રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

|

Jul 12, 2019 | 3:54 AM

રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ એકાદ મહિના પહેલા વાવણી લાયક વરસાદ પડતા હોંશે હોશે વાવણી તો કરી નાંખી. પરંતુ હવે આ ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે. કારણ કે પ્રથમ વરસાદે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકની વાવણી તો કરી નાખી. પરંતુ હવે વરસાદ ખેંચાતા મહામૂલા પાકો સૂકાવા લાગ્યા છે તેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. મોંઘા બિયરણનો ખર્ચ […]

રાજકોટમાં વહેલી વાવણીથી ખેડૂતો પરેશાન, મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે, જુઓ VIDEO

Follow us on

રાજકોટના ધોરાજી પંથકના ખેડૂતોએ એકાદ મહિના પહેલા વાવણી લાયક વરસાદ પડતા હોંશે હોશે વાવણી તો કરી નાંખી. પરંતુ હવે આ ધરતીપુત્રોને રડવાનો વારો આવ્યો છે. કારણ કે પ્રથમ વરસાદે ખેડૂતોએ કપાસ, મગફળી સહિતના પાકની વાવણી તો કરી નાખી.

પરંતુ હવે વરસાદ ખેંચાતા મહામૂલા પાકો સૂકાવા લાગ્યા છે તેથી ખેડૂતોની મુશ્કેલી વધી છે. મોંઘા બિયરણનો ખર્ચ માથે પડે તેવી સ્થિતિનું નિર્માણ થયું છે. હવે મેઘરાજા ફરી પધરામણી કરે તેવી ખેડૂતો પ્રાર્થના કરી રહ્યા છે.

Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ
ગરમીમાંથી ઘરે પરત ફર્યા પછી ના કરતા આવી ભૂલો, સ્વાસ્થ્ય પર થશે ગંભીર અસર
તમે પણ ઘરે બેઠા ધોનીના ફાર્મથી મંગાવી શકો છો આ વસ્તુ, જુઓ
જામનગર બાદ અહીં થશે અનંત રાધિકાનું બીજું પ્રી વેડિંગ સેલિબ્રેશન, જુઓ તસવીર
Nita Ambani luxury car : સીટ પર લખેલું છે નામ... સૌથી અનોખો રંગ! નીતા અંબાણીની લક્ઝરી કાર છે ખાસ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

ખેડૂતોના કપાસ અને મગફળીના પાકને જીવત દાન આપવા માટે સરકાર દ્વારા પાણીની વ્યવસ્થા કરી આપવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે. જો નુકસાન થાય તો વળતર ચુકવવા માગ કરી રહ્યા છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

ખેડૂતોનું કેહવું છે કે વરસાદ હજુ પાછો ખેંચાશે તો ખેડૂત દેવામાં ડૂબશે અને ખેડૂતોને હિજરત કરવી પડશે. ખેતીવાડી અધિકારીઓ પણ માની રહ્યા છે કે, 15 જુલાઈ સુધીમાં વરસાદ ન આવે તો પાકને નુકસાન થશે. પાકનો વિકાસ નહીં થાય, ત્યારે ખેડૂતો બસ આકાશ તરફ આશ રાખી બેઠા છે કે કાળા ડિબાંગ વાદળો ઝડપથી બંધાય અને પાક પર સોનારૂપી વરસાદ વરસે.

[yop_poll id=”1″]

 

આ પણ વાંચો: આ તારીખ પહેલા ભરી દો ઈન્કમ ટેક્ષ રિટર્ન નહી તો આટલો મોટો દંડ થશે!

Next Article