયા છે.

હવે સ્થાયી સમિતિના નિર્ણય પર નજર

રાજ્ય સરકારની મંજૂરી બાદ વડોદરા મહાનગરપાલિકાએ પ્લોટ ફાળવણીની દરખાસ્ત રજૂ કરી છે. હવે 23 ઓક્ટોબરે મળનારી સ્થાયી સમિતિની બેઠકમાં આ દરખાસ્તને મંજૂરી મળે છે કે નહીં તેના પર સૌની નજર રહેશે. ઉલ્લેખનીય છે કે યુસુફ પઠાણ પશ્ચિમ બંગાળના બહેરામપુર લોકસભા મતવિસ્તારના તૃણમૂલ કોંગ્રેસના સાંસદ છે. વડોદરામાં જમીન ફાળવણીના આ મામલે સ્થાયી સમિતિના અંતિમ નિર્ણય બાદ જ આગળની સ્થિતિ સ્પષ્ટ થશે.

Vijayadashami Shastra Puja : CM ભૂપેન્દ્ર પટેલે વિજયાદશમીએ કર્યું શસ્ત્રપૂજન, નરેન્દ્ર મોદીએ શરૂ કરેલ પરંપરા આગળ ધપાવી

Follow Us
Loading...
Unable to load recommendations.