કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડીમાં વધારો કરતા ખાતર સસ્તુ થશે, ગુજરાતના ખેડુતોને પણ થશે ફાયદો

|

Apr 29, 2022 | 5:45 PM

કેન્દ્ર સરકારે ખેડુતલક્ષી નિર્ણય લેતા DAP ખાતરની (DAP Fertilizer) કિંમતમાં 850નો ઘટાડો કર્યો છે,સરકારના આ નિર્ણયથી રાજ્યોના ખેડુતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

કેન્દ્ર સરકારે DAP ખાતરની સબસીડીમાં વધારો કરતા ખાતર સસ્તુ થશે, ગુજરાતના ખેડુતોને પણ થશે ફાયદો
File Photo

Follow us on

Gujarat : પ્રધાનમંત્રી નરેન્દ્રમોદીની (PM Modi) અધ્યક્ષતામાં કેન્દ્રીય મંત્રીમંડળની બેઠકમાં ખરીફ સિઝન 2022 માટે ફોસ્ફેટ અને પોટાસ ખાતર માટે સબસિડી ભાવો સંબધિત ખાતર વિભાગના પ્રસ્તાવને મંજુરી આપી દીધી છે.જેથી ગુજરાત રાજ્યના ખેડુતોને (Farmer) પણ તેનો સીધો ફાયદો થશે.સરકારના આ ખેડુતલક્ષી નિર્ણયને આવકારતા CM ભુપેન્દ્ર પટેલ (CM Bhupendra Patel) અને કૃષિ મંત્રી રાઘવજી પટેલે કેન્દ્ર સરકારનો આભાર માન્યો છે.

ખાતરની કિંમત થશે સસ્તી

તમને જણાવી દઈએ કે, સરકારે છેલ્લા કેટલાક વર્ષોથી ખાતરના (Fertlizer) ભાવમાં વધારો કર્યો નથી,પરંતુ આંતરાષ્ટ્રીય બજારમાં DAP અને NPK ખાતરના કાચા માલની કિંમતમાં વધારો થતા, કેન્દ્ર સરકારે ભાવ વધારવાની ફરજ પડી હતી.

આ કારણે ખાતરના ભાવમાં વધારો થયો

રશિયા-યુક્રેન યુદ્ધના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં (International Market) ખાતરોના કાચા માલની કિંમતોમાં તીવ્ર વધારો થયો છે. કારણ કે ફોસ્ફેટિક અને પોટેશિયમ ખાતરોના પુરવઠાને અસર થઈ રહી છે. ખાતર કંપનીઓના જણાવ્યા અનુસાર કાચો માલ ઘણો મોંઘો થઈ ગયો છે.ઉલ્લેખનીય છે કે, ખાતરનો કાચો માલ કેનેડા, ચીન, જોર્ડન, મલેશિયા, ઈન્ડોનેશિયા અને અમેરિકાથી આવે છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

પરંતુ આ ભાવવધારાનો બોજ સીધો ખેડૂતો ઉપર ના આવે તે માટે ભારત સરકાર દ્વારા ડી.એ.પી. ખાતરમાં હાલ મળતી સબસીડી 1650 રૂપિયા પ્રતિ બેગ હતી, તેમાં વધારો કરી 2501 રુપિયા પ્રતિ બેગ કરવામાં આવેલ છે. આમ, પ્રતિ બેગ 850 રૂપિયાની સબસીડીનો વધારો કરવામાં આવ્યો છે. જેનો લાભ રાજયના ખેડૂતોને પણ થશે. આ માટે રાજયના ખેડૂતો વતી મુખ્પમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય કૃષિ મંત્રીનો આભાર વ્યકત કર્યો છે.

આ યોજના ખેડુતો માટે આશીર્વાદ રૂપ

આ પહેલા સરકારે કૃષિ સાધનોની મદદથી ખેડૂત સરળતાથી ખેતી કરી શકે અને તેમના સમયનો બચાવ થાય તે માટે, કેન્દ્ર સરકારે પ્રધાનમંત્રી કિસાન ટ્રેક્ટર યોજના શરૂ કરી હતી.તમને જણાવવું રહ્યું કે કૃષિના સાધનો ઘણી મોંઘી કિંમતમાં મળી રહ્યા હોવાથી ગરીબ અને મધ્યમ વર્ગના ખેડુતોને આ પરવડતુ નથી.જેથી આ યોજના તેમના માટે આશીર્વાદ રૂપ સાબિત થઈ રહી છે.

 

આ પણ વાંચોઃ આજે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા ગુજરાત આવશે, કમલમ ખાતે ભાજપના હોદ્દેદારોને અને અમદાવાદના GMDC ગ્રાઉન્ડ ખાતે કાર્યકરોને સંબોધશે

આ પણ વાંચોઃ Sokhda Haridham : સ્વામી ગુણાતીત ચરણના મૃત્યુ કેસમાં મોટો ખુલાસો, સ્વામીએ ગળેફાંસો ખાઈ આત્મહત્યા કરી

Published On - 3:52 pm, Fri, 29 April 22

Next Article