Gujarat : વરસાદને લઇને ફરી ખુશખબર, 7 સપ્ટેમ્બરે રાજયમાં વરસાદી માહોલ જામશે : હવામાન વિભાગ

|

Sep 04, 2021 | 9:35 AM

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. રાજ્ય પર સર્જાયેલા સરક્યુલેશનના લીધે 7 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગુજરાતમાં ફરી વરસાદને લઇને ખુશખબર આવ્યા છે. હવામાન વિભાગે ફરી રાજયમાં વરસાદના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આગામી 3 દિવસ રાજયમાં વરસાદનું જોર હળવું રહેશે. પરંતુ, 7 સપ્ટેમ્બરે ફરી રાજયમાં વરસાદીમાહોલ સર્જાશે. હવામાન વિભાગે આગામી ચાર દિવસ ગુજરાતમાં હળવા વરસાદની આગાહી કરી છે. આજે દક્ષિણ ગુજરાતના કેટલાક જિલ્લા અને કચ્છમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. અને, કચ્છનો દરિયો ન ખેડવા માછીમારોને ચેતવણી આપવામાં આવી છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે 7 સપ્ટેમ્બરથી ફરી ગુજરાતમાં વરસાદી માહોલ જામશે. રાજ્ય પર સર્જાયેલા સરક્યુલેશનના લીધે 7 સપ્ટેમ્બરથી રાજ્યભરમાં નોંધપાત્ર વરસાદની આગાહી કરવામાં આવી છે. સાત તારીખે ગુજરાતનો દરિયો ન ખેડવા માછીમારને ચેતવણી આપવામાં આવી છે. નોંધનીય છેકે છેલ્લા ચાર દિવસ વરસેલા વરસાદને પગલે વરસાદની ઘટ ૮ ટકા ઓછી થઈ છે. હજુ રાજ્યમાં ૪૧ ટકા વરસાદની ઘટ છે.

નોંધનીય છેકે ગઇકાલથી રાજ્યમાં ફરી વરસાદનું જોર ઘટયું છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 10 તાલુકામાં એક ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે. સૌથી વધુ દ્વારકામાં દોઢ ઇંચ વરસાદ ખાબક્યો છે. જયારે માણાવદર, વંથલી અને ધાનેરામાં પણ દોઢ-દોઢ ઇંચ વરસાદ નોંધાયો છે. અત્યાર સુધી રાજ્યમાં 49.62 ટકા વરસાદ ખાબક્યો છે.

નોંધનીય છેકે છેલ્લા ચાર દિવસ દક્ષિણ-મધ્ય અને ઉત્તર ગુજરાત-કચ્છ અને સૌરાષ્ટ્રમાં અનેક ઠેકાણે નોંધપાત્ર વરસાદ નોંધાઇ ચુક્યો છે. પરંતુ, હજુ પણ રાજયમાં અનેક વિસ્તારોમાં વરસાદની ઘટ છે. ત્યારે 7 સપ્ટેમ્બરના રોજ ફરી વરસાદની આગાહીને પગલે ધરતીપુત્રોમાં ખુશાલીનો માહોલ છવાશે. અને, રાજયમાં પ્રવર્તતી પાણીની અછત પણ ઓછી થશે.

Published On - 9:32 am, Sat, 4 September 21

Next Video