Gujarat Corona Update : રાજ્યમાં 11,892 નવા કેસ, 119 દર્દીઓના મૃત્યુ, 14,737 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા

|

May 08, 2021 | 8:06 PM

Gujarat Corona Update : રાજ્યમાં 8 મે ના દિવસે ઘણા દિવસો બાદ 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા છે, મૃત્યુ પણ 120 થી ઓછા નોંધાયા છે.

Gujarat Corona Update : રાજ્યમાં 11,892 નવા કેસ, 119 દર્દીઓના મૃત્યુ, 14,737 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રચનાત્મક તસ્વીર

Follow us on

Gujarat Corona Update : રાજ્યમાં કોરોના વાયરસના નવા કેસોમાં સતત ઘટાડો થતો જોવા મળી રહ્યો છે. રાજ્યમાં 8 મે ના દિવસે ઘણા દિવસો બાદ 12 હજારથી ઓછા કોરનાના દૈનિક કેસો નોંધાયા છે, મૃત્યુ પણ 120 થી ઓછા નોંધાયા છે અને આ સાથે 14 હજારથી વધુ દર્દીઓ સાજા થયા છે.

11,892 નવા કેસ, 119 મૃત્યુ
રાજ્યમાં આજે 8 મે ના રોજ કોરોનાના નવા 11,892 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 119 કોરોના દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 6,69,328 થઇ છે અને મૃત્યુઆંક 8273 થયો છે.
આજે રાજ્યના મહાનગરોમાં કોવીડ દર્દીઓના મૃત્યુના આંકડા જોઈએ તો

આજનું રાશિફળ તારીખ : 03-05-2024
ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!

અમદાવાદ : શહેરમાં 15, જિલ્લામાં 1 મૃત્યુ
સુરત : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
વડોદરા : શહેરમાં 7, જિલ્લામાં 5 મૃત્યુ
રાજકોટ : શહેરમાં 6, જિલ્લામાં 6 મૃત્યુ
જામનગર : શહેરમાં 6, જિલ્લામાં 7 મૃત્યુ
ભાવનગર : શહેરમાં 5, જિલ્લામાં 7 મૃત્યુ
ગાંધીનગર : શહેરમાં 1, જિલ્લામાં 1 મૃત્યુ

અમદાવાદમાં 3359 કેસ, સુરતમાં 889 કેસ
રાજ્યમાં આજે 8 મે ના રોજ અમદાવાદમાં સૌથી વધુ અને ત્યારબાદ બીજા ક્રમે સુરતમાં કોરોનાના સૌથી વધુ નવા કેસો નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 3359, સુરતમાં 889, વડોદરામાં 710, રાજકોટમાં 396, જામનગરમાં 382 અને ભાવનગરમાં 280 કોરોનાના નવા કેસ નોધાયા છે. આ મહાનગરો ઉપરાંત મહેસાણા જિલ્લામાં 588 અને વડોદરા જિલ્લામાં 429 નવા કેસો નોંધાયા છે.

14,737 દર્દીઓને ડીસ્ચાર્જ કરાયા
રાજ્યમાં 8 મે ના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 14,737 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 5,18,234 લોકોને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 77.36 ટકા જેટલો થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 1,43,421 થયા છે, જેમાં 782 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 1,42.639 દર્દીઓની સારવાર ચાલી રહી છે.

રાજ્યમાં કુલ 1,34,03,045 રસીકરણના ડોઝ અપાયા
અત્યાર સુધીમાં કુલ 1,0287,224 વ્યકિતઓનું પ્રથમ ડોઝનું અને 31,15,821 વ્યકિતઓના બીજા ડોઝનું ૨સીક૨ણ પુર્ણ થયું. આમ કુલ 1,34,03,045 ૨સીકરણના ડોઝ આપવામાં આવ્યા. આજે 18 થી 44 વર્ષ સુધીના 19,276 વ્યક્તિઓને પ્રથમ ડોઝનું ૨સીકરણ કરવામાં આવ્યું તેમજ 60 વર્ષથી વધુ વયના અને 45 થી 60 વર્ષના કુલ 39,790 વ્યકિતઓનું પ્રથમ ડોઝ અને 1,16,114 વ્યક્તિઓને બીજા ડોઝનું ૨સીકરણ કરાયુ. અત્યા૨ સુધીમાં રાજયમાં એક પણ વ્યકિતને આ ૨સીના કારણે ગંભીર આડઅસ૨ જોવા મળેલ નથી. (Gujarat Corona Update)

Next Article