Gujarat Corona Update : કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 7135 કેસ નોંધાયા

|

May 17, 2021 | 9:30 PM

ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી Coronaના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં આજે 17 મેના રોજ રાજ્યમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે અને મૃત્યુ થયા છે. જ્યારે રાજયમાં આજે 17 મે ના રોજ 12,342 દર્દીઓ સાજા થયા છે.

Gujarat Corona Update : કોરોનાના કેસમાં થયો ઘટાડો, છેલ્લા 24 કલાકમાં 7135 કેસ નોંધાયા
ગુજરાતમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા

Follow us on

Gujarat Corona Update : ગુજરાતમાં છેલ્લા અઠવાડિયાથી Coronaના કેસમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તેમજ રાજ્યમાં કોરોનાથી સાજા થનારા દર્દીઓની સંખ્યા વધી રહી છે. જેમાં આજે 17 મેના રોજ રાજ્યમાં કોરોનાના નવા 7135 કેસ નોંધાયા છે અને મૃત્યુ થયા છે. જ્યારે રાજયમાં આજે 17 મે ના રોજ 12,342 દર્દીઓ સાજા થયા છે. તેમજ અત્યાર સુધી રાજ્યમાં કુલ 6,50,932 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

રાજ્યમાં રિકવરી રેટ 85.68 ટકા પર પહોંચ્યો છે.

તેમજ Corona નો રીકવરી રેટ 85.68 થયો છે. ગુજરાતમાં Coronaના એક્ટિવ કેસના દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં અત્યારે 99620 એક્ટિવ કેસ છે. જેમાંથી 762 લોકો વેન્ટિલેટર પર છે. જ્યારે 98858 લોકો સ્ટેબલ છે. આ ઉપરાંત અત્યાર સુધી કોરોનાથી 6,50,932 લોકો સાજા થયા છે. જ્યારે 9202 લોકોના કોરોનાના લીધે મૃત્યુ થયા છે.

અક્ષય તૃતીયા પર 23 વર્ષ પછી બનવા જઈ રહ્યો છે આ દુર્લભ સંયોગ, જાણો
કેરીના પાનનું પાણી પીવાના ફાયદા જાણી ચોંકી જશો
ઉનાળા વેકેશનમાં બાળકોને રમાડો આ રમત, શારીરિક અને માનસિક સ્થિતિ થશે મજબૂત
ગરમીની ઋતુમાં મધ ખાવું જોઈએ કે નહીં? જાણો શું છે સત્ય
બ્લેક આઉટફિટમાં ભાભી 2 નો બોલ્ડ લુક વાયરલ, જુઓ તસવીર
અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ

રાજ્યમાં સૌથી વધારે Corona કેસ અમદાવાદમાં

જ્યારે Corona ના કેસો અંગેની વાત કરીએ તો આજે 17 મેના રોજ રાજ્યમાં સૌથી વધારે Corona કેસ અમદાવાદમાં નોંધાયા છે જ્યારે તેની બાદ સુરતમાં વધારે કેસ આવ્યા છે. જ્યારે વડોદરા કોરોનાના કેસમાં ત્રીજા સ્થાને છે.

જેમાં વાત કરીએ તો અમદાવાદમાં 2377, સુરતમાં 518, વડોદરામાં 455, રાજકોટમાં 279 ગાંધીનગરમાં 166, મહેસાણામાં 133, ભરૂચમાં 150, જામનગર 283, જૂનાગઢમાં 382, સાબરકાંઠા 111, ભાવનગર 190, મોરબીમાં 28, અમરેલીમાં 139 કેસ નોંધાયા છે.

ગુજરાતમાં સતત વધી રહેલા કોરોનાના કેસના પગલે રાજયમાં  6 મહાનગરપાલિકા અને 36 શહેરોમાં રાત્રિ લોકડાઉન નાખવામાં આવ્યું છે. તેમજ દિવસ દરમ્યાન માત્ર જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનો ખુલ્લી રાખવામાં આવી છે. જયારે પબ્લિક ટ્રાન્સપોર્ટ અને ખાનગી ઓફિસોમાં પણ 50 ટકા સ્ટાફ સાથે સંચાલિત કરવામાં આવી રહી છે, ગુજરાતમાં અત્યારે રાત્રે 8 થી સવારે 6 વાગે સુધી  લોકડાઉન અમલમાં છે.

 

Published On - 9:24 pm, Mon, 17 May 21

Next Article