GUJARAT CORONA UPDATE : રાજ્યમાં કોરોનાનો કહેર નિયંત્રિત જોવા મળી રહ્યો છે. વેક્સિનેશન બાદ હાલ કોરોના કાબુમાં છે એવું કહી શકાય. છેલ્લા કેટલાક દિવસોથી કોરોનાના રોજીંદા એક્સ 15 થી 30 આજુબાજુ રહે છે. ત્યારે 7 નવેમ્બરે કોરોનાના 24 કાલકમાં 19 કેસ નોંધાયા હતા. તો સામે 17 કોરોનાના દર્દીઓ સાજા પણ થયા છે. સારી બાબત એ છે કે 7 નવેમ્બરે નોંધાયેલ કેસમાં મૃત્યુ આંક 0 રહ્યો છે.
તો અખબારી યાદી પ્રમાણે 7 નવેમ્બરના રોજ સાંજે 4 વાગ્યા સુધીમાં છેલ્લા 24 કલાકમાં 18,195 લોકોનું વેક્સિનેશન થયું હતું. આ સાથે ગુજરાતમાં વેક્સિનેશનની વાત કરીએ તો કુલ 7,15,85,181 વેક્સિનેશનના ડોઝ લાગ્યા છે. એટલે કે રાજ્યમાં કુલ 7 કરોડથી વાળું વેક્સિન ડોઝ લાગ્યા છે.
તો રાજ્યના અન્ય મહત્વના સમાચારની વાત કરીએ
1. ગુનાઓનું ગઢ ગાંધીનગર! 3 વર્ષની બાળકીની હત્યાથી સન્નાટો, બળાત્કાર ગુજારનાર 26 વર્ષીય હેવાનની ધરપકડ
સાંતેજમાં (Santej) શ્રમજીવી પરિવારની 3 વર્ષની બાળકીની હત્યાનો (Murder Case) મામલો સામે આવ્યો હતો. આ ઘટનામાં નરાધમે માત્ર 3 વર્ષની બાળકી પર બલાત્કાર (Rape Case) ગુજાર્યો હતો. બળાત્કાર ગુજનાર 26 વર્ષીય નરાધમ યુવકની લોકલ ક્રાઇમ બ્રાંચે ધરપકડ કરી છે.
ધારાસભ્ય અને ભૂપેન્દ્ર સરકારમાં મંત્રી મુકેશ પટેલને એક ફરિયાદ મળી હતી. જેમાં પેટ્રોલ પમ્પ પર પેટ્રોલ ઓછું પુરતા હોવાની ફરિયાદ કરવામાં આવી હતી. જેને લઈને મંત્રી પોતે પેટ્રોલ પંપ પર રાત્રી ચેકિંગ માટે ગયા હતા. અને પંપ પર કાર્યવાહી કરવામાં આવી હતી.
અમદાવાદ કોર્પોરેશન પર્યાવરણનું દુશ્મન બની ગયું હોય એવું લાગી રહ્યું છે. અમદાવાદ શહેરમા બનતા બ્રીજના કામો અને સરકારી ઓફિસ કે બિલ્ડિંગોના બાંધકામ માટે હજારો વૃક્ષોનુ નિકંદન નિકળી રહ્યું છે.
પાકિસ્તાન મેરીટાઇમ સિક્યોરિટી એજન્સીના કર્મચારીઓએ ગુજરાતમાંથી અરબી સમુદ્રમાં માછીમારી કરતી બોટ પર ગોળીબાર કર્યો હતો, જેમાં એક ક્રૂ મેમ્બરનું મોત થયું હતું અને અન્ય એક ઘાયલ થયો હતો.
અમદાવાદ ક્રાઈમ બ્રાંચે રાજકોટમાં સગીરા પર દુષ્કર્મ આચરનાર આરોપીને દબોચી લીધો છે. આરોપોએ કબુલ કર્યું છે કે તેણે સમાજમાં બદનામ કરવાની ધમકી આપીને દુષ્કર્મ આચર્યું હતું.