Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 69 નવા કેસ, 1 દર્દીનું મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2193 થયા

|

Jul 06, 2021 | 8:10 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ 2,17,786 નાગરીકોનું રસીકરણ થયું છે, જેમાં સૌથી વધુ 18-45 ઉમર વર્ગના 1,09,515 નાગરિકોને કોરોના રસીનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 69 નવા કેસ, 1  દર્દીનું મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2193 થયા
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોના સામે રસીકરણ અભિયાન પણ પુરજોશમાં શરૂ છે, તો બીજી બાજુ કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ સતત નવમાં દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2193 થયા છે.

કોરોના નવા 69 કેસ, 1 દર્દીનું મૃત્યુ
રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ કોરોનાના નવા 69 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે માત્ર 1 દર્દીઓનું મૃત્યુ થયું છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,832 થઇ છે અને મૃત્યુઆંક 10,072 થયો છે. સમગ્ર રાજ્યમાં આજે કોરોનાને કારણે માત્ર 1 દર્દીનું મૃત્યુ છે, જે અમદાવાદ શહેરમાં નોંધાયું છે.

અમદાવાદમાં 11, સુરતમાં 9 નવા કેસ
રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 11, સુરતમાં 9, રાજકોટમાં 7, વડોદરામાં 5, ભાવનગર, જામનગર અને જુનાગઢમાં 1-1, તથા ગાંધીનગર શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

શું ફોન સ્વીચ ઓફ હોય તો ઝડપથી ચાર્જ થાય? જાણો સાચો જવાબ
નીતા અંબાણી સવાર થી સાંજ સુધી આખો દિવસ શું કરે છે? જાણો તેમનું શેડ્યૂલ
ગરમીમાં વધારે પડતી ના ખાતા કાકડી ! નહી તો થઈ શકે છે આ સમસ્યા
આજનું રાશિફળ તારીખ : 28-04-2024
પાકિસ્તાની યુવતીના શરીરમાં ધબક્યું ભારતીય હ્રદય, કહ્યું- થેંક્યું ઈન્ડિયા
એલિસ પેરીને ભૂલી જશો, જુઓ મુંબઈ ઈન્ડિયન્સની ખૂબસૂરત ક્રિકેટર એમેલિયા કેરની તસવીરો

208 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2193 થયા
રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 208 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,699 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.51 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2193 થયા છે, જેમાં 11 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2182 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.17 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 6 જુલાઈના રોજ 2,17,786 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,09,515 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,73,25,191 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 296 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 6945 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 37,719 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 56,654 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,09515 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 6657 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

Published On - 8:10 pm, Tue, 6 July 21

Next Article