તહેવારોની સીઝનમાં 8 હજાર ST બસના પૈડા થંભી જશે, 35 હજાર કર્મચારીઓ જશે હડતાળ પર! જાણો વિગત

|

Oct 20, 2021 | 10:17 AM

આજ મધરાતથી એસટી કર્મચારીઓ પડતર માગોને લઈ હડતાળ પર ઉતરવાના છે. ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે.

તહેવારોની સીઝનમાં ST બસના પૈડા થંભી જશે. જી હા ST કર્માંચારોમાં તેમની માગ ના સંતોષાતા રોષ જોવા મળી રહ્યો છે. આજ મધરાતથી એસટી કર્મચારીઓ પડતર માગોને લઈ હડતાળ પર ઉતરશે. ગુજરાત એસટી નિગમના અંદાજીત 35 હજાર વધુ કર્મચારીઓ હડતાળ કરવા જઈ રહ્યા છે. પડતર માંગણીઓનો કોઇ ઉકેલ ન આવતા તમામ કર્મીઓ માસ સીએલ પર ઉતરશે. જેથી 8 હજાર બસો 21ઓક્ટોબરથી થંભી જશે એવી માહિતી છે. આ હડતાળના કારણે હજારો મુસાફરોને હાલાકીનો સામનો કરવો પડશે. જોવું રહ્યું કે તેમની માગ ક્યારે પૂરી થાય છે. અને આ હડતાલ ક્યાં સુધી ચાલે છે.

તમને જણાવી દઈએ કે એસટી નિગમના કર્મચારીઓ પડતર પ્રશ્નોને લઈને માગ પર ઉતર્યા છે. મંગળવારે વાહન વ્યવહાર મંત્રી પૂર્ણેશ મોદી અને એસટી નિગમના કર્મચારીઓ વચ્ચે બેઠક થઇ હતી. પરંતુ આ બેઠકમાં પ્રશ્નોનું કોઈ નિરાકરણ નથી આવ્યુ નથી. તેમની સાતમાં પગારપંચની માંગ સાથે કુલ 20 જેટલી માંગણીઓ છે. જેના કારણે કર્મચારીઓમાં રોષ જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે અન્ય સંસ્થાઓને મોંઘવારી ભથ્થુ 28 ટકા આપવામાં આવે છે. તો આ કર્મચારીઓને માત્ર 12 ટકા મોંઘવારી ભથ્થુ મળે છે. સાથે કોરોનાકાળમાં કોરોનાના કારણે મુર્ત્યું પામેલા કર્મચારીને 25 લાખની સહાયનો વાયદો કરવામાં આવ્યો હતો. પરંતુ તે પૂરો થાય નથી. આ સાથે ગ્રેડ પે અને ફિક્સ પેને લઈને પણ કર્મચારીઓમાં અસંતોષ છે.

 

આ પણ વાંચો: ખરાબ હવામાન વચ્ચે આજે અમિત શાહ લેશે ઉત્તરાખંડની મુલાકાત, આવતીકાલે કરશે હવાઈ સર્વેક્ષણ

આ પણ વાંચો: રાહત: વરસાદ બંધ થતા કેદારનાથમાં હેલિકોપ્ટર સેવા શરૂ કરવામાં આવી, ગુજરાતના તમામ યાત્રાળુઓ સુરક્ષિત

Published On - 10:11 am, Wed, 20 October 21

Next Video