GANDHINAGAR : રાજ્યમાં બે દિવસ કોરોનાના કેસમાં વધારો થયા બાદ 12 નવેમ્બરે ઘટાડો થયો હતો. રાજ્યમાં 12 નવેમ્બરે રાજ્યમાં કોરોનાના નવા 21 કેસ નોંધાયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,26,887 થઈ છે. રાજ્યમા 12 નવેમ્બરે કોરોનાના કારણે એક પણ દર્દીનું મૃત્યુ નથી થયું, આ સાથે જ રાજ્યમાં કોરોનાથી મૃત્યુનો આંકડો 10,090 પર સ્થિર છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 35 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યાં છે. અત્યાર સુધી રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,16,577 લોકોએ કોરોનાને હરાવ્યો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસોની સંખ્યા 220 થઇ છે. તો ગઈકાલે રાજ્યમાં 4,22,749 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યના અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો..
મહારાષ્ટ્રના શહેજાદની પૂછપરછમાં બે સપ્લાયર સલીમ કારા અને અલી કારાના નામ સામે આવ્યા હતા. ત્યારબાદ આ બે વધુ શખ્સો સલીમ જશરાયા અને ઈરફાન જશરાયાની ધરપકડ થતા આ કેસમાં પોલીસે આત્યાર સુધીમાં કુલ 5 લોકોને ઝડપી પાડ્યા છે.
એક બાજુ ભાજપ 2022ની વિધાન સભા ચૂંટણીમાં નો-રીપીટ થીયરી લાગુ કરશે એવી વાતોએ જોર પકડ્યું છે, તો બીજી બાજુ રાજ્યના મુખ્યપ્રધાન ભુપેન્દ્ર પટેલે બનાસકાંઠામાં આ અંગે મહત્ત્વનું નિવેદન આપ્યું છે.
કોરોનાની પ્રથમ લહેર વખતે 2020માં રાજ્ય સરકારે પીએમ કેર ફંડ અંતર્ગત AMCને 100 વેન્ટિલેટર આપ્યા હતા.આ વેન્ટીલેટર AMCના સેન્ટ્રલ મેડિકલ સ્ટોરમાં ધૂળ ખાઈ રહ્યા છે.
ડાંગ જિલ્લાના 12 હજારથી વધુ ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરી રહ્યા છે.જેમાં તેઓ રાસાયણિક ખાતર અને જંતુનાશક દવા વગર ખેતી કરે છે.
ભાવનગર મહાનગરપાલિકાએ નિર્ણય કર્યો છે કે, જાહેર માર્ગો,તળાવો રસ્તાઓ પરથી નોનવેજ, ઈંડાની લારીઓ દૂર કરવામાં આવશે.
નડિયાદના પશ્ચિમ વિસ્તારમાં આવેલા માતૃછાયા અનાથ આશ્રમ બહાર ગત તારીખ 10 નવેમ્બરે મોડી રાત્રે કોઈ નવજાત બાળકને મૂકી ગયું હતું.