Gujarat : શિક્ષણ વિભાગ દ્વારા રાજ્યની ચાર યુનિવર્સિટીઓમાં ઇસી, સીન્ડીકેટ, કોર્ટ સભ્યોની નિમણૂંક
Gujarat : શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા ભાવનગર, સૌરષ્ટ્ર, વીર નર્મદ અને એમએસ યુનિવર્સિટીમાં ઇસી, સીન્ડીકેટ સભ્યોની નિમણૂંક કરવામાં આવી.
Gujarat : રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા રાજ્યની વિવિધ ચાર યુનિવર્સિટીઓમાં ઇસી, સીન્ડીકેટ સભ્યોની નિમણૂંક કરી છે. આ ચાર યુનિવર્સિટીઓમાં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU), સૌરષ્ટ્ર યુનિવર્સિટી(SU), વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી (VNSGU), અને મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા (MSUni) નો સમાવેશ થાય છે.
MKBU માં 4 ઇસી અને 4 કોર્ટ મેમ્બરની સભ્યોની નિમણૂંક રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી (MKBU) માં મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અધિનિયમની કલમ 18(1)(xa) અન્વયે એક્ઝીક્યુટીવ કાઉન્સિલમાં પરેશભાઈ વિનોદરાય ત્રિવેદી, જીજ્ઞેશ વાટલીયા, બ્રિજરાજસિંહ ગોહિલ અને યશપાલસિંહ ગીરીરાજસિંહ ગોહિલની નિમણૂંક કરવામાં આવી છે.
આ સાથે મહારાજા કૃષ્ણકુમારસિંહજી ભાવનગર યુનિવર્સિટી અધિનિયમની કલમ 15(1) વર્ગ 2(બી)(i) અન્વયે મુકેશ ઓધવજીભાઈ ચૌહાણ, રઘુ ત્રિવેદી, સંજય વાઢેર અને હાર્દિપ પ્રકાશભાઈ જાંબુચાની કોર્ટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
સૌરાષ્ટ્ર યુનિ.માં 4 સીન્ડીકેટ મેમ્બરની નિમણૂંક રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, રાજકોટમાં સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અધિનિયમ, 1965ની કલમ 19(1) (IX) અન્વયે અનિરૂદ્ધસિંહ પઢિયાર, પાર્થિવ જોશી, મહેશ ચૌહાણ અને વિમલ પરમારની સીન્ડીકેટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
VNSGU માં 4 સીન્ડીકેટ મેમ્બરની નિમણૂંક વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી, સુરત(VNSGU)માં વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટી અધિનિયમ, 1965ની કલમ 19 (ix) અન્વયે સંજયભાઈ લાપસીવાલા, વિમલભાઈ શાહ, ડો.હસમુખભાઈ પ્રેમજીભાઈ પટેલ, અને ડો.પારૂલ કિશોરકાંત વડગામાની સીન્ડીકેટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
MS Uni. માં 4 સીન્ડીકેટ મેમ્બરની નિમણૂંક રાજ્યના શિક્ષણ વિભાગ (Gujarat Education Department) દ્વારા મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી, વડોદરા (MSUni) માં મહારાજા સયાજીરાવ યુનિવર્સિટી અધિનિયમ 1949 ની કલમ 23(2)(12) ની જોગવાઈ અન્વયે ચિરાગભાઈ શાહ, ડો.કોમલ શાહ, હિમાંશુ પટેલ, અને હેમલ અમિત ઠાકર(મહેતા) ની સીન્ડીકેટ મેમ્બર તરીકે નિમણૂંક કરવામાં આવી છે.
આ પણ વાંચો : Ahmedabad : સિવિલમાં 55 દિવસમાં Mucormycosis ના 852 કેસ, 456 થી વધુ સર્જરી અમદાવાદ : M.J.Library હવે બની e-Library, 4 લાખથી વધુ પુસ્તકો ઓનલાઈન વાંચી શકાશે
આ પણ વાંચો : Fact Check : શું સરકાર 10 કરોડ લોકોને FREE INTERNET આપવા જઈ રહી છે? જાણો આ દાવામાં સાચું શું છે