ગુજરાતના જામનગરમાં મંકીપોકસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, 29 વર્ષીય યુવાનમાં જોવા મળ્યા લક્ષણો

|

Aug 04, 2022 | 8:23 PM

ગુજરાતના જામનગરમાં મંકીપોકસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં 29 વર્ષીય યુવાનમાં તેના લક્ષણો જોવા મળ્યા છે.

ગુજરાતના જામનગરમાં મંકીપોકસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો, 29 વર્ષીય યુવાનમાં જોવા મળ્યા લક્ષણો
Gujarat Monkeypox

Follow us on

ગુજરાતના(Gujarat)  જામનગરમાં(Jamnagar)  મંકીપોકસનો પ્રથમ શંકાસ્પદ કેસ નોંધાયો છે. જેમાં 29 વર્ષીય યુવાનમાં તેના લક્ષણો જોવા મળ્યા છે.જામનગરની જી જી હોસ્પિટલમાં  યુવકમાં લક્ષણો જણાતા સેમ્પલ લઈ અને પરીક્ષણ માટે મોકલવામાં આવ્યા છે. જામનગરમાં નવા નાગનાથ વિસ્તારમાં રહેતા 29 વર્ષીય યુવકને શંકાસ્પદ મંકીપોક્સના લક્ષણો જોવા મળ્યા છે. જેના સેમ્પલ બી જે મેડિકલ કોલેજ અમદાવાદ ખાતે મોકલવામાં આવ્યા છે.રાજ્યના મુખ્ય આરોગ્ય સચિવે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર મંકીપોક્સ વાયરસ સામે આગમચેતીરૂપે પગલા લઈ રહી છે. તમામ જિલ્લાઓની હોસ્પિટલોમાં મંકીપોક્સ અંગે માહિત આપવામાં આવી છે,, તો કેન્દ્ર સરકારની ગાઈડ લાઈનનું પણ ચુસ્તપણે પાલન કરવામાં આવી રહ્યું છે. સાથે જ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર તમામ પેસેન્જર્સનું સ્ક્રિનિંગ કરવામાં આવી રહ્યું છે.  હાલ રાજ્યમાં મંકીપોક્સનો એકપણ એક્ટિવ કેસ નથી.

વિશ્વના 80 દેશોમાં મંકીપોક્સ  વાયરસના લગભગ 19 હજાર કેસ નોંધાયા

ઉલ્લેખનીય છે કે, વિશ્વના 80 દેશોમાં મંકીપોક્સ  વાયરસના લગભગ 19 હજાર કેસ નોંધાયા છે. સંક્રમિતોની સંખ્યા સતત વધી રહી છે. અમેરિકા, યુકે અને સ્પેનમાં આ વાયરસના કેસ ઝડપથી વધી રહ્યા છે. ભારતમાં પણ પાંચ કેસ નોંધાયા છે. ઘણા રાજ્યોમાં શંકાસ્પદ દર્દીઓ પણ મળી રહ્યા છે. મંકીપોક્સના વધતા ખતરાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકારે પણ આ વાયરસનો સામનો કરવા માટે એક ટાસ્ક ફોર્સની રચના કરી છે. જે મુજબ આ આ રોગના કેસ વધી રહ્યા છે, તેણે સમગ્ર વિશ્વને ચિંતિત કરી દીધું છે.

આ વાયરસના 50 થી વધુ વર્ષોના ઈતિહાસમાં આ પ્રથમ વખત છે કે આટલી ઝડપે કેસ વધી રહ્યા છે. થોડા મહિનામાં આ વાયરસ આખી દુનિયામાં ફેલાઈ ગયો છે. હાલમાં, 99 ટકા કેસ માત્ર ગે પુરુષોમાં જોવા મળી રહ્યા છે, પરંતુ જે લોકો કોરોના વાયરસથી ગંભીર રીતે બીમાર થઈ ગયા છે તેમના માટે મંકીપોક્સ ખતરનાક સાબિત થઈ શકે છે. તેનું એક કારણ નબળી રોગપ્રતિકારક શક્તિ છે.

નબળી રોગપ્રતિકારક શક્તિ ધરાવતા લોકો  માટે જોખમ

ડૉ. યુદ્ધવીર સિંહ, પ્રોફેસર, ક્રિટિકલ કેર ડિપાર્ટમેન્ટ, એઈમ્સ, નવી દિલ્હી, કહે છે કે કોરોના વાયરસને કારણે લોકોની રોગપ્રતિકારક શક્તિને ઘણી અસર થઈ છે. ખાસ કરીને જેઓ કોવિડથી ગંભીર રીતે બીમાર હતા. તેમના સ્વાસ્થ્ય પર ઘણી અસર થઈ છે. આવા દર્દીઓ ઘણા મહિનાઓ પછી પણ સ્વાસ્થ્ય સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. આવી સ્થિતિમાં હવે મંકીપોક્સ વાયરસનું આગમન ખતરાની નિશાની બની શકે છે.

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

 

Published On - 6:09 pm, Thu, 4 August 22

Next Article