ખેડૂતોના અચ્છે દિન ક્યારે? માત્ર આટલા રુપિયાની આવક છે ગુજરાતના ખેડૂતોની

|

Dec 12, 2019 | 9:55 AM

સરકાર ભલે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બણંગા ફૂંકતી હોય પરંતુ વાસ્તવિકતા આ વાતથી પર છે. કારણ કે ગુજરાતના ખેડૂતોની પરિવારદીઠ આવક મહિને માત્ર રૂ.7926 છે.  ગતિશીલ ગુજરાતના ખેડૂતોની આ આવક મેઘાલય અને અરૂણાચલ પ્રદેશ કરતાં પણ ઓછી છે અને એટલે જ દેશમાં ગુજરાત આઠમાં સ્થાને આવ્ચું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોની પરિવારદીઠ […]

ખેડૂતોના અચ્છે દિન ક્યારે? માત્ર આટલા રુપિયાની આવક છે ગુજરાતના ખેડૂતોની

Follow us on

સરકાર ભલે 2022 સુધીમાં ખેડૂતોની આવક બમણી કરવાના બણંગા ફૂંકતી હોય પરંતુ વાસ્તવિકતા આ વાતથી પર છે. કારણ કે ગુજરાતના ખેડૂતોની પરિવારદીઠ આવક મહિને માત્ર રૂ.7926 છે.  ગતિશીલ ગુજરાતના ખેડૂતોની આ આવક મેઘાલય અને અરૂણાચલ પ્રદેશ કરતાં પણ ઓછી છે અને એટલે જ દેશમાં ગુજરાત આઠમાં સ્થાને આવ્ચું છે. ગુજરાત સહિત અનેક રાજ્યોમાં ખેડૂતોની પરિવારદીઠ આવક નજીવી હોવાનું નેશનલ સેમ્પલ સર્વેમાં સામે આવ્યું છે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો

 

જેમાં ગુજરાતના ખેડૂતોનો પરિવાર દરરોજ માત્ર રૂ. 264ની આવક મેળવે છે. બીજી તરફ ગુજરાતમાં ખેતી સાથે સંકળાયેલા પરિવારોમાંથી 39.30 લાખની વાર્ષિક આવક એક લાખથી પણ ઓછી છે. દેશના ખેડૂતોની આવક પર નજર કરીએ તો  પંજાબના ખેડૂતો સૌથી વધુ રૂ.18059 આવક મળવે છે. જ્યારે હરિયાણા 14434, કેરળ 11888, મેઘાલય 11792, અરૂણાચલપ્રદેશ 10869, મિઝોરમ 9099, હિમાચલ પ્રદેશ 8777, ગુજરાત 7926 તેમજ રાજસ્થાનના ખેડૂતોની પરિવારદીઠ માસિક આવક 7350 રૂપિયા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

આ પણ વાંચો :   ઈસરોએ ઉપગ્રહ રીસેટ- 2BR1 કર્યો લોંચ, દેશની સુરક્ષામાં થશે વધારો

ગુજરાતના ખેડૂતોની આવક ઓછી હોવાના અનેક કારણો છે. રાજ્યમાં 85 ટકા ખેડૂતો નાના અમે મધ્યમ વિભાગમાં છે. આ ખેડૂતોની જમીન બે હેક્ટરથી પણ ઓછી છે  તેમજ ખેડૂતોને સિંચાઈ માટે પુરતું પાણી પણ નથી મળતું.   સરકારી યોજનાનો ખેડૂતોને પુરતો લાભ નથી મળતો સાથે જ અતિવૃષ્ટિ અને દૂષ્કાળ વચ્ચે પણ પુરતી સહાય ન મળતા ખેડૂતોની હાલત કફોડી બની છે. આ પરિસ્થિતિ વચ્ચે પાક ઉત્પાદન પાછળ થતો ખર્ચ પણ ઉભો કરવો ખેડૂતો માટે મુશ્કેલ છે. તેની વચ્ચે ખેડૂતોની આવક બમણી થશે કે પછી સરકારની વાત બમણી થશે તે આવનારો સમય જ બતાવશે!

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

Published On - 6:27 pm, Wed, 11 December 19

Next Article