Breaking News : રાજકોટના જંગલેશ્વરમાં તોડફોડ કરવામાં જંગલ જેટલા ખર્ચનો હિસાબ કિતાબ માંગતી ગુજરાત સરકાર

જો કે, ગુજરાત સરકાર હરકતમાં આવ્યા બાદ, રાજકોટ ભાજપના પ્રમુખ અને મહાનગરપાલિકાના હોદ્દેદારો થાગડ થીગડ કરવા લાગ્યા છે. રાજકોટ ભાજપ દ્વારા હવે એવુ પણ કહેવમાં આવ્યું છે કે, સ્ટેન્ડિગ કમિટી સમક્ષ આવેલ બિલ સત્તાધારી ભાજપે જ રોક્યું છે. જો કે, આ મુદ્દે કેટલાક પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યાં છે કે, સ્ટેન્ડિગ કમિટીનો એજન્ડા જાહેર થતા જ કેટલાકે લાખ્ખોના ખોટા ખર્ચનો ભારે વિરોધ કર્યો હતો, તેથી આ વિવાદાસ્પદ કામ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતુ.

Breaking News : રાજકોટના જંગલેશ્વરમાં તોડફોડ કરવામાં જંગલ જેટલા ખર્ચનો હિસાબ કિતાબ માંગતી ગુજરાત સરકાર
| Edited By: | Updated on: Jun 29, 2026 | 2:40 PM

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલીશનની કામગીરી દરમિયાન કરાયેલ લાખ્ખો રૂપિયાના ખર્ચ અંગે મીડિયામાં અહેવાલ પ્રસારિત થયા બાદ સત્તાધારી ભાજપ માટે રાજકોટ શહેરમાં થું થું થઈ રહ્યું છે. લોકો આને ઉઘાડો ભ્રષ્ટાચાર ગણાવી રહ્યાં છે. પરંતુ આ ભ્રષ્ટાચાર કોનો ચૂંટાયેલા પદાધિકારીઓનો કે અધિકારીઓનો તે મોટો સવાલ સર્જાયો છે. મુદ્દો બહું વગોવાયા બાદ, ગુજરાત સરકારે હસ્તક્ષેપ કરીને સમગ્ર મામલે અહેવાલ માંગ્યો છે.

ગુજરાત સરકારે, રાજકોટ મહાનગરપાલિકા પાસે, જંગલેશ્વર વિસ્તારમાં કરાયેલ તોડફોડ અંગે કુલ કેટલો ખર્ચ કરવામાં આવ્યો, કઈ કઈ કામગીરી પાછળ કેટલા રૂપિયા વપરાયા તેનો સમગ્ર અહેવાલ માંગ્યો છે. ગુજરાતમાં તાજેતરમાં બે ડિમોલીશન ચર્ચામાં છે. એક છે સુરતનુ નાસીરનગર ડિમોલીશન અને બીજુ છે રાજકોટનું જંગલેશ્વર. બન્ને મોટા શહેરમાં કરાયેલા ડિમોલીશનમાં કોઈને કોઈ પ્રકારે ભ્રષ્ટાચાર થયો હોવાનું લોકો માની રહ્યાં છે. મીડિયામાં રાજકોટના જંગલેશ્વર ડિમોલીશન અંગે ખાવા-પીવા માટેના બેફામ ખર્ચના બિલ સામે આવતા સૌ કોઈની આંખો ચકરાવા લઈ ગઈ હતી. તોડ ફોડ કરવામાં લાખ્ખોનો ખર્ચ કરવાના બિલ અંગેની વિગતો એક પછી એક જાહેર થતા જ લોકોને કંઈક રંધાયું હોવાની ગંઘ આવવા લાગી હતી. મીડિયામાં પણ આ અંગેના અહેવાલો ખુબ પ્રસારિત થયા.

આખરે, ગુજરાત સરકારે રાજકોટ મહાનગરપાલિકા પાસે જંગલેશ્વર ડિમોલીશન અંગેની કામગીરી પાછળ કરાયેલ ખર્ચની સમગ્રતયા વિગતો માંગવામાં આવી છે. જેમાં કઇ-કઈ એજન્સીને કેવા પ્રકારની કામગીરી સોંપવામાં આવી હતી. આ અંગે કોઈ ઠરાવ હતો કે નહીં. વિવિધ એજન્સીઓને અત્યાર સુધીમાં કેટલા રૂપિયાની ચૂકવણી કરાઇ છે. હજુ કેટલા રૂપિયા, કોને કોને ચૂકવવાના બાકી છે. એજન્સીઓને કામ સોંપતા વખતે કોન્ટ્રાક્ટ પેપરમાં કેવી શરતો હતી. કઈ કઈ શરતોનું પાલન કરાયું છે. કઈ કઈ એજન્સીઓએ ડિમોલીશનની કામગીરીમાં ફરજ બજાવી હતી.

જો કે, ગુજરાત સરકાર હરકતમાં આવ્યા બાદ, રાજકોટ ભાજપના પ્રમુખ અને મહાનગરપાલિકાના હોદ્દેદારો થાગડ થીગડ કરવા લાગ્યા છે. રાજકોટ ભાજપ દ્વારા હવે એવુ પણ કહેવમાં આવ્યું છે કે, સ્ટેન્ડિગ કમિટી સમક્ષ આવેલ બિલ સત્તાધારી ભાજપે જ રોક્યું છે. જો કે, આ મુદ્દે કેટલાક પ્રબુદ્ધ નાગરિકો કહી રહ્યાં છે કે, સ્ટેન્ડિગ કમિટીનો એજન્ડા જાહેર થતા જ કેટલાકે લાખ્ખોના ખોટા ખર્ચનો ભારે વિરોધ કર્યો હતો, તેથી આ વિવાદાસ્પદ કામ પેન્ડિંગ રાખવામાં આવ્યું હતુ.

(With Input Mohit Bhatt- Rajkot)

સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક દલા તલવાડીની માફક સરકારી જમીનના પ્લોટ પાડીને વહેંચી લેનારા ઉચ્ચ અધિકારીઓના બાંધકામ પર દાદાનુ બૂલડોઝર ચાલ્યું, જુઓ વીડિયો

Follow Us