Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના 9 હજાર નજીક નવા કેસ, 94 દર્દીઓના મૃત્યુ

|

Apr 17, 2021 | 8:59 PM

Gujarat Corona Update : રાજ્યમાં આજે 16 અપ્રિલે અમદાવાદમાં સૌથી વધુ 2842 અને સુરતમાં 1522 નવા કેસ નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં પહેલીવાર કોરોનાના 9 હજાર નજીક નવા કેસ, 94 દર્દીઓના મૃત્યુ
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના બુલેટ ગતિએ આગળ વધી રહ્યો છે. રાજ્યમાં આજે 16 એપ્રિલે પહેલીવાર કોરોનાના 9 હજાર નજીક નવા કેસ સામે આવ્યા છે.

8920 નવા કેસ, 94 દર્દીઓના મૃત્યુ
રાજ્યમાં આજે 16 અપ્રિલે છેલ્લા 24 કલાકમાં Coronaના નવા 8920 કેસ નોંધાયા છે, જયારે આ 24 કલાકમાં રાજ્યમાં કોરોનાથી 94 દર્દીઓના મૃત્યુ થયા છે, જેમાં અમદાવાદમાં સૌથી વધુ 26(1 મૃત્યુ જિલ્લામાં), સુરતમાં 26 (2 મૃત્યુ જિલ્લામાં),  રાજકોટમાં 13 (5 મૃત્યુ જિલ્લામાં), વડોદરામાં 9(1 મૃત્યુ જિલ્લામાં), જામનગરમાં 4 (2 મૃત્યુ જિલ્લામાં), મોરબીમાં 4, સુરેન્દ્રનગરમાં 3, ડાંગ-સાબરકાંઠામાં બે-બે અને દ્વારકા-મહીસાગર-મહેસાણા-પંચમહાલ-વલસાડમાં માં એક-એક દર્દીનું કોરોનાને કારણે કરૂણ મૃત્યુ થયું છે. રાજ્યમાં અત્યાર સુધી કોરોનાનો કુલ મૃત્યુઆંક 5170 થયો છે. આ સાથે રાજ્યમાં અત્યાર સુધીમાં કોરોનાના કુલ કેસની સંખ્યા વધીને 3,84,688 થઇ છે.

અમદાવાદમાં 2842 અને સુરતમાં 1522 કેસ
રાજ્યમાં આજે 16 એપ્રિલે મહાનગરો નોધાયેલા Coronaના નવા કેસોમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં મહાનગરોમાં નોંધાયેલા નવા કેસો જોઈએ તો અમદવાદમાં સૌથી વધુ 2842, સુરતમાં 1522, રાજકોટમાં 707, વડોદરામાં 429, જામનગરમાં 192, ભાવનગરમાં 112, ગાંધીનગરમાં 67 અને જુનાગઢમાં 74 નવા કેસો સામે આવ્યાં છે. રાજ્યમાં અમદાવાદ અને સુરતમાં સૌથી વધુ કેસ સામે આવવનો ક્રમ યથાવત રહ્યો છે. અમદવાદમાં પહેલીવાર 2800 કરતા વધુ નવા કેસ સામે આવ્યા છે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

3387 દર્દીઓ સાજા થયા
રાજ્યમાં આજે 16 અપ્રિલના દિવસે છેલ્લા 24 કલાકમાં 3387 દર્દીઓ કોરોનાથી મુક્ત થઈને સાજા થયા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં 3,29,781 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ 85.73 ટકા થયો છે.

એક્ટીવ કેસ વધીને 49,737 થયા
રાજ્યમાં Coronaના નવા કેસો વધવાની સાથે એક્ટીવ કેસોમાં પણ વધારો થઇ રહ્યો છે. 15 એપ્રિલે રાજ્યમાં કોરોનાના 44,298 એક્ટીવ કેસ હતા, જે આજે 16 એપ્રિલે વધીને 49,737 થયા છે.જેમાં 283 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 49,454 લોકોની સારવાર ચાલી રહી છે.

રસીકરણનો આંકડો 1 કરોડને પાર
રાજ્યમાં કોરોના રસીકરણ મહાઅભિયાન અંતર્ગત આજે 16 અપ્રિલના દિવસે કુલ 1,31,826 લોકોને રસી અપાઈ છે. રાજ્યમાં અત્યાર સુધીમાં 87,11,085 વ્યકિતઓને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 13,02,796 વ્યકિતઓને કોરોના રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. રાજ્યમાં આજે 45 થી 60 વર્ષના કુલ 74,100 લોકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ અને 47,571 લોકોને રસીનો બીજો ડોઝ આપવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ 1,00,13,881 લોકોને કોરોનાની રસી અપાઈ છે. (Gujarat Corona Update)

Published On - 8:36 pm, Fri, 16 April 21

Next Article