Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6600 થી વધુ નવા કેસ, 67 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો

|

Apr 13, 2021 | 8:22 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 2251 અને સુરતમાં 1264 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના 6600 થી વધુ નવા કેસ, 67 દર્દીઓના મૃત્યુ, માસ્ક પહેરો, કોરોનાને હરાવો
IMAGE SOURCE : CDC.GOV

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં આજે 13 એપ્રિલે કોરોના અત્યાર સુધીમાં સૌથી વધુ નવા કેસ અને મૃત્યુ નોંધાયા છે. રાજ્યમાં 27 એપ્રિલથી કોરોનાના નવા કેસો અને સાથે એક્ટીવ કેસોમાં ઉત્તરોત્તર વધારો થતો જઈ રહ્યો છે. 5 એપ્રિલે 3160 નવા કેસ સામે આવ્યાં બાદ 6 એપ્રિલે 3280, 7 એપ્રિલે 3575 કેસ આવ્યાં બાદ 8 એપ્રિલે 4021 કેસ, 9 એપ્રિલે 4541 કેસ, 10 એપ્રિલે 5011, 11 એપ્રિલે 5469 કેસ, 12 એપ્રિલે 6021 કેસ આવ્યા બાદ આજે 13 એપ્રિલે તમામ રેકોર્ડ સાથે નવા કેસ, એક્ટીવ કેસ અને મૃત્યુ નોંધાયા છે.

6690 કેસ, 67 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 13 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 6690 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 67 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 23, સુરતમાં 25 (3 મૃત્યુ જિલ્લામાં),રાજકોટમાં 7( 2 મૃત્યુ જિલ્લામાં),વડોદરામાં 4, બનાસકાંઠામાં 2, આણંદ-ભરૂચ-છોટાઉદેપુર-સાબરકાંઠા-ગાંધીનગર-જુનાગઢમાં એક-એક દર્દીનું મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 4,922 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,60,206 થઇ છે.

અમદાવાદમાં 2251 અને સુરતમાં 1264 કેસ
રાજ્યમાં આજે 13 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2251, સુરતમાં 1264, રાજકોટમાં 529, વડોદરામાં 247, જામનગરમાં 187, ભાવનગરમાં 71, ગાંધીનગરમાં 54 અને જુનાગઢમાં 65 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2000 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

એક્ટીવ કેસ વધીને 34,555 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 12 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 30,680 એક્ટીવ કેસ હતા, જે આજે 13 એપ્રિલે વધીને 34,555 થયા છે.જેમાં 221 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 34,334 લોકોની સારવાર ચાલી રહી છે.

2748 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 13 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 2748 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,20,729 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ ઘટીને 89.04 ટકા થયો છે.

આજે 2,15,805 લોકોને કોરોનાની રસી અપાઈ
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 13 અપ્રિલના દિવસે કુલ 2,15,805 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 84,04,128 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 11,61,722 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં 45થી વધુ વર્ષના તમામ લોકોને રસી આપવાનો આજે 13મો દિવસ હતો અને કેન્દ્ર સરકારના રસીકરણના ‘ટીકા ઉત્સવ’નો આજે ત્રીજો દિવસ હતો. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 1,57,510 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47,035 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 95,65,850 લોકોને કોરોનાની રસી અપાઈ છે.(Gujarat Corona Update)

Next Article