Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 70 નવા કેસ,2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2467 થયા

|

Jul 04, 2021 | 7:54 PM

Gujarat corona Update : રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ 2,65,647 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,39,401 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે.

Gujarat Corona Update : રાજ્યમાં કોરોનાના 70 નવા કેસ,2 દર્દીના મૃત્યુ, એક્ટીવ કેસ ઘટીને 2467 થયા
રચાનાત્મક તસ્વીર

Follow us on

Gujarat corona Update : રાજ્યમાં કોરોનાના નવા કેસ, મૃત્યુ અને એક્ટીવ કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ સતત સાતમાં દિવસે 100 થી ઓછા કોરોનાના નવા કેસો નોધાયા છે. તો સાથે એક્ટીવ કેસ પણ ઘટીને 2467 થયા છે.

કોરોના નવા 70 કેસ, 2 દર્દીના મૃત્યુ
રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ કોરોનાના નવા 70 કેસો નોંધાયા છે અને છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 3 દર્દીઓના મૃત્યુ થયા છે. આ સાથે જ રાજ્યમાં કોરોનાના કુલ કેસોની સંખ્યા 8,23,761 થઇ છે અને મૃત્યુઆંક 10,070 થયો છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેર અને જુનાગઢ જિલ્લામાં કોરોનાને કારણે 1-1 એમ કુલ 2 દર્દીના મૃત્યુ થયા છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

અમદાવાદમાં 19, સુરતમાં 10 નવા કેસ
રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ અમદાવાદ શહેરમાં સૌથી વધુ નવા કેસ નોંધાયા છે. રાજ્યના મહાનગરો પ્રમાણે કોરોનાના નવા કેસો જોઈએ તો અમદાવાદમાં 19, સુરતમાં 10, રાજકોટમાં 8, વડોદરામાં 3, તથા ગાંધીનગર, જામનગરમાં ભાવનગર શહેરમાં શહેરમાં કોરોના વાયરસનો 1-1 નવો કેસ નોધાયો છે. જુનાગઢ શહેરમાં કોરોના વાયરસનો એક પણ નવો કેસ નોંધાયો નથી, અન્ય કેસ રાજ્યના વિવિધ શહેર-જિલ્લાઓમાંથી છે. (Gujarat Corona Update)

128 દર્દીઓ સાજા થયા, એક્ટીવ કેસ 2467 થયા
રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ કોરોનાથી સાજા થયેલા કુલ 128 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 8,11,297 દર્દીઓને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે. રાજ્યમાં હાલ રીકવરી રેટ વધીને 98.48 ટકા થયો છે. રાજ્યમાં હાલ એક્ટીવ કેસ ઘટીને 2467 થયા છે, જેમાં 10 દર્દીઓ વેન્ટીલેટર પર છે જયારે 2457 દર્દીઓની સ્થિતિ સ્થિર છે. (Gujarat Corona Update)

આજે 2.65 લાખ લોકોનું રસીકરણ
રાજ્યમાં આજે 4 જુલાઈના રોજ 2,65,647 લોકોનું રસીકરણ થયું છે જેમાં સુથી વધુ 18-45 વર્ષના 1,39,401 લોકોને કોરોના વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. આ સાથે જ કોરોના રસીકરણ અભિયાનમાં રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 2,68,07,725 ડોઝનું રસીકરણ પૂર્ણ થયું છે. આજે થયેલા રાજ્યમાં આજે થયેલા રસીકરણ (Vaccination in Gujarat) ના આંકડાઓ જોઈએ તો

1) 200 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને પ્રથમ ડોઝ,
2) 6,626 ફ્રન્ટલાઈન-હેલ્થ વર્કરને બીજો ડોઝ,
3) 45 થી વધુ ઉમરના 44,506 નાગરિકોને પ્રથમ ડોઝ,
4) 45 થી વધુ ઉમરના 69,328 નાગરિકોને બીજો ડોઝ,
5) 18-45 વર્ષ સુધીના 1,39,401 નાગરિકોને પ્રથમ ડોઝ,
6) 18-45 વર્ષ સુધીના 5586 નાગરિકોના બીજા ડોઝનું રસીકરણ થયું છે. (Vaccination in Gujarat)

આ પણ વાંચો : Ahmedabad: ફાયર NOC મામલે AMC તંત્ર સજ્જ, 124 એકમોને પત્ર લખી રીન્યુ માટે જાણ કરાઈ 

Published On - 7:53 pm, Sun, 4 July 21

Next Article