GANDHINAGAR : રાજ્ય સરકારનો ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય , 31 જિલ્લાના વધુ 1520 ગામોનો કિસાન સૂર્યોદય યોજનામાં સમાવેશ

Kisan Suryodaya Yojana : અત્યાર સુધી 3500 ગામના ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો. કિસાન સૂર્યોદય યોજનામાં 1520 વધુ ગામ ઉમેરાયા છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 29, 2021 | 12:10 PM

GANDHINAGAR : રાજ્ય સરકારે ખેડૂતો માટે મહત્વપૂર્ણ નિર્ણય કર્યો છે. રાજ્યના 31 જિલ્લાના વધુ 1520 ગામોમાં કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana)માં સમાવેશ કરવામાં આવ્યો છે. અત્યાર સુધી 3500 ગામના ખેડૂતોને આ યોજનાનો લાભ મળતો હતો. કિસાન સૂર્યોદય યોજનામાં 1520 વધુ ગામ ઉમેરાયા છે. 5 ઓગસ્ટે કચ્છમાં રાજ્યકક્ષાનો કાર્યક્રમ યોજાશે, જેમાં 231 સ્થળો પરથી ખેડૂતો વર્ચ્યુઅલ રીતે જોડાશે.

ખેડૂતોને પાક વાવેતર માટે પૂરતા પ્રમાણમાં વીજળી મળી રહે એ માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગયા વર્ષે કિસાન સૂર્યોદય યોજનાઆ યોજના શરૂ કરી હતી. આ યોજનામાં રાજ્ય સરકાર રૂ.35000 કરોડના ખર્ચે નવી ટ્રાન્સમિશન લાઇન અને સબ – સ્ટેશન સ્થાપિત કરશે. ખેડૂતોને ત્રણમાંથી એક શિફ્ટમાં ખેતી માટે વીજળી મળે છે. કિસાન સૂર્યોદય યોજના (Kisan Suryodaya Yojana)ખેડૂતોને અઠવાડિયાના બધા દિવસ દરમ્યાન ખેતી માટે વીજપુરવઠો મળી રહેશે. રાજ્યમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં વર્ષ 2022ના અંત સુધીમાં રાજ્યનાં તમામ ગામોને આ યોજના હેઠળ આવરી લેવામાં આવશે.

આ પણ વાંચો : SURENDRANAGAR : થાનગઢના જામવાડી ગામ નજીક 1200 વર્ષ જુના પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડ 

આ પણ વાંચો : JUNAGADH : કેશોદ નેશનલ હાઇવેના બાયપાસ પર કાર અને બાઈક વચ્ચે અકસ્માત, બાઈક ચાલકનું મૃત્યુ

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">