AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Corona Update : ગુજરાતમાં કોરોનાના કારણે કુલ 10 હજાર લોકોના મૃત્યુ થયા, મૃત્યુઆંક 10,003 થયો

Gujarat Corona Update : રાજ્યમાં આજે 14 જૂને કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે.

Gujarat Corona Update :  ગુજરાતમાં કોરોનાના કારણે કુલ 10 હજાર લોકોના મૃત્યુ થયા, મૃત્યુઆંક 10,003 થયો
રચનાત્મક તસ્વીર
| Updated on: Jun 14, 2021 | 8:15 PM
Share

Gujarat Corona Update : બીજી લહેર દરમિયાન કોરોના મહામારીએ રાજ્ય સહીત સમગ્ર દેશને ભરડામાં લીધો હતો. આ બીજી લહેરમાં કોરોનાના કેસોની સાથે મૃત્યુમાં પણ વધારો થયો હતો. દેશમાં અત્યાર સુધીમાં કોરોનાને કારણે કુલ 3,74,305 લોકોના મૃત્યુ થયા છે તો સાથે રાજ્યમાં પણ કોરોનાને કારણે કુલ 10 હજારથી વધુ લોકોના મૃત્યુ થયા છે.

405 નવા કેસ, 6 મૃત્યુ રાજ્યમાં આજે 14 જૂનના રોજ કોરોનાના નવા 405 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 6 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,20,726 થઇ છે અને મૃત્યુઆંક 10,૦03 થયો છે.

આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો અમદાવાદ શહેરમાં 2, સુરત શહેરમાં 1, સુરત જિલ્લામાં 1, રાજકોટ જિલ્લામાં 1, અને ભરૂચ જિલ્લામાં કોરોનાના કારણે 1 દર્દીનું મૃત્યુ થયું છે.

સુરતમાં 54, અમદાવાદમાં 47 નવા કેસ રાજ્યમાં આજે 14 જૂનના રોજ સુરત શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો સુરતમાં 54, અમદાવાદમાં 47, વડોદરામાં 37, રાજકોટમાં 19, જુનાગઢમાં 12, ગાંધીનગર અને જામનગરમાં 8-8, જયારે ભાવનગર કોરોના વાયરસના 2 નવા કેસ નોંધાયા છે . (Gujarat Corona Update)

1106 દર્દીઓ સાજા થયા રાજ્યમાં આજે 14 જૂનના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 1106 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,01,181 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 97.62 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 9542 થયા છે, જેમાં 223 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 9316 દર્દીઓની સ્થિતિ સ્થિર છે.(Gujarat Corona Update)

આજે 2,93,131 લોકોનું રસીકરણ થયું રાજ્યના રસીકરણ અભિયાનમાં આજે 14 જૂનના રોજ રસીકરણ અભિયાનમાં પહેલી વાર સૌથી વધુ ત્રણ લાખ નજીક એટલે કે 2,93,131 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજના દિવસે થયેલા રસીકરણની વિગત જોઈએ તો

1) 3343 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ, 2) 2150 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ, 3) 45 થી વધુ ઉમરના 56,222 લોકોને પ્રથમ ડોઝ, 4) 45 થી વધુ ઉમરના 26,186 લોકોને બીજો ડોઝ, 5) 18-45 વર્ષ સુધીના 1,99,812 લોકોને પ્રથમ ડોઝ, 6) 18-45 વર્ષ સુધીના 5,318 લોકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Gujarat Corona Update)

g clip-path="url(#clip0_868_265)">